Ahmedabad: પાયાની સુવિધા મુદ્દે સાડા ત્રણ વર્ષમાં 22 લાખથી વધુ ફરિયાદો
અમદાવાદને સ્માર્ટ સીટી, લીવેબલ એન્ડ લવેબલ સિટીની વાતો કરતા AMC તંત્ર અને શાસકો શહેરીજનોને પાયાની સુવિધા પૂરી પાડવામાં નિષ્ફળ નીવડયા હોવાનો વિપક્ષી નેતાએ આક્ષેપ કર્યો છે.AMC બોર્ડ બેઠકમાં વિપક્ષી નેતાએ જણાવ્યું હતું કે, શહેરીજનોએ પાણી, ડ્રેનેજ, રોડ, લાઈટ, સફાઈ, વગેરે સહિતની પાયાની સુવિધા મામલે છેલ્લાં સાડા ત્રણ વર્ષમાં 22 લાખથી વધુ ફરિયાદો કરવામાં આવી છે. નકલી લવાદ દ્વારા શાહવાડીમાં AMCની કરોડોની જમીનના બારોબાર ઓર્ડર કરી દેવા મુદ્દે વિપક્ષી નેતાએ AMCના લીગલ વિભાગની કામગીરી સામે પ્રશ્નાર્થ ખડા કર્યા કરીને બેદરકાર અધિકારી સામે પગલાં લેવા માટે માગણી કરી હતી. વિપક્ષી નેતાની આ રજૂઆતમાં ડેપ્યુટી મેયરે પણ સૂર પૂરાવીને 2019ના વર્ષમાં લીગલ વિભાગના જવાબદાર અધિકારી સામે પગલાં ભરવા જણાવ્યું હતું. ઝીરો અવરમાં વિપક્ષી નેતાએ કહ્યું કે, અમદાવાદમાં નકલી ઘી, નકલી અધિકારી બાદ નકલી જજ આવીને મ્યુનિ.ની જમીનોના ખોટા હુકમ કરી ગયા છે. સાચવજો ક્યાંક નકલી મેયર અને કમિશનર પણ ન આવે. રૂ. 1,920 કરોડના કૌભાંડ પર પ્રકાશ પાડવા બદલ લીગલ કમિટિના ચેરમેનને અભિનંદન આપ્યા હતા અને આ મામલે 5 વર્ષ સુધી કોઇને ખબર ન પડી તે અંગે પ્રશ્નો કર્યા હતા. લીગલ કમિટિ ચેરમેને બોર્ડમાં માહિતી આપી હતીકે, વિવાદીત તમામ પ્લોટ પર અત્યારે પણ મ્યુનિ.નો જ કબજો છે. અમદાવાદને સ્માર્ટ સિટી સહિત જુદા જુદા નામો આપવામાં આવે છે પરંતુ સ્માર્ટ સિટીના રહીશોને પાયાની સુવિધા મેળવવામાં હાલાકી ભોગવવી પડે છે. સાડા ત્રણ વર્ષમાં પાણી, ડ્રેનેજ, રોડ, સહિત એન્જિનીયરિંગ વિભાગની 13,00,910, લાઈટની 2,74,189, સફાઈ, હેલ્થ અને સોલિડ વેસ્ટની 2,33,273 સહિત 22 લાખ જેટલી ફરિયાદો કરવામાં આવી છે. BRTS બસની 274 બસ પૈકી દરરોજ 50 બસ એટલેકે 18 ટકા બસ બ્રેકડાઉન રહેતી હોવાથી પેસેન્જરોને હાલાકી વેઠવી પડે છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદને સ્માર્ટ સીટી, લીવેબલ એન્ડ લવેબલ સિટીની વાતો કરતા AMC તંત્ર અને શાસકો શહેરીજનોને પાયાની સુવિધા પૂરી પાડવામાં નિષ્ફળ નીવડયા હોવાનો વિપક્ષી નેતાએ આક્ષેપ કર્યો છે.
AMC બોર્ડ બેઠકમાં વિપક્ષી નેતાએ જણાવ્યું હતું કે, શહેરીજનોએ પાણી, ડ્રેનેજ, રોડ, લાઈટ, સફાઈ, વગેરે સહિતની પાયાની સુવિધા મામલે છેલ્લાં સાડા ત્રણ વર્ષમાં 22 લાખથી વધુ ફરિયાદો કરવામાં આવી છે. નકલી લવાદ દ્વારા શાહવાડીમાં AMCની કરોડોની જમીનના બારોબાર ઓર્ડર કરી દેવા મુદ્દે વિપક્ષી નેતાએ AMCના લીગલ વિભાગની કામગીરી સામે પ્રશ્નાર્થ ખડા કર્યા કરીને બેદરકાર અધિકારી સામે પગલાં લેવા માટે માગણી કરી હતી. વિપક્ષી નેતાની આ રજૂઆતમાં ડેપ્યુટી મેયરે પણ સૂર પૂરાવીને 2019ના વર્ષમાં લીગલ વિભાગના જવાબદાર અધિકારી સામે પગલાં ભરવા જણાવ્યું હતું.
ઝીરો અવરમાં વિપક્ષી નેતાએ કહ્યું કે, અમદાવાદમાં નકલી ઘી, નકલી અધિકારી બાદ નકલી જજ આવીને મ્યુનિ.ની જમીનોના ખોટા હુકમ કરી ગયા છે. સાચવજો ક્યાંક નકલી મેયર અને કમિશનર પણ ન આવે. રૂ. 1,920 કરોડના કૌભાંડ પર પ્રકાશ પાડવા બદલ લીગલ કમિટિના ચેરમેનને અભિનંદન આપ્યા હતા અને આ મામલે 5 વર્ષ સુધી કોઇને ખબર ન પડી તે અંગે પ્રશ્નો કર્યા હતા. લીગલ કમિટિ ચેરમેને બોર્ડમાં માહિતી આપી હતીકે, વિવાદીત તમામ પ્લોટ પર અત્યારે પણ મ્યુનિ.નો જ કબજો છે. અમદાવાદને સ્માર્ટ સિટી સહિત જુદા જુદા નામો આપવામાં આવે છે પરંતુ સ્માર્ટ સિટીના રહીશોને પાયાની સુવિધા મેળવવામાં હાલાકી ભોગવવી પડે છે. સાડા ત્રણ વર્ષમાં પાણી, ડ્રેનેજ, રોડ, સહિત એન્જિનીયરિંગ વિભાગની 13,00,910, લાઈટની 2,74,189, સફાઈ, હેલ્થ અને સોલિડ