Gujaratમાં આવતીકાલથી રવિ કૃષિ મહોત્સવ-2024નો થશે પ્રારંભ, ખેડૂતો વાંચી લો આ સમાચાર
ગુજરાતના ખેડૂતોને પ્રવર્તમાન સમયને અનુરૂપ કૃષિ પદ્ધતિઓ, ટેકનોલોજી અને નવતર અભિગમોથી પરિચિત કરાવવાના શુભ આશય સાથે રાજ્ય સરકાર દ્વારા આગામી તા. ૬ અને ૭ ડિસેમ્બરના રોજ “રવિ કૃષિ મહોત્સવ-૨૦૨૪”નું આયોજન કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને કૃષિ મંત્રી રાઘવજી પટેલ બનાસકાંઠા જિલ્લાની દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતેથી “રવિ કૃષિ મહોત્સવ-૨૦૨૪”નો રાજ્યવ્યાપી શુભારંભ કરાવશે. બનાસકાંઠાથી રાજયવ્યાપી શુંભારંભ થશે આ શ્રેણીમાં સુરેન્દ્રનગર જિલ્લાના દશેય તાલુકામાં રવિ કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.જે અંતર્ગત આવતીકાલે નાયબ મુખ્ય દંડક શ્રી જગદીશભાઈ મકવાણા એ.પી.એમ.સી માર્કેટ વઢવાણ ખાતેથી, જિલ્લા પંચાયત પ્રમુખ હરિકૃષ્ણભાઈ પટેલ મુળીમાં રામદેવપીર મંદિર, મુળી, લીંબડી ધારાસભ્ય કિરીટસિંહ રાણા એ.પી.એમ.સી માર્કેટ, લીંબડી, દસાડા ધારાસભ્ય પી.કે.પરમાર એ.પી.એમ.સી. માર્કેટ, પાટડી, ધ્રાંગધ્રા ધારાસભ્ય શ્રી પ્રકાશભાઈ વરમોરા એ.પી.એમ.સી માર્કેટ, ધ્રાંગધ્રા, ચોટીલા ધારાસભ્ય શામજીભાઈ ચૌહાણ ન્યુ એ.પી.એમ.સી માર્કેટ, ચોટીલા, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ સુ વસંતબેન ઓળકીયા સાયલામાં એ.પી.એમ.સી માર્કેટ, સાયલા, ચુડામાં તાલુકા પંચાયત પ્રમુખ ઈશ્વરભાઈ તાલુકા પંચાયત કમ્પાઉન્ડ, ચુડા, લખતરમાં તાલુકા પંચાયત પ્રમુખ શ્રી વાસુદેવભાઈ એ.પી.એમ.સી માર્કેટ, લખતર, થાનગઢ તાલુકા પંચાયત પ્રમુખ ચાવડા પુનાબેન થાનગઢમાં મ્યુનિસિપલ હાઇસ્કુલ, થાનગઢ ખાતેથી “રવિ કૃષિ મહોત્સવ-૨૦૨૪”નો શુભારંભ કરાવશે. ૨.૫ લાખથી વધુ ખેડૂતો ભાગ લેશે કૃષિ મંત્રી રાઘવજી પટેલે વિસ્તૃત વિગતો આપતા જણાવ્યું હતું કે, આગામી તા. ૬ અને ૭ ડિસેમ્બર દરમિયાન રાજ્યભરના ૨૪૬ તાલુકા મથકોએ તાલુકા સ્તરનો રવિ કૃષિ મહોત્સવ યોજાશે. તાલુકા મથકના કાર્યક્રમોનો ગુજરાત સરકારના મંત્રીશ્રીઓ, સાંસદઓ, ધારાસભ્યો સહિતના વિવિધ પદાધિકારીઓ અને ઉચ્ચ અધિકારીઓ શુભારંભ કરાવશે. આ રવિ કૃષિ મહોત્સવમાં ગુજરાતના ૨.૫ લાખથી વધુ ખેડૂતો ભાગ લેશે. કૃષિ વૈજ્ઞાનિકો તેમણે જણાવ્યું કે, કૃષિ વૈજ્ઞાનિકો અને તજજ્ઞો ખેડૂતો સાથે સીધો વાર્તાલાપ કરી શકે, તેમની સમસ્યાનું નિવારણ લાવી શકે, યોગ્ય માર્ગદર્શન પૂરું પાડી શકે, નવી ખેત પદ્ધતિઓથી અવગત કરી શકે તેમજ ખેડૂતોની સમસ્યાઓને આધારે સંશોધનો કરી શકે તેવા શુભ આશય સાથે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ ૨૦૦૫માં કૃષિ મહોત્સવની નવી પરંપરા શરુ કરી હતી. કૃષિ ક્ષેત્રના સર્વાંગી વિકાસ માટે શરુ થયેલી આ પરંપરાને સુપેરે આગળ ધપાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગ દ્વારા “રવિ કૃષિ મહોત્સવ-૨૦૨૪”નું આયોજન કરવામાં આવ્યું છે. વૈજ્ઞાનિકો-તજજ્ઞો વચ્ચેનું અંતર દૂર થયું કૃષિ મહોત્સવે વડાપ્રધાનના ‘લેબ ટુ લેન્ડ’ના મંત્રને ખરા અર્થમાં સાકાર કર્યો છે, તેમ જણાવી મંત્રી પટેલે ઉમેર્યું હતું કે, કૃષિ મહોત્સવના આયોજનથી ખેડૂતો અને કૃષિ વૈજ્ઞાનિકો-તજજ્ઞો વચ્ચેનું અંતર દૂર થયું છે. રાજ્ય સરકારના આ આયોજનથી કૃષિ વૈજ્ઞાનિકોને ખેડૂતોની વાસ્તવિક પરિસ્થિતિ સમજવામાં સરળતા થઇ તેમજ ખેડૂતોની સમસ્યાને અનુરૂપ સંશોધનો કરવામાં પણ તેમને સફળતા મળી. કૃષિ મહોત્સવ કાર્યક્રમ એ દેશભરમાં વડાપ્રધાનના એક આગવા વિઝનથી શરુ થયેલો એક અનન્ય કાર્યક્રમ છે, જેના માધ્યમથી ગુજરાતના ખેડૂતોની આવકમાં પણ અનેકગણી વૃદ્ધિ થઇ છે. આ રવિ કૃષિ મહોત્સવમાં વધુમાં વધુ ખેડૂતોને ભાગ લેવા માટે મંત્રીશ્રીએ અનુરોધ કર્યો હતો. એવોર્ડ એનાયત કરાશે કાર્યક્રમ અંગે વિસ્તૃત સમજ આપતા કૃષિ મંત્રીએ કહ્યું કે, આ બે દિવસીય મહોત્સવમાં વિવિધ ટેક્નીકલ માર્ગદર્શન સેમીનાર, પ્રાકૃતિક ખેતીનું નિદર્શન, આધુનિક કૃષિ ટેકનોલોજીનું નિદર્શન-પ્રદર્શન, પ્રાકૃતિક કૃષિના મોડેલ ફાર્મની મુલાકાત અને પશુ આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. સાથો-સાથ રાજ્યના પ્રગતીશીલ ખેડૂતોને સરદાર પટેલ કૃષિ સંશોધન પુરસ્કાર તથા આત્મા બેસ્ટ ફાર્મરના એવોર્ડ પણ આ કાર્યક્રમ દરમિયાન એનાયત કરવામાં આવશે. ખેડૂતોને માર્ગદર્શન આપવામાં આવશે આ ઉપરાંત કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો દ્રારા પ્રાકૃતિક અને સસ્ટેનેબલ ફાર્મિંગ, ખેતી અને બાગાયતી પાકોમાં મૂલ્યવર્ધન, બાગાયતી પાકો સાથે મિક્સ ફાર્મિંગ, પ્રાકૃતિક ખેતી, પ્રીસીઝન ફાર્મિંગ, કૃષિ અને બાગાયતી પાકોમાં આધુનિક તાંત્રિકતા વિશે માર્ગદર્શન, મિલેટ પાકોમાં મૂલ્યવર્ધન, સફળ પશુપાલન જેવા વિવિધ વિષયો ઉપર ખેડૂતોને માર્ગદર્શન આપવામાં આવશે. સાથે જ, ખેડૂતોને સબંધિત વિસ્તારમાં થતા પાકો અંગે માર્ગદર્શન તથા તેમના પ્રશ્નોનું નિરાકરણ આપવાનું પણ રાજ્ય સરકારે આયોજન કર્યું છે. આ બે દિવસીય મહોત્સવમાં ગુજરાતને કૃષિ ક્ષેત્રે નંબર-૧ બનાવવા માટે ચિંતન અને વિવિધ પ્રયાસો કરવામાં આવશે, તેમ તેમણે ઉમેર્યુ હતું.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ગુજરાતના ખેડૂતોને પ્રવર્તમાન સમયને અનુરૂપ કૃષિ પદ્ધતિઓ, ટેકનોલોજી અને નવતર અભિગમોથી પરિચિત કરાવવાના શુભ આશય સાથે રાજ્ય સરકાર દ્વારા આગામી તા. ૬ અને ૭ ડિસેમ્બરના રોજ “રવિ કૃષિ મહોત્સવ-૨૦૨૪”નું આયોજન કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને કૃષિ મંત્રી રાઘવજી પટેલ બનાસકાંઠા જિલ્લાની દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતેથી “રવિ કૃષિ મહોત્સવ-૨૦૨૪”નો રાજ્યવ્યાપી શુભારંભ કરાવશે.
