Vadodaraના પૂર્વ TP અધિકારી કે.એલ.ભોયાની ધરપકડ, અપ્રમાણસર મિલકતનો ગુનો નોંધાયો
રાજ્યમાં ACBની ટીમને વધુ એક વખત મોટી સફળતા મળી છે. વડોદરામાં પૂર્વ ટાઉન પ્લાનર કે.એલ.ભોયાની ACBએ ધરપકડ કરી છે. પૂર્વ ટાઉન પ્લાનર કે.એલ.ભોયાની સામે અપ્રમાણસર મિલકતનો ગુનો નોંધાયો હતો.વલસાડથી ધરપકડ કરી વડોદરા લાવવાની હાથ ધરી કાર્યવાહી કે.એલ.ભોયાને રાજ્ય સરકારે તાજેતરમાં જ નોકરીમાંથી સસ્પેન્ડ કર્યા હતા અને આ અધિકારી શહેરના અકોટા વિસ્તારની નેહરુપાર્ક સોસાયટીમાં રહે છે પણ નિવાસ્થાને હાજર નહીં મળતા ACBએ તપાસ હાથ ધરી હતી અને કે.એલ.ભોયા વલસાડ જિલ્લાના એક ગામમાં છુપાયો હોવાની જાણકારી મળી હતી. ACBને વલસાડના ધરમપુરનું લોકેશન મળતા ત્યાં પણ છાપો માર્યો હતો પણ ત્યાંથી અધિકારી ગાયબ થઈ ગયો હતો. 2010થી 2016 સુધી વડોદરામાં ટાઉન પ્લાનર તરીકે કે.એલ.ભોયાએ ફરજ બજાવી હતી તમને જણાવી દઈએ કે વર્ષ 2010થી 2016 સુધી વડોદરામાં ટાઉન પ્લાનર તરીકે કે.એલ.ભોયાએ ફરજ બજાવી હતી. ભોયાને ટાઉન પ્લાનરની સાથે વડોદરા કોર્પોરેશનમાં ડ્રાફ્ટ ટીપી તૈયાર કરવાનો પણ ચાર્જે જે તે સમયે સોંપાયો હતો. ત્યારે વડસર અને કલાલીની ડ્રાફ્ટ ટીપીમાં ગેરેરીતિ આચરી હોવાના ભૂતકાળમાં અધિકારી વિરૂદ્ધ આક્ષેપો થયા હતા. થોડા દિવસ પહેલા વાપીમાંથી બે ઉચ્ચ અધિકારીઓ 5 લાખની લાંચ લેતા ઝડપ્યા થોડા દિવસ અગાઉ જ વલસાડ જિલ્લાના વાપી ખાતે ગંજન ચાર રસ્તા પાસે આવેલા સ્નેહદીપ કોમ્પલેક્ષમાં ACBની ટીમે ટ્રેપ ગોઠવી હતી અને એક ક્લાસ વન અને બીજા ક્લાસ ટુ અધિકારીને 5 લાખની લાંચ લેતા ઝડપી પાડ્યા હતા. કેન્દ્ર સરકારના બંને અધિકારી હર્ષદકુમાર પરમાર (વર્ગ 1) અને સુપ્રભાત રંજન તોમર (વર્ગ 2)ની લાંચ કેસમાં ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. દક્ષિણ ગુજરાતમાં ખાનગી કન્સ્ટ્રકશન કંપની ચલાવતા એક બિલ્ડરે તેમની કંપનીમાં કામ કરતા કર્મચારીઓના PF કપાવવાની કામગીરી કરી ન હતી. અધિકારીએ ભેગા મળીને રૂપિયા 5 લાખ રૂપિયાની લાંચ માગી જેને લઈને PF કચેરી તરફથી બિલ્ડરની કંપનીને નોટિસ ફટકારી હતી અને આ સમગ્ર કેસ મામલે વાપી PF કચેરીમાં કેસ ચાલતો હતો. આ કેસનો ઝડપી નિકાલ લાવવા તેમજ બિલ્ડરને કરવામાં આવતી દંડની રકમ ઓછી કરવા માટે હર્ષદ લખુજીભાઈ પરમાર અને સુપ્રભાત રંજન તોમર નામના અધિકારીએ ભેગા મળીને રૂપિયા 5 લાખ રૂપિયાની લાંચ માગી હતી.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
રાજ્યમાં ACBની ટીમને વધુ એક વખત મોટી સફળતા મળી છે. વડોદરામાં પૂર્વ ટાઉન પ્લાનર કે.એલ.ભોયાની ACBએ ધરપકડ કરી છે. પૂર્વ ટાઉન પ્લાનર કે.એલ.ભોયાની સામે અપ્રમાણસર મિલકતનો ગુનો નોંધાયો હતો.
વલસાડથી ધરપકડ કરી વડોદરા લાવવાની હાથ ધરી કાર્યવાહી
કે.એલ.ભોયાને રાજ્ય સરકારે તાજેતરમાં જ નોકરીમાંથી સસ્પેન્ડ કર્યા હતા અને આ અધિકારી શહેરના અકોટા વિસ્તારની નેહરુપાર્ક સોસાયટીમાં રહે છે પણ નિવાસ્થાને હાજર નહીં મળતા ACBએ તપાસ હાથ ધરી હતી અને કે.એલ.ભોયા વલસાડ જિલ્લાના એક ગામમાં છુપાયો હોવાની જાણકારી મળી હતી. ACBને વલસાડના ધરમપુરનું લોકેશન મળતા ત્યાં પણ છાપો માર્યો હતો પણ ત્યાંથી અધિકારી ગાયબ થઈ ગયો હતો.
2010થી 2016 સુધી વડોદરામાં ટાઉન પ્લાનર તરીકે કે.એલ.ભોયાએ ફરજ બજાવી હતી
તમને જણાવી દઈએ કે વર્ષ 2010થી 2016 સુધી વડોદરામાં ટાઉન પ્લાનર તરીકે કે.એલ.ભોયાએ ફરજ બજાવી હતી. ભોયાને ટાઉન પ્લાનરની સાથે વડોદરા કોર્પોરેશનમાં ડ્રાફ્ટ ટીપી તૈયાર કરવાનો પણ ચાર્જે જે તે સમયે સોંપાયો હતો. ત્યારે વડસર અને કલાલીની ડ્રાફ્ટ ટીપીમાં ગેરેરીતિ આચરી હોવાના ભૂતકાળમાં અધિકારી વિરૂદ્ધ આક્ષેપો થયા હતા.
થોડા દિવસ પહેલા વાપીમાંથી બે ઉચ્ચ અધિકારીઓ 5 લાખની લાંચ લેતા ઝડપ્યા
થોડા દિવસ અગાઉ જ વલસાડ જિલ્લાના વાપી ખાતે ગંજન ચાર રસ્તા પાસે આવેલા સ્નેહદીપ કોમ્પલેક્ષમાં ACBની ટીમે ટ્રેપ ગોઠવી હતી અને એક ક્લાસ વન અને બીજા ક્લાસ ટુ અધિકારીને 5 લાખની લાંચ લેતા ઝડપી પાડ્યા હતા. કેન્દ્ર સરકારના બંને અધિકારી હર્ષદકુમાર પરમાર (વર્ગ 1) અને સુપ્રભાત રંજન તોમર (વર્ગ 2)ની લાંચ કેસમાં ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. દક્ષિણ ગુજરાતમાં ખાનગી કન્સ્ટ્રકશન કંપની ચલાવતા એક બિલ્ડરે તેમની કંપનીમાં કામ કરતા કર્મચારીઓના PF કપાવવાની કામગીરી કરી ન હતી.
અધિકારીએ ભેગા મળીને રૂપિયા 5 લાખ રૂપિયાની લાંચ માગી
જેને લઈને PF કચેરી તરફથી બિલ્ડરની કંપનીને નોટિસ ફટકારી હતી અને આ સમગ્ર કેસ મામલે વાપી PF કચેરીમાં કેસ ચાલતો હતો. આ કેસનો ઝડપી નિકાલ લાવવા તેમજ બિલ્ડરને કરવામાં આવતી દંડની રકમ ઓછી કરવા માટે હર્ષદ લખુજીભાઈ પરમાર અને સુપ્રભાત રંજન તોમર નામના અધિકારીએ ભેગા મળીને રૂપિયા 5 લાખ રૂપિયાની લાંચ માગી હતી.