Banaskanthaના પાલનપુરમાં રખડતા ઢોરે રોડ વચ્ચે જમાવ્યો અડીંગો,લોકોને પડી રહી છે મુશ્કેલી

પાલનપુરના રોડ રસ્તા પર રખડતા ઢોરની વધી સમસ્યા નગરપાલિકા ઢોરને જોવે છે છત્તા નથી કરી રહી કામગીરી સ્થાનિકોને ઘરની બહાર નિકળવામાં પડી રહી છે તકલીફ બનાસકાંઠા જિલ્લા મથક પાલનપુર શહેર સહીત હાઇવે પર રખડતા ઢોરનો ત્રાસ દિવસે ને દિવસે વકરી રહ્યો છે. જે પ્રકારે આ રખડતા ઢોર મુશ્કેલીઓ સર્જે છે લોકો મોતને ભેટે છે.પરંતુ તંત્ર પાસે અથવા પાલિકાઓ પાસે એવી કોઈ નીતિ નથી કે આ રખડતા ઢોરની સમસ્યાનો નિકાલ કરી શકે માત્ર બહાના સિવાય કોઈ વાત નથી અને જેને કારણે લોકો મોતને ભેટી રહ્યા છે. ઢોરની વધી સમસ્યા બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરમાં છેલ્લા કેટલાક દિવસોથી રખડતા ઢોરોનો ત્રાસ દિવસેને દિવસે વકરતો જઇ રહ્યો છે.પાલનપુરનો શહેરી વિસ્તાર હોય કે હાઇવે તમામ જગ્યાએ રખડતા ઢોરોએ અડીંગો જમાવી દીધો છે.શહેરના ધણીયાના ચોકડી,ગઠામણ દરવાજા, દિલ્હી ગેટ,સીમલા ગેટ સહિતના વિસ્તારોમાં રખડતા ઢોરો રસ્તા વચ્ચે અડીંગો જમાવી દેતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે તો સાથે જ પાલનપુર આબુ, પાલનપુર અમદાવાદ સહિતના રસ્તાઓ પણ જાણે ગૌચર બની ગયા હોય તેમ રસ્તા ઉપર ખુલ્લેઆમ ઢોરોએ પોતાની બેઠક જમાવી દીધી છે. લોકોમાં જોવા મળ્યો રોષ તેને જ કારણે હાઇવે પરથી વાહન લઈ પસાર થતા વાહન ચાલકો પણ મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે જોકે પાલનપુર જિલ્લાના અનેક વિસ્તારોમાં રખડતા ઢોરોના ત્રાસને કારણે અનેક લોકોને પોતાના જીવ ગુમાવવાના વારા આવ્યા છે તો સાથે જ માર્ગો ઉપર ખુલ્લેઆમ બેસતા આ રખડતા ઢોરોને કારણે અનેક અકસ્માતો સર્જાઈ ચૂક્યા છે તેમ છતાં તંત્ર જાણે અજાણ હોય તેમ આંખ આડા કાન કરી રહ્યું છે અને તેને લઈને લોકોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે. આ સમસ્યા રોજની છે મહત્વની વાત છે કે રખડતા ઢોરોના ત્રાસને કારણે અનેક વાર સ્થાનિકોએ તંત્રને રજૂઆત કરી તેમ છતાં આજ દિન સુધી તંત્ર કોઈ ઉકેલ લાવી શક્યું નથી.તંત્ર ઢોર પકડવાના મસ મોટા દાવો કરી રહ્યું છે પરંતુ તે બાદ કોઈ કામગીરી થતી નથી અને તેને જ કારણે લોકો આ રખડતા ઢોરોની હાલાકી ભોગવવા મજબૂર બન્યા છે.ત્યારે વહેલી તકે તંત્ર જાગે અને આ રખડતા ઢોરોના ત્રાસ માંથી શહેરીજોનો સહિત હાઇવે પરથી પસાર થતા વાહન ચાલકોને મુક્તિ અપાવે તેવી સૌ કોઈ માંગ કરી રહ્યું છે. પાલિકાએ હાથ કર્યા અધ્ધર જોકે રખડતા ઢોરોને પકડવાની જવાબદારી પાલનપુર નગરપાલિકાની છે પરંતુ નગરપાલિકા પાસેથી આ રખડતા ઢોરો પકડવા માટે કોઈ કોન્ટ્રાક્ટર લેવા જ તૈયાર નથી.મહત્વની વાત છે કે શહેરમાં કોઈ ગૌચરની જગ્યા બચી નથી કે જ્યાં ઢોર વાડો બનાવી શકાય અને ઢોરો મૂકી શકાય. ત્યારે હવે જો કોઈ કોન્ટ્રાક્ટર ઢોર પકડે તો તેને તે ઢોરને સાચવવું તો ક્યાં તે એક મોટો સવાલ છે અને તેને જ કારણે કોઈ કોન્ટ્રાક્ટર કોન્ટ્રાક્ટ લેવા તૈયાર નથી અને પાલિકા દર વખતે કોન્ટ્રાક્ટરનું બહાનું કાઢી પોતાની જવાબદારીમાંથી હાથ અધ્ધર કરી રહી છે.

Banaskanthaના પાલનપુરમાં રખડતા ઢોરે રોડ વચ્ચે જમાવ્યો અડીંગો,લોકોને પડી રહી છે મુશ્કેલી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • પાલનપુરના રોડ રસ્તા પર રખડતા ઢોરની વધી સમસ્યા
  • નગરપાલિકા ઢોરને જોવે છે છત્તા નથી કરી રહી કામગીરી
  • સ્થાનિકોને ઘરની બહાર નિકળવામાં પડી રહી છે તકલીફ

બનાસકાંઠા જિલ્લા મથક પાલનપુર શહેર સહીત હાઇવે પર રખડતા ઢોરનો ત્રાસ દિવસે ને દિવસે વકરી રહ્યો છે. જે પ્રકારે આ રખડતા ઢોર મુશ્કેલીઓ સર્જે છે લોકો મોતને ભેટે છે.પરંતુ તંત્ર પાસે અથવા પાલિકાઓ પાસે એવી કોઈ નીતિ નથી કે આ રખડતા ઢોરની સમસ્યાનો નિકાલ કરી શકે માત્ર બહાના સિવાય કોઈ વાત નથી અને જેને કારણે લોકો મોતને ભેટી રહ્યા છે.

ઢોરની વધી સમસ્યા

બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરમાં છેલ્લા કેટલાક દિવસોથી રખડતા ઢોરોનો ત્રાસ દિવસેને દિવસે વકરતો જઇ રહ્યો છે.પાલનપુરનો શહેરી વિસ્તાર હોય કે હાઇવે તમામ જગ્યાએ રખડતા ઢોરોએ અડીંગો જમાવી દીધો છે.શહેરના ધણીયાના ચોકડી,ગઠામણ દરવાજા, દિલ્હી ગેટ,સીમલા ગેટ સહિતના વિસ્તારોમાં રખડતા ઢોરો રસ્તા વચ્ચે અડીંગો જમાવી દેતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે તો સાથે જ પાલનપુર આબુ, પાલનપુર અમદાવાદ સહિતના રસ્તાઓ પણ જાણે ગૌચર બની ગયા હોય તેમ રસ્તા ઉપર ખુલ્લેઆમ ઢોરોએ પોતાની બેઠક જમાવી દીધી છે.


લોકોમાં જોવા મળ્યો રોષ

તેને જ કારણે હાઇવે પરથી વાહન લઈ પસાર થતા વાહન ચાલકો પણ મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે જોકે પાલનપુર જિલ્લાના અનેક વિસ્તારોમાં રખડતા ઢોરોના ત્રાસને કારણે અનેક લોકોને પોતાના જીવ ગુમાવવાના વારા આવ્યા છે તો સાથે જ માર્ગો ઉપર ખુલ્લેઆમ બેસતા આ રખડતા ઢોરોને કારણે અનેક અકસ્માતો સર્જાઈ ચૂક્યા છે તેમ છતાં તંત્ર જાણે અજાણ હોય તેમ આંખ આડા કાન કરી રહ્યું છે અને તેને લઈને લોકોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે.

આ સમસ્યા રોજની છે

મહત્વની વાત છે કે રખડતા ઢોરોના ત્રાસને કારણે અનેક વાર સ્થાનિકોએ તંત્રને રજૂઆત કરી તેમ છતાં આજ દિન સુધી તંત્ર કોઈ ઉકેલ લાવી શક્યું નથી.તંત્ર ઢોર પકડવાના મસ મોટા દાવો કરી રહ્યું છે પરંતુ તે બાદ કોઈ કામગીરી થતી નથી અને તેને જ કારણે લોકો આ રખડતા ઢોરોની હાલાકી ભોગવવા મજબૂર બન્યા છે.ત્યારે વહેલી તકે તંત્ર જાગે અને આ રખડતા ઢોરોના ત્રાસ માંથી શહેરીજોનો સહિત હાઇવે પરથી પસાર થતા વાહન ચાલકોને મુક્તિ અપાવે તેવી સૌ કોઈ માંગ કરી રહ્યું છે.

પાલિકાએ હાથ કર્યા અધ્ધર

જોકે રખડતા ઢોરોને પકડવાની જવાબદારી પાલનપુર નગરપાલિકાની છે પરંતુ નગરપાલિકા પાસેથી આ રખડતા ઢોરો પકડવા માટે કોઈ કોન્ટ્રાક્ટર લેવા જ તૈયાર નથી.મહત્વની વાત છે કે શહેરમાં કોઈ ગૌચરની જગ્યા બચી નથી કે જ્યાં ઢોર વાડો બનાવી શકાય અને ઢોરો મૂકી શકાય. ત્યારે હવે જો કોઈ કોન્ટ્રાક્ટર ઢોર પકડે તો તેને તે ઢોરને સાચવવું તો ક્યાં તે એક મોટો સવાલ છે અને તેને જ કારણે કોઈ કોન્ટ્રાક્ટર કોન્ટ્રાક્ટ લેવા તૈયાર નથી અને પાલિકા દર વખતે કોન્ટ્રાક્ટરનું બહાનું કાઢી પોતાની જવાબદારીમાંથી હાથ અધ્ધર કરી રહી છે.