Gujarat Monsoon: છેલ્લા 24 કલાકમાં 67 તાલુકામાં મેઘ કહેર, ખેડૂતોની દિવાળી બગડી
દિવાળીના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે હજુ સુધી મેઘરાજાના ખમૈયાના કોઇ એંધાણ દેખાય રહ્યા નથી. તેવામાં રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 67 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સમગ્ર રાજ્યમાં વરસાદ જોવા મળી રહ્યો છે. ગઈકાલે સૌથી વધુ વરસાદ સુરતના કામરેજમાં અઢી ઈંચ ખાબક્યો હતો. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 67 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સમગ્ર રાજ્યમાં વરસાદ જોવા મળી રહ્યો છે. ગઈકાલે સૌથી વધુ વરસાદ સુરતના કામરેજમાં અઢી ઈંચ ખાબક્યો હતો. ત્યારે જાણો ક્યાં તાલુકામાં કેટલો વરસાદ વરસ્યો છે. છેલ્લા 24 કલાકમાં 67 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સુરતના કામરેજમાં અઢી ઈંચ વરસાદ વરસ્યો છે. જ્યારે 8 તાલુકામાં 1 ઈંચ કરતા વધારે વરસાદ વરસ્યો છે.હવામાન વિભાગની આગાહીગુજરાતમાં વરસાદને લઇ હવામાન વિભાગની આગાહી મુજબ, રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. દ.ગુજરાત, સૌરાષ્ટ્ર, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, દમણ, દાદરાનગર હવેલી, જામનગર, રાજકોટ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, ગીર સોમનાથ, જૂનાગઢ, દ્વારકા, પોરબંદર,માં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. તો બીજી બાજુ અમદાવાદ, ગાંધીનગર સહિત અન્ય જિલ્લાઓમાં પણ છૂટોછવાયો વરસાદ રહેશે.પાછોતરા વરસાદને લીધે ફરી રાજ્યના કેટલાક ડેમ ઓવરફ્લો થયાછે. 207 પૈકી કચ્છ સૌરાષ્ટ્રના 107, મધ્ય ગુજરાતના 15, દક્ષિણ ગુજરાતના 13 અને ઉત્તર ગુજરાતના 6 ડેમ સંપૂર્ણ ભરાઇ ચૂક્યાં છે. હાઈએલર્ટ, એલર્ટ અને વોર્નિંગ પર રાજ્યના 185 ડેમ.. 90 ટકાથી વધુ ભરાયેલા 164 ડેમ હાઈએલર્ટ, તો 80થી 90 ટકા ભરાયેલા 7 ડેમ એલર્ટ,જ્યારે 70થી 80 ટકા ભરાયેલા 14 ડેમ વોર્નિંગ પર છે. ચોમાસું પૂર્ણ થયા છતાં અવિરત વરસાદથી ખેડૂતોના પાકને ભારે નુકસાન થઇ રહ્યુ છે. રાજ્યના તમામ ઝોનમાં કપાસ, મગફળી, સોયાબીન સહિતના પાક પર વરસાદી પાણી ફરી વળતાં નુકસાની ભીતિ સેવાઇ રહી છે. જેતપુર, લોધિકા, બગસરા પંથકના ખેતરોમાં તૈયાર પાક સંપૂર્ણપણે નષ્ટ થઇ ગયાના અહેવાલ છે. આ સ્થિતિના પગલે ખેડૂતો તાત્કાલિક સર્વે કરાવીને વહેલી તકે સહાય ચુકવવા માંગણી કરી છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
દિવાળીના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે હજુ સુધી મેઘરાજાના ખમૈયાના કોઇ એંધાણ દેખાય રહ્યા નથી. તેવામાં રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 67 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સમગ્ર રાજ્યમાં વરસાદ જોવા મળી રહ્યો છે. ગઈકાલે સૌથી વધુ વરસાદ સુરતના કામરેજમાં અઢી ઈંચ ખાબક્યો હતો.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 67 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સમગ્ર રાજ્યમાં વરસાદ જોવા મળી રહ્યો છે. ગઈકાલે સૌથી વધુ વરસાદ સુરતના કામરેજમાં અઢી ઈંચ ખાબક્યો હતો. ત્યારે જાણો ક્યાં તાલુકામાં કેટલો વરસાદ વરસ્યો છે. છેલ્લા 24 કલાકમાં 67 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સુરતના કામરેજમાં અઢી ઈંચ વરસાદ વરસ્યો છે. જ્યારે 8 તાલુકામાં 1 ઈંચ કરતા વધારે વરસાદ વરસ્યો છે.
હવામાન વિભાગની આગાહી
ગુજરાતમાં વરસાદને લઇ હવામાન વિભાગની આગાહી મુજબ, રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. દ.ગુજરાત, સૌરાષ્ટ્ર, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, દમણ, દાદરાનગર હવેલી, જામનગર, રાજકોટ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, ગીર સોમનાથ, જૂનાગઢ, દ્વારકા, પોરબંદર,માં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. તો બીજી બાજુ અમદાવાદ, ગાંધીનગર સહિત અન્ય જિલ્લાઓમાં પણ છૂટોછવાયો વરસાદ રહેશે.
પાછોતરા વરસાદને લીધે ફરી રાજ્યના કેટલાક ડેમ ઓવરફ્લો થયાછે. 207 પૈકી કચ્છ સૌરાષ્ટ્રના 107, મધ્ય ગુજરાતના 15, દક્ષિણ ગુજરાતના 13 અને ઉત્તર ગુજરાતના 6 ડેમ સંપૂર્ણ ભરાઇ ચૂક્યાં છે. હાઈએલર્ટ, એલર્ટ અને વોર્નિંગ પર રાજ્યના 185 ડેમ.. 90 ટકાથી વધુ ભરાયેલા 164 ડેમ હાઈએલર્ટ, તો 80થી 90 ટકા ભરાયેલા 7 ડેમ એલર્ટ,જ્યારે 70થી 80 ટકા ભરાયેલા 14 ડેમ વોર્નિંગ પર છે.
ચોમાસું પૂર્ણ થયા છતાં અવિરત વરસાદથી ખેડૂતોના પાકને ભારે નુકસાન થઇ રહ્યુ છે. રાજ્યના તમામ ઝોનમાં કપાસ, મગફળી, સોયાબીન સહિતના પાક પર વરસાદી પાણી ફરી વળતાં નુકસાની ભીતિ સેવાઇ રહી છે. જેતપુર, લોધિકા, બગસરા પંથકના ખેતરોમાં તૈયાર પાક સંપૂર્ણપણે નષ્ટ થઇ ગયાના અહેવાલ છે. આ સ્થિતિના પગલે ખેડૂતો તાત્કાલિક સર્વે કરાવીને વહેલી તકે સહાય ચુકવવા માંગણી કરી છે.