Porbandar એરપોર્ટનો કરોડો રૂપિયાનો વેરો બાકી, ઓથોરિટી મૂકાઈ ચિંતામાં

પોરબંદરના એરપોર્ટને વિકસિત કરવા માટે સરકાર કરોડો રૂપિયા ખર્ચ કરવા માટે તૈયારીઓ કરી છે પરંતુ પોરબંદર એરપોર્ટ પર 3 વર્ષ થી 3,69,53,417 વેરો બાકી હોવાથી એરપોર્ટની સમસ્યાઓ વધી રહી છે.પોરબંદર પાલિકા દ્વારા પણ એરપોર્ટને વેરા ભરવા બાબતે નોટિસ આપી હતી તે છતાં પણ એરપોર્ટ ઓર્થોરીટી દ્વારા નોટિસને ગંભીરતાથી ન લેવાના કારણે હવે ત્રણ વર્ષનો વેરો એકઠો થઈ ગયો છે. ત્રણ વર્ષનો વેરો બાકી 3 વર્ષનો વેરો જેમાં વર્ષ 22-23, 23-24 અને 24-25 નો વેરો બાકી હોવાથી એરપોર્ટ ના ડાયરેક્ટરે પાલિકાના અધિકારીઓ સાથે મુલાકાત પણ કરી હતી.પોરબંદરના એરપોર્ટ પર દર મહિને 80 થી 90 લાખ જેટલો મેન્ટેનન્સનો ખર્ચ આવતો હોય છે તેમાં પણ હવે પાલિકાને 3.69 કરોડથી વધુની રકમ નો વેરો ચૂકવવા માટે પોરબંદર એરપોર્ટ ઓથોરિટી ફાફા મારી રહી છે.પોરબંદર એરપોર્ટ ના ડાયરેક્ટર વેરા બાબતે ઉચ્ચ કક્ષાએ જાણ કરી અને પાલિકાને કઈ રીતે વેરો ચુકવવો તે બાબતે આગળની કાર્યવાહી કરશે. વેરાને લઈ વધી ચિંતા પોરબંદર એરપોર્ટ પર ત્રણ વર્ષનો વેરો બાકી હોવાથી એરપોર્ટ ઓથોરિટીને ચિંતા વધી છે,આ એરપોર્ટ એવું એરપોર્ટ છે કે જયાં ફલાઈટની અવર-જવર પણ ઓછી રહેતી હોય છે ત્યારે તંત્ર દ્રારા અગામી દિવસોમાં શું નિર્ણય લેવામાં આવે છે તે જોવાનું રહ્યું,મહત્વનું છે કે આ વેરાને લઈ અગાઉ પણ ચર્ચા કરવામાં આવી હતી પરંતુ ત્યારે પણ કોઈ રસ્તો નિકળ્યો ન હતો અને વાત ત્રણ વર્ષ સુધી પહોંચી ગઈ જેના કારણે એરપોર્ટ ઓથોરિટીનું તંત્ર દોડધામ કરી રહ્યું છે. રાજકોટ એરપોર્ટમાં પણ કરાયો અધધ ખર્ચ રાજકોટ ખાતે આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું લોકાર્પણ 27 જુલાઈ, 2023ના રોજ કરવામાં આવ્યું હતું પરંતુ 14 મહિનાનો સમય પસાર થઈ ગયો હોવા છતાં એક પણ ઇન્ટરનેશનલ ફ્લાઇટે અહીંથી ઉડાન ભરી નથી. આ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ માટે અંદાજિત 1405 કરોડ રૂપિયા ખર્ચની જોગવાઈ કરવામાં આવી હતી, જે પૈકી ઓગસ્ટ 2024 સુધીમાં 1271.34 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં એરપોર્ટ તૈયાર કરવામાં 90 ટકાથી વધુનો ખર્ચ કરવામાં આવ્યો છે.  

Porbandar એરપોર્ટનો કરોડો રૂપિયાનો વેરો બાકી, ઓથોરિટી મૂકાઈ ચિંતામાં

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

પોરબંદરના એરપોર્ટને વિકસિત કરવા માટે સરકાર કરોડો રૂપિયા ખર્ચ કરવા માટે તૈયારીઓ કરી છે પરંતુ પોરબંદર એરપોર્ટ પર 3 વર્ષ થી 3,69,53,417 વેરો બાકી હોવાથી એરપોર્ટની સમસ્યાઓ વધી રહી છે.પોરબંદર પાલિકા દ્વારા પણ એરપોર્ટને વેરા ભરવા બાબતે નોટિસ આપી હતી તે છતાં પણ એરપોર્ટ ઓર્થોરીટી દ્વારા નોટિસને ગંભીરતાથી ન લેવાના કારણે હવે ત્રણ વર્ષનો વેરો એકઠો થઈ ગયો છે.

ત્રણ વર્ષનો વેરો બાકી

3 વર્ષનો વેરો જેમાં વર્ષ 22-23, 23-24 અને 24-25 નો વેરો બાકી હોવાથી એરપોર્ટ ના ડાયરેક્ટરે પાલિકાના અધિકારીઓ સાથે મુલાકાત પણ કરી હતી.પોરબંદરના એરપોર્ટ પર દર મહિને 80 થી 90 લાખ જેટલો મેન્ટેનન્સનો ખર્ચ આવતો હોય છે તેમાં પણ હવે પાલિકાને 3.69 કરોડથી વધુની રકમ નો વેરો ચૂકવવા માટે પોરબંદર એરપોર્ટ ઓથોરિટી ફાફા મારી રહી છે.પોરબંદર એરપોર્ટ ના ડાયરેક્ટર વેરા બાબતે ઉચ્ચ કક્ષાએ જાણ કરી અને પાલિકાને કઈ રીતે વેરો ચુકવવો તે બાબતે આગળની કાર્યવાહી કરશે.


વેરાને લઈ વધી ચિંતા

પોરબંદર એરપોર્ટ પર ત્રણ વર્ષનો વેરો બાકી હોવાથી એરપોર્ટ ઓથોરિટીને ચિંતા વધી છે,આ એરપોર્ટ એવું એરપોર્ટ છે કે જયાં ફલાઈટની અવર-જવર પણ ઓછી રહેતી હોય છે ત્યારે તંત્ર દ્રારા અગામી દિવસોમાં શું નિર્ણય લેવામાં આવે છે તે જોવાનું રહ્યું,મહત્વનું છે કે આ વેરાને લઈ અગાઉ પણ ચર્ચા કરવામાં આવી હતી પરંતુ ત્યારે પણ કોઈ રસ્તો નિકળ્યો ન હતો અને વાત ત્રણ વર્ષ સુધી પહોંચી ગઈ જેના કારણે એરપોર્ટ ઓથોરિટીનું તંત્ર દોડધામ કરી રહ્યું છે.

રાજકોટ એરપોર્ટમાં પણ કરાયો અધધ ખર્ચ

રાજકોટ ખાતે આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું લોકાર્પણ 27 જુલાઈ, 2023ના રોજ કરવામાં આવ્યું હતું પરંતુ 14 મહિનાનો સમય પસાર થઈ ગયો હોવા છતાં એક પણ ઇન્ટરનેશનલ ફ્લાઇટે અહીંથી ઉડાન ભરી નથી. આ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ માટે અંદાજિત 1405 કરોડ રૂપિયા ખર્ચની જોગવાઈ કરવામાં આવી હતી, જે પૈકી ઓગસ્ટ 2024 સુધીમાં 1271.34 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં એરપોર્ટ તૈયાર કરવામાં 90 ટકાથી વધુનો ખર્ચ કરવામાં આવ્યો છે.