Dhandhuka: અમદાવાદ જિલ્લાની 3 પાલિકામાં જામશે પ્રચાર યુદ્ધ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદ જિલ્લાની બાવળા, ધંધૂકા અને સાણંદ નગરપાલિકા માટે મંગળવારે ફોર્મ પરત ખેંચવાના દિવસે સાણંદ અને બાવળામાં રાજકીય ભૂકંપ જોવા મળ્યો હતો. જ્યારે ધંધૂકામાં ભાજપ અને કોંગ્રેસ તમામ બેઠકો પર ચૂંટણી લડશે. તો ધંધૂકામાં વોર્ડ-2,3,4માં કુલ 4 અપક્ષ ઉમેદવારો પણ નસીબ અજમાવશે.
સાણંદ ખાતે કોંગ્રેસના બે માન્ય ઉમેદવારોએ ફોર્મ પાછા ખેંચ્યા હતા. તો આમ આદમી પાર્ટીના પાંચ ઉમેદવારોએ ઉમેદવારી પાછી ખેંચતા ભાજપ ગેલમાં આવી ગયું હતું. બાવળા નગરપાલિકાના રસાકસીભર્યા ચૂંટણી જંગમાં વોર્ડ નં. 7માં ભાજપના ઉમેદવારે ફોર્મ પાછું ખેંચતા મોટો અપસેટ સર્જાયો હતો. જો કે પ્રાંત અધિકારીએ ઉમેદવારના ઘરે નોટિસ પાઠવી તેમની સહી મેચ થતી ના હોવાની વાત જણાવી હતી. આમ બાવળામાં ભાજપના ઉમેદવારે ફોર્મ પાછું ખેંચતા મોટો ભૂકંપ સર્જાયો છે.
બાવળાના વોર્ડ નં. 7માં ભાજપના ઉમેદવારે ફોર્મ પરત ખેંચ્યું તો ચૂંટણી અધિકારીએ યથાવત્ રાખ્યું !
બાવળા નગરપાલિકાના રસાકસીભર્યા ચૂંટણી જંગમાં ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે મોટો અપસેટ સર્જાયો હતો. જેમાં શહેરના વોર્ડ - 7ના ભાજપના ઉમેદવારે પ્રાંત અધિકારી સમક્ષ ઉમેદવારી પાછી ખેંચતા રાજકીય ભૂકંપ સર્જાયો હતો. જો કે સમગ્ર મામલે ટ્વીસ્ટ બપોરે આવ્યો હતો. જેમાં વધુમાં મળતી માહિતી મુજબ પ્રાંત અધિકારીએ ભાજપના ઉમેદવાર કે જેમણે ઉમેદવારી પાછી ખેંચી હતી તેમને નોટિસ મોકલી તેમની સહી મેચ થતી નથી. તેવું જણાવતા કોંગ્રેસ દ્વારા પ્રાંત અધિકારીની ભૂમિકાને લઈ સવાલો ઉભા કરવામાં આવ્યા હતા. સમગ્ર મામલે વિવાદનું કેન્દ્ર બનેલા પ્રાંત અધિકારી હિતેશ જોષી નોટિસ મોકલ્યા બાદ બાવળા ખાતેથી અચાનક ધોળકા કચેરી ખાતે પહોંચી ગયા હતા.
જિલ્લાની ત્રણ પાલિકાની ચૂંટણીમાં અંતિમ ચિત્ર
ધંધૂકા પાલિકા : 7 વોર્ડ, કુલ 28 બેઠકો, ભાજપ - 28, કોંગ્રેસ- 28 ઉમેદવારો
વોર્ડ નં. 2માં ભાજપના નારાજ બે અપક્ષ ઉમેદવાર પાલિકાના પૂર્વ પ્રમુખ હર્ષદ ચાવડાના પત્ની મધુબેન ચાવડા તથા પૂર્વ કારોબારી ચેરમેન ભદુભાઈ મહારાજ દ્વારા અપક્ષ ઉમેદવારી કરવામાં આવી છે.
વોર્ડ નં. 3માં એક અને વોર્ડ નં. 4માં એક અપક્ષ ઉમેદવાર મેદાનમાં
સાણંદ પાલિકા : પાલિકાની ત્રણ બેઠકો પર ભાજપ બિનહરીફ્ જાહેર
વોર્ડ-3 ની ત્રણ બેઠકો પર ભાજપ બિનહરીફ્ વિજેતા
ચૂંટણી પહેલા ભાજપનું ખાતું ખુલી ગયું
સાણંદ તાલુકા પંચાયતની ફાંગડી અને દસક્રોઈ તાલુકાની વાંચ બેઠક બિનહરીફ્ ભાજપને ફાળે.
પાલિકામાં ભાજપના 28 ઉમેદવારો જ્યારે કોંગ્રેસના 23 ઉમેદવારો મેદાનમાં છે ત્યારે આગામી તા. 16મીએ મતદારો પોતાની પસંદના ઉમેદવારોની ઇવીએમમાં મત નાંખી પસંદગી કરશે.
What's Your Reaction?






