Mehsanaના ખેરાલુમાં 80 રૂપિયાની મગજમારીએ એક યુવાનનો લીધો જીવ, પોલીસે ઝડપ્યાં આરોપીઓને

ખેરાલુમાં સામાન્ય રૂપિયાની લેતીદેતી મામલે એક યુવાનનું મોત થયું છે,ખેરાલુ શહેરના ખાડિયા વિસ્તાર નજીક બપોરના સમયે ચાર મજૂરો વચ્ચે થયેલી મારામારીમાં એક યુવકનું સારવાર દરમિયાન મોત થયું છે,પોલીસે બે મજૂરોની સીસીટીવીના આધારે ધરપકડ કરી છે.યુવાનને માર મારતા તે ઘટના સ્થળે જ ઈજાગ્રસ્ત થયો હતો. ખેરાલુમાં બની ઘટના ખેરાલુના ખોખરવાડા ઠાકોર વાસમાં રહેતા અને છૂટક મજૂરી કરતા ગોવિંદ છનાજી ઠાકોર નામના એક યુવાનને ગઈકાલે બપોરે ખાડિયા વિસ્તારના નાકા ઉપર તેના સાથી મજૂરો સાથે સામાન્ય રૂપિયાની લેતીદેતીના મામલે મારામારી થતાં ગોવિંદ રોડ પર ઢળી પડ્યો હતો. નજીકના દુકાનદારને જાણ કરતાં 108 દ્વારા તેને ખેરાલુ સિવિલ લઈ જવાયો હતો. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.પોલીસે મૃતકના પરિવારજનોને બોલાવી નિવેદન મેળવી સમગ્ર ઘટનાને લઈ હત્યાનો ગુનો નોંધી મૃતદેહને પીએમ અર્થે મોકલી આપ્યો હતો.પોલીસે ઝડપ્યા આરોપીઓને ઘટના સ્થળના સીસીટીવી ફૂટેજની તપાસ કરતા રોડ ઉપર 4 યુવાનોમાંથી એક યુવાન શાંતિથી ઊભેલો અને બે યુવાનો મૃતકને માર મારતા અને ચોથો યુવાન બંનેને લડાઈ બંધ કરવાનું કહેતો જોવા મળતાં પોલીસે સીસીટીવીના પુરાવાને આધારે ચારેય શકમંદ મજૂરો પૈકી મૃતકને માર મારી રહેલા બે યુવાન વિરૂદ્ધ હત્યાનો ગુનો નોંધી ગણતરીના કલાકોમાં ઝડપી પાડયા હતા.જ્યારે આ ઘટનામાં વિસનગર ડીવાયએસપી દિનેશસિંહ ચૌહાણ ખેરાલુ ખાતે દોડી આવ્યા હતા અને સમગ્ર ઘટના અંગે જાણકારી મેળવી હતી.જ્યારે ડીવાયએસપી દિનેશસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે સામાન્ય પૈસાની લેતીદેતીની મારામારીમા એક યુવાન નું મોત નિપજ્યું હતું.ધરપકડ કરવામાં આવેલા આરોપીની વાત કરવામાં આવે તો,દિનેશજી શિવાજી ઠાકોર અને સુરેશજી વિરાજી ઠાકોર છે.  

Mehsanaના ખેરાલુમાં 80 રૂપિયાની મગજમારીએ એક યુવાનનો લીધો જીવ, પોલીસે ઝડપ્યાં આરોપીઓને

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ખેરાલુમાં સામાન્ય રૂપિયાની લેતીદેતી મામલે એક યુવાનનું મોત થયું છે,ખેરાલુ શહેરના ખાડિયા વિસ્તાર નજીક બપોરના સમયે ચાર મજૂરો વચ્ચે થયેલી મારામારીમાં એક યુવકનું સારવાર દરમિયાન મોત થયું છે,પોલીસે બે મજૂરોની સીસીટીવીના આધારે ધરપકડ કરી છે.યુવાનને માર મારતા તે ઘટના સ્થળે જ ઈજાગ્રસ્ત થયો હતો.

ખેરાલુમાં બની ઘટના

ખેરાલુના ખોખરવાડા ઠાકોર વાસમાં રહેતા અને છૂટક મજૂરી કરતા ગોવિંદ છનાજી ઠાકોર નામના એક યુવાનને ગઈકાલે બપોરે ખાડિયા વિસ્તારના નાકા ઉપર તેના સાથી મજૂરો સાથે સામાન્ય રૂપિયાની લેતીદેતીના મામલે મારામારી થતાં ગોવિંદ રોડ પર ઢળી પડ્યો હતો. નજીકના દુકાનદારને જાણ કરતાં 108 દ્વારા તેને ખેરાલુ સિવિલ લઈ જવાયો હતો. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.પોલીસે મૃતકના પરિવારજનોને બોલાવી નિવેદન મેળવી સમગ્ર ઘટનાને લઈ હત્યાનો ગુનો નોંધી મૃતદેહને પીએમ અર્થે મોકલી આપ્યો હતો.

પોલીસે ઝડપ્યા આરોપીઓને

ઘટના સ્થળના સીસીટીવી ફૂટેજની તપાસ કરતા રોડ ઉપર 4 યુવાનોમાંથી એક યુવાન શાંતિથી ઊભેલો અને બે યુવાનો મૃતકને માર મારતા અને ચોથો યુવાન બંનેને લડાઈ બંધ કરવાનું કહેતો જોવા મળતાં પોલીસે સીસીટીવીના પુરાવાને આધારે ચારેય શકમંદ મજૂરો પૈકી મૃતકને માર મારી રહેલા બે યુવાન વિરૂદ્ધ હત્યાનો ગુનો નોંધી ગણતરીના કલાકોમાં ઝડપી પાડયા હતા.જ્યારે આ ઘટનામાં વિસનગર ડીવાયએસપી દિનેશસિંહ ચૌહાણ ખેરાલુ ખાતે દોડી આવ્યા હતા અને સમગ્ર ઘટના અંગે જાણકારી મેળવી હતી.જ્યારે ડીવાયએસપી દિનેશસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે સામાન્ય પૈસાની લેતીદેતીની મારામારીમા એક યુવાન નું મોત નિપજ્યું હતું.ધરપકડ કરવામાં આવેલા આરોપીની વાત કરવામાં આવે તો,દિનેશજી શિવાજી ઠાકોર અને સુરેશજી વિરાજી ઠાકોર છે.