ઉછીના રૃપિયા આપવાની ના પાડતાં મહિલા સહિત ચાર લોકોને આડેધડ ચાકુના ઘા માર્યા
અમદાવાદ, શનિવારપૂર્વ વિસ્તારમાં આસામાજિક તત્વો માથુ ઉચકીને લોકો ઉપર હુમલા કરી રહ્યા છે, ગઇકાલે ગોમતીપુર બાદ ઠક્કરનગરમાં ઉછીના રૃપિયા આપવાની ના પાડતાં પડોશમાં રહેતા પાંચ લોકોએ મહિલા સહિત પરિવારના ચાર લોકો ઉપર હુમલો કર્યો હતો જેમાં પિતા અને પુત્ર સહિતને આડેધડ ચાકુના ઘા મારીને લોહી લુહાણ કર્યા હતા. તમામ લોકો સિવિલમાં બેભાન હાલતમાં સારવાર હેઠળ છે. આ બનાવ અંગે કૃષ્ણનગર પોલીસે પાંચ લોકો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.પતિ ક્યાં છે આજે તો મારી નાંખવાનો છે કહી મહિલાને લાકડીથી માર્યા બાદ પિતા- પુત્ર સહિત ત્રણને અસંખ્ય ચાકુના ઘા માર્યા ઃ બેભાન હાલતમાં સારવાર હેઠળઠક્કરનગર ખાતે ચામુંડાની ચાલીમાં રહેતી 32 વર્ષની મહિલાએ કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ચમકચૂના પાસે રહેતા પાંચ લોકો સામે ફરિયાદ નોંધાવી છે કે ગઇકાલે બપોરે મહિલાના પતિ ઘરે હાજર હતા ત્યારે આરોપીઓ આવ્યા હતા અને ઉછીના રૃપિયાની માંગણી કરી હતી જેથી મહિલાના પતિએ રૃપિયા આપવાની ના પાડી હતી. જેથી તેઓ ત્યાંથી જતા રહ્યા હતા દરમિયાન રાત્રે ૮.૩૦ વાગે આરોપીઓ તેમના ઘર પાસે આવ્યા હતા અને મહિલાને તારો પતિ ક્યાંછે બહાર કાઢ આજે તો મારી નાંખવો છે કહીને ગોળો બોલવા લાગ્યા હતા.જેથી મહિલા અને તેમના સસરા તથા દિયર અને પતિના મિત્રએ ગાળો બોલવાની ના પાડતાં ઉશ્કેરાઇને મહીલાને લાકડીથી માર માર્યા બાદ દિયરને આરોપીઓ વારા ફરતી ચાકુ મારતાં તે નીચે પડી ગયા હતા તેમને પકડીને માર માર્યો હતો તેમજ છોડાવવા વચ્ચે પડતાં તેમના સસરા અને પતિને મિત્રને પણ ચાકુના ઘા મારીને લોહી લુહાણ કરીને આરોપીઓ ધમકી આપીને નાસી ગયા હતા. ગંભીર રીતે ઘાયલ તમામ લોકો સિવિલમાં બેભાન હાલતમાં સારવાર હેઠળ છે તેમને આપરેશન કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. આ ઘટના અંગે કૃષ્ણનગર પોલીસે પાંચ લોકો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદ, શનિવાર
પૂર્વ વિસ્તારમાં આસામાજિક તત્વો માથુ ઉચકીને લોકો ઉપર હુમલા કરી રહ્યા છે, ગઇકાલે ગોમતીપુર બાદ ઠક્કરનગરમાં ઉછીના રૃપિયા આપવાની ના પાડતાં પડોશમાં રહેતા પાંચ લોકોએ મહિલા સહિત પરિવારના ચાર લોકો ઉપર હુમલો કર્યો હતો જેમાં પિતા અને પુત્ર સહિતને આડેધડ ચાકુના ઘા મારીને લોહી લુહાણ કર્યા હતા. તમામ લોકો સિવિલમાં બેભાન હાલતમાં સારવાર હેઠળ છે. આ બનાવ અંગે કૃષ્ણનગર પોલીસે પાંચ લોકો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પતિ ક્યાં છે આજે તો મારી નાંખવાનો છે કહી મહિલાને લાકડીથી માર્યા બાદ પિતા- પુત્ર સહિત ત્રણને અસંખ્ય ચાકુના ઘા માર્યા ઃ બેભાન હાલતમાં સારવાર હેઠળ
ઠક્કરનગર ખાતે ચામુંડાની ચાલીમાં રહેતી 32 વર્ષની મહિલાએ કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ચમકચૂના પાસે રહેતા પાંચ લોકો સામે ફરિયાદ નોંધાવી છે કે ગઇકાલે બપોરે મહિલાના પતિ ઘરે હાજર હતા ત્યારે આરોપીઓ આવ્યા હતા અને ઉછીના રૃપિયાની માંગણી કરી હતી જેથી મહિલાના પતિએ રૃપિયા આપવાની ના પાડી હતી. જેથી તેઓ ત્યાંથી જતા રહ્યા હતા દરમિયાન રાત્રે ૮.૩૦ વાગે આરોપીઓ તેમના ઘર પાસે આવ્યા હતા અને મહિલાને તારો પતિ ક્યાંછે બહાર કાઢ આજે તો મારી નાંખવો છે કહીને ગોળો બોલવા લાગ્યા હતા.
જેથી મહિલા અને તેમના સસરા તથા દિયર અને પતિના મિત્રએ ગાળો બોલવાની ના પાડતાં ઉશ્કેરાઇને મહીલાને લાકડીથી માર માર્યા બાદ દિયરને આરોપીઓ વારા ફરતી ચાકુ મારતાં તે નીચે પડી ગયા હતા તેમને પકડીને માર માર્યો હતો તેમજ છોડાવવા વચ્ચે પડતાં તેમના સસરા અને પતિને મિત્રને પણ ચાકુના ઘા મારીને લોહી લુહાણ કરીને આરોપીઓ ધમકી આપીને નાસી ગયા હતા. ગંભીર રીતે ઘાયલ તમામ લોકો સિવિલમાં બેભાન હાલતમાં સારવાર હેઠળ છે તેમને આપરેશન કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. આ ઘટના અંગે કૃષ્ણનગર પોલીસે પાંચ લોકો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.