Vadodara: વડોદરા શહેરમાં રોગચાળો વર્ક્યો, ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકનગુનિયાના કેસ વધ્યા
વડોદરા શહેરમાં ભારે વરસાદ અને પૂર બાદ રોગચાળો વધી રહ્યો છે. ખાસ કરીને 24 કલાક માં ડેન્ગ્યુના વધુ 8 કેસ નોંધાયા છે. શંકાસ્પદ મેલેરિયાના 1800 દર્દી નોંધાયા છે. કોર્પોરેશનના ચોપડે ડેન્ગ્યુના કેસમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. વડોદરા શહેરમાં વધતો જતો રોગચાળાનો આંકડો વધ્યો છે. 24 કલાક માં ડેન્ગ્યુના વધુ 8 કેસ નોંધાયા છે. શંકાસ્પદ મેલેરિયાના 1800 દર્દી નોંધાયા છે. સ્વાઇન ફલૂનો 1 શંકાસ્પદ કેસ નોંધાયો, જ્યારે એક જ દિવસમાં તાવના 2448 દર્દી નોંધાયા છે. મેલેરિયાના 2 દર્દી નોંધાયા છે. શંકાસ્પદ ચિકન ગુનિયા ના 61 દર્દી નોંધાયા છે.વડોદરામાં ભારે વરસાદ બાદ પાણીજન્ય રોગચાળો વધ્યો છે. ડેન્ગ્યુના મચ્છરોના પોરા ચોખ્ખા પાણીમાં પેદા થાય છે. સતત વરસાદ ચાલુ હોવાથી જ્યાં ચોખ્ખું પાણી ભરેલું રહે છે અને બંધીયાર હાલતમાં હોય છે, ત્યાં આ મચ્છરોના પોરા વધુ પેદા થાય છે. અગાસીમાં, પાણીના કુંડામા, અગાસી પર રાખેલા ભંગારમાં, ફૂલ છોડના કુંડામાં, જ્યાં ચોખ્ખું પાણી લાંબા સમય સુધી ભરેલું હોય છે ત્યાં ડેન્ગ્યુના પોરા ઝડપથી પેદા થાય છે. જોકે કોર્પોરેશન દ્વારા પૂર અને ભારે વરસાદ બાદ ફોગિંગ તેમજ પોરા નાશક કામગીરી ચાલુ કરી દેવામાં આવી છે. કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર પણ જઈને કોર્પોરેશન દ્વારા ચેકિંગ કરી રહી છે. ચોમાસામાં પાણીજન્ય રોગ અને ઝાડા-ઉલટીના તેમજ તાવના કેસોમાં પણ વધારો થયો છે. કોર્પોરેશન દ્વારા તાવ અંગેનો સર્વે ચાલુ કર્યો છે. મધ્ય ગુજરાતની સૌથી મોટી સયાજી હોસ્પિટલ ખાતે પણ ઓપીડીમાં ભારે ઘસારો જોવા મળી રહ્યો છે. જો કે ડેન્ગ્યુના વધતા કેસોને ધ્યાનમાં રાખીને નવો વોર્ડ શરૂ કરવામાં આવ્યો છે. જરૂર લાગશે તો બેડની સંખ્યામાં પણ વધારો કરવામાં આવશે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
વડોદરા શહેરમાં ભારે વરસાદ અને પૂર બાદ રોગચાળો વધી રહ્યો છે. ખાસ કરીને 24 કલાક માં ડેન્ગ્યુના વધુ 8 કેસ નોંધાયા છે. શંકાસ્પદ મેલેરિયાના 1800 દર્દી નોંધાયા છે. કોર્પોરેશનના ચોપડે ડેન્ગ્યુના કેસમાં ઉછાળો જોવા મળી રહ્યો છે.
વડોદરા શહેરમાં વધતો જતો રોગચાળાનો આંકડો વધ્યો છે. 24 કલાક માં ડેન્ગ્યુના વધુ 8 કેસ નોંધાયા છે. શંકાસ્પદ મેલેરિયાના 1800 દર્દી નોંધાયા છે. સ્વાઇન ફલૂનો 1 શંકાસ્પદ કેસ નોંધાયો, જ્યારે એક જ દિવસમાં તાવના 2448 દર્દી નોંધાયા છે. મેલેરિયાના 2 દર્દી નોંધાયા છે. શંકાસ્પદ ચિકન ગુનિયા ના 61 દર્દી નોંધાયા છે.
વડોદરામાં ભારે વરસાદ બાદ પાણીજન્ય રોગચાળો વધ્યો છે. ડેન્ગ્યુના મચ્છરોના પોરા ચોખ્ખા પાણીમાં પેદા થાય છે. સતત વરસાદ ચાલુ હોવાથી જ્યાં ચોખ્ખું પાણી ભરેલું રહે છે અને બંધીયાર હાલતમાં હોય છે, ત્યાં આ મચ્છરોના પોરા વધુ પેદા થાય છે. અગાસીમાં, પાણીના કુંડામા, અગાસી પર રાખેલા ભંગારમાં, ફૂલ છોડના કુંડામાં, જ્યાં ચોખ્ખું પાણી લાંબા સમય સુધી ભરેલું હોય છે ત્યાં ડેન્ગ્યુના પોરા ઝડપથી પેદા થાય છે.
જોકે કોર્પોરેશન દ્વારા પૂર અને ભારે વરસાદ બાદ ફોગિંગ તેમજ પોરા નાશક કામગીરી ચાલુ કરી દેવામાં આવી છે. કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર પણ જઈને કોર્પોરેશન દ્વારા ચેકિંગ કરી રહી છે. ચોમાસામાં પાણીજન્ય રોગ અને ઝાડા-ઉલટીના તેમજ તાવના કેસોમાં પણ વધારો થયો છે. કોર્પોરેશન દ્વારા તાવ અંગેનો સર્વે ચાલુ કર્યો છે. મધ્ય ગુજરાતની સૌથી મોટી સયાજી હોસ્પિટલ ખાતે પણ ઓપીડીમાં ભારે ઘસારો જોવા મળી રહ્યો છે. જો કે ડેન્ગ્યુના વધતા કેસોને ધ્યાનમાં રાખીને નવો વોર્ડ શરૂ કરવામાં આવ્યો છે. જરૂર લાગશે તો બેડની સંખ્યામાં પણ વધારો કરવામાં આવશે.