Vadodara: ટ્રકચાલકે આધેડને કચડ્યો, 50 વર્ષના આધેડનું કમકમાટી ભર્યું મોત

વડોદરા જિલ્લાના પાદરામાં અકસ્માતની ઘટનાના CCTV સામે આવ્યા છે. જેમાં ટ્રક ચાલકની સામાન્ય ભૂલના કારણે 50 વર્ષીય આધેડનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું છે. આ બનાવ અંગે વડુ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ટ્રકે ટક્કર મારતા આધેડનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું વડોદરાના પાદરા જંબુસર હાઈવે પર સહયોગ હોટલના કમ્પાઉન્ડમાં આ ઘટના બની હતી. જેમાં ટ્રકચાલકની બેદરકારીના કારણે 50 વર્ષીય કૌશિક લક્ષ્મણરાવ ભુસાળનું ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. મૃતક વ્યક્તિ વડોદરા શહેરનાં સોમા તળાવ પાસે આવેલી રૂદ્રાક્ષ રેસિડેન્સી પાસે રૂદ્રાક્ષ હાઇટમાં રહેતો હતો. આ ઘટનાને અંજામ આપનાર ટ્રક ચાલકને વડુ પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી વધુ કાર્યવાહી હાથ ધરી છે. અકસ્માતની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદઆ અકસ્માતની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. જેમાં 50 વર્ષના કૌશિકભાઈ રોડ પરથી પસાર થઈ રહ્યા હતા. તે દરમિયાન એકાએક ટ્રક તેઓની ઉપર આવી ગઈ હતી અને તેઓ અચાનક નીચે પટકાઈ પડે છે. જ્યાં ટ્રકના આગળના ટાયરના પૈડા ફરી વળે છે અને તેઓને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા તેઓનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું. આ બનાવ બાદ આરોપી ડ્રાઇવર ટ્રક છોડીને ફરાર થઈ ગયો હતો. પોલીસે ટ્રકચાલકને ઝડપી પાડ્યો આ સમગ્ર બનાવને લઈ આસપાસના લોકો દોડી આવ્યા હતા. આ સમગ્ર મામલે સ્થાનિક લોકો દ્વારા વડુ પોલીસને જાણ કરતા તાત્કાલિક પોલીસનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. મૃતક વ્યક્તિના મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પોલીસે અકસ્માત નોતરનાર ફરાર ટ્રકચાલકને ગણતરીના કલાકોમાં ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

Vadodara: ટ્રકચાલકે આધેડને કચડ્યો, 50 વર્ષના આધેડનું કમકમાટી ભર્યું મોત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

વડોદરા જિલ્લાના પાદરામાં અકસ્માતની ઘટનાના CCTV સામે આવ્યા છે. જેમાં ટ્રક ચાલકની સામાન્ય ભૂલના કારણે 50 વર્ષીય આધેડનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું છે. આ બનાવ અંગે વડુ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ટ્રકે ટક્કર મારતા આધેડનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું

વડોદરાના પાદરા જંબુસર હાઈવે પર સહયોગ હોટલના કમ્પાઉન્ડમાં આ ઘટના બની હતી. જેમાં ટ્રકચાલકની બેદરકારીના કારણે 50 વર્ષીય કૌશિક લક્ષ્મણરાવ ભુસાળનું ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. મૃતક વ્યક્તિ વડોદરા શહેરનાં સોમા તળાવ પાસે આવેલી રૂદ્રાક્ષ રેસિડેન્સી પાસે રૂદ્રાક્ષ હાઇટમાં રહેતો હતો. આ ઘટનાને અંજામ આપનાર ટ્રક ચાલકને વડુ પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

અકસ્માતની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ

આ અકસ્માતની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. જેમાં 50 વર્ષના કૌશિકભાઈ રોડ પરથી પસાર થઈ રહ્યા હતા. તે દરમિયાન એકાએક ટ્રક તેઓની ઉપર આવી ગઈ હતી અને તેઓ અચાનક નીચે પટકાઈ પડે છે. જ્યાં ટ્રકના આગળના ટાયરના પૈડા ફરી વળે છે અને તેઓને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા તેઓનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું. આ બનાવ બાદ આરોપી ડ્રાઇવર ટ્રક છોડીને ફરાર થઈ ગયો હતો.

પોલીસે ટ્રકચાલકને ઝડપી પાડ્યો

આ સમગ્ર બનાવને લઈ આસપાસના લોકો દોડી આવ્યા હતા. આ સમગ્ર મામલે સ્થાનિક લોકો દ્વારા વડુ પોલીસને જાણ કરતા તાત્કાલિક પોલીસનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. મૃતક વ્યક્તિના મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પોલીસે અકસ્માત નોતરનાર ફરાર ટ્રકચાલકને ગણતરીના કલાકોમાં ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.