બારોબાર વેચાણ માટે લઈ જવાતો સરકારી અનાજનો જથ્થો ઝડપાયો
પંચમહાલ જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા ગોધરા શહેરના અમદાવાદ રોડ પરથી અનાજના જથ્થા સાથે રૂ.3 લાખ ઉપરાંતનો મુદ્દામાલ સાથે પરવાનેદારની અટકાયત કરીને 90 દિવસ માટે પરવાનો રદ કર્યો હતો.પંચમહાલ જિલ્લા પુરવઠા અધિકારી અને નાયબ કલેકટર એચ.ટી.મકવાણાને અને જિલ્લાની ટીમને બાતમી મળી હતી કે, છેલ્લા ત્રણ દિવસથી નાનીકાંટડી (બગીડોળ) પરવાનેદાર કામિનીબેન તેજશકુમાર શાહનો દિકરો કુંજ તેજશ શાહ દરરોજ રેશનકાર્ડ ધારકોને ઓછું અનાજ આપી વધ પડેલ સરકારી અનાજનો જથ્થો બારોબાર સગેવગે કરવામાં આવે છે.જે જથ્થો FPSમાંથી પોતાની ઇકો ગાડીમાં લઈ જવામાં આવી રહ્યો છે. જે બાતમીના આધારે સિમલા રોડ પર વોચ-ગોઠવતા બાતમી મુજબની ગાડી આવતાં લગભગ 2 કિ.મીનો પીછો કરી ઝડપી પાડી અને તપાસ કરતા સરકારી જથ્થો જેમાં ઘઉં 50 KG જેની બજાર કિંમત રૂા.1350 તથા ચણા 20 KG જેની બજાર કિંમત રૂા. 1800 અને 12 KG તેલના પાઉચ પણ મળી આવેલ છે. જેની બજાર કિંમત રૂા.2472 તેમજ ઇકો ગાડી રૂા.3 લાખ અને એક મોબાઈલ પણ સીઝ કરેલ છે.જેની બજાર કિંમત રૂપિયા 10,000 આમ કુલ મળી રૂપિયા 3,15,622નો મુદ્દામાલ જપ્ત કરી પરવાને દારનો તાત્કાલિક 90 દિવસ માટે પરવાનો રદ્દ કરી કાર્યવાહી હાથ ધરાઈ છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
પંચમહાલ જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા ગોધરા શહેરના અમદાવાદ રોડ પરથી અનાજના જથ્થા સાથે રૂ.3 લાખ ઉપરાંતનો મુદ્દામાલ સાથે પરવાનેદારની અટકાયત કરીને 90 દિવસ માટે પરવાનો રદ કર્યો હતો.
પંચમહાલ જિલ્લા પુરવઠા અધિકારી અને નાયબ કલેકટર એચ.ટી.મકવાણાને અને જિલ્લાની ટીમને બાતમી મળી હતી કે, છેલ્લા ત્રણ દિવસથી નાનીકાંટડી (બગીડોળ) પરવાનેદાર કામિનીબેન તેજશકુમાર શાહનો દિકરો કુંજ તેજશ શાહ દરરોજ રેશનકાર્ડ ધારકોને ઓછું અનાજ આપી વધ પડેલ સરકારી અનાજનો જથ્થો બારોબાર સગેવગે કરવામાં આવે છે.જે જથ્થો FPSમાંથી પોતાની ઇકો ગાડીમાં લઈ જવામાં આવી રહ્યો છે. જે બાતમીના આધારે સિમલા રોડ પર વોચ-ગોઠવતા બાતમી મુજબની ગાડી આવતાં લગભગ 2 કિ.મીનો પીછો કરી ઝડપી પાડી અને તપાસ કરતા સરકારી જથ્થો જેમાં ઘઉં 50 KG જેની બજાર કિંમત રૂા.1350 તથા ચણા 20 KG જેની બજાર કિંમત રૂા. 1800 અને 12 KG તેલના પાઉચ પણ મળી આવેલ છે. જેની બજાર કિંમત રૂા.2472 તેમજ ઇકો ગાડી રૂા.3 લાખ અને એક મોબાઈલ પણ સીઝ કરેલ છે.જેની બજાર કિંમત રૂપિયા 10,000 આમ કુલ મળી રૂપિયા 3,15,622નો મુદ્દામાલ જપ્ત કરી પરવાને દારનો તાત્કાલિક 90 દિવસ માટે પરવાનો રદ્દ કરી કાર્યવાહી હાથ ધરાઈ છે.