બનાસકાંઠાથી રાજયવ્યાપી શુંભારંભ થશે
આ શ્રેણીમાં સુરેન્દ્રનગર જિલ્લાના દશેય તાલુકામાં રવિ કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.જે અંતર્ગત આવતીકાલે નાયબ મુખ્ય દંડક શ્રી જગદીશભાઈ મકવાણા એ.પી.એમ.સી માર્કેટ વઢવાણ ખાતેથી, જિલ્લા પંચાયત પ્રમુખ હરિકૃષ્ણભાઈ પટેલ મુળીમાં રામદેવપીર મંદિર, મુળી, લીંબડી ધારાસભ્ય કિરીટસિંહ રાણા એ.પી.એમ.સી માર્કેટ, લીંબડી, દસાડા ધારાસભ્ય પી.કે.પરમાર એ.પી.એમ.સી. માર્કેટ, પાટડી, ધ્રાંગધ્રા ધારાસભ્ય શ્રી પ્રકાશભાઈ વરમોરા એ.પી.એમ.સી માર્કેટ, ધ્રાંગધ્રા, ચોટીલા ધારાસભ્ય શામજીભાઈ ચૌહાણ ન્યુ એ.પી.એમ.સી માર્કેટ, ચોટીલા, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ સુ વસંતબેન ઓળકીયા સાયલામાં એ.પી.એમ.સી માર્કેટ, સાયલા, ચુડામાં તાલુકા પંચાયત પ્રમુખ ઈશ્વરભાઈ તાલુકા પંચાયત કમ્પાઉન્ડ, ચુડા, લખતરમાં તાલુકા પંચાયત પ્રમુખ શ્રી વાસુદેવભાઈ એ.પી.એમ.સી માર્કેટ, લખતર, થાનગઢ તાલુકા પંચાયત પ્રમુખ ચાવડા પુનાબેન થાનગઢમાં મ્યુનિસિપલ હાઇસ્કુલ, થાનગઢ ખાતેથી “રવિ કૃષિ મહોત્સવ-૨૦૨૪”નો શુભારંભ કરાવશે.
૨.૫ લાખથી વધુ ખેડૂતો ભાગ લેશે
કૃષિ મંત્રી રાઘવજી પટેલે વિસ્તૃત વિગતો આપતા જણાવ્યું હતું કે, આગામી તા. ૬ અને ૭ ડિસેમ્બર દરમિયાન રાજ્યભરના ૨૪૬ તાલુકા મથકોએ તાલુકા સ્તરનો રવિ કૃષિ મહોત્સવ યોજાશે. તાલુકા મથકના કાર્યક્રમોનો ગુજરાત સરકારના મંત્રીશ્રીઓ, સાંસદઓ, ધારાસભ્યો સહિતના વિવિધ પદાધિકારીઓ અને ઉચ્ચ અધિકારીઓ શુભારંભ કરાવશે. આ રવિ કૃષિ મહોત્સવમાં ગુજરાતના ૨.૫ લાખથી વધુ ખેડૂતો ભાગ લેશે.
કૃષિ વૈજ્ઞાનિકો
તેમણે જણાવ્યું કે, કૃષિ વૈજ્ઞાનિકો અને તજજ્ઞો ખેડૂતો સાથે સીધો વાર્તાલાપ કરી શકે, તેમની સમસ્યાનું નિવારણ લાવી શકે, યોગ્ય માર્ગદર્શન પૂરું પાડી શકે, નવી ખેત પદ્ધતિઓથી અવગત કરી શકે તેમજ ખેડૂતોની સમસ્યાઓને આધારે સંશોધનો કરી શકે તેવા શુભ આશય સાથે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ ૨૦૦૫માં કૃષિ મહોત્સવની નવી પરંપરા શરુ કરી હતી. કૃષિ ક્ષેત્રના સર્વાંગી વિકાસ માટે શરુ થયેલી આ પરંપરાને સુપેરે આગળ ધપાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગ દ્વારા “રવિ કૃષિ મહોત્સવ-૨૦૨૪”નું આયોજન કરવામાં આવ્યું છે.
વૈજ્ઞાનિકો-તજજ્ઞો વચ્ચેનું અંતર દૂર થયું
કૃષિ મહોત્સવે વડાપ્રધાનના ‘લેબ ટુ લેન્ડ’ના મંત્રને ખરા અર્થમાં સાકાર કર્યો છે, તેમ જણાવી મંત્રી પટેલે ઉમેર્યું હતું કે, કૃષિ મહોત્સવના આયોજનથી ખેડૂતો અને કૃષિ વૈજ્ઞાનિકો-તજજ્ઞો વચ્ચેનું અંતર દૂર થયું છે. રાજ્ય સરકારના આ આયોજનથી કૃષિ વૈજ્ઞાનિકોને ખેડૂતોની વાસ્તવિક પરિસ્થિતિ સમજવામાં સરળતા થઇ તેમજ ખેડૂતોની સમસ્યાને અનુરૂપ સંશોધનો કરવામાં પણ તેમને સફળતા મળી. કૃષિ મહોત્સવ કાર્યક્રમ એ દેશભરમાં વડાપ્રધાનના એક આગવા વિઝનથી શરુ થયેલો એક અનન્ય કાર્યક્રમ છે, જેના માધ્યમથી ગુજરાતના ખેડૂતોની આવકમાં પણ અનેકગણી વૃદ્ધિ થઇ છે. આ રવિ કૃષિ મહોત્સવમાં વધુમાં વધુ ખેડૂતોને ભાગ લેવા માટે મંત્રીશ્રીએ અનુરોધ કર્યો હતો.
એવોર્ડ એનાયત કરાશે
કાર્યક્રમ અંગે વિસ્તૃત સમજ આપતા કૃષિ મંત્રીએ કહ્યું કે, આ બે દિવસીય મહોત્સવમાં વિવિધ ટેક્નીકલ માર્ગદર્શન સેમીનાર, પ્રાકૃતિક ખેતીનું નિદર્શન, આધુનિક કૃષિ ટેકનોલોજીનું નિદર્શન-પ્રદર્શન, પ્રાકૃતિક કૃષિના મોડેલ ફાર્મની મુલાકાત અને પશુ આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. સાથો-સાથ રાજ્યના પ્રગતીશીલ ખેડૂતોને સરદાર પટેલ કૃષિ સંશોધન પુરસ્કાર તથા આત્મા બેસ્ટ ફાર્મરના એવોર્ડ પણ આ કાર્યક્રમ દરમિયાન એનાયત કરવામાં આવશે.
ખેડૂતોને માર્ગદર્શન આપવામાં આવશે
આ ઉપરાંત કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો દ્રારા પ્રાકૃતિક અને સસ્ટેનેબલ ફાર્મિંગ, ખેતી અને બાગાયતી પાકોમાં મૂલ્યવર્ધન, બાગાયતી પાકો સાથે મિક્સ ફાર્મિંગ, પ્રાકૃતિક ખેતી, પ્રીસીઝન ફાર્મિંગ, કૃષિ અને બાગાયતી પાકોમાં આધુનિક તાંત્રિકતા વિશે માર્ગદર્શન, મિલેટ પાકોમાં મૂલ્યવર્ધન, સફળ પશુપાલન જેવા વિવિધ વિષયો ઉપર ખેડૂતોને માર્ગદર્શન આપવામાં આવશે. સાથે જ, ખેડૂતોને સબંધિત વિસ્તારમાં થતા પાકો અંગે માર્ગદર્શન તથા તેમના પ્રશ્નોનું નિરાકરણ આપવાનું પણ રાજ્ય સરકારે આયોજન કર્યું છે. આ બે દિવસીય મહોત્સવમાં ગુજરાતને કૃષિ ક્ષેત્રે નંબર-૧ બનાવવા માટે ચિંતન અને વિવિધ પ્રયાસો કરવામાં આવશે, તેમ તેમણે ઉમેર્યુ હતું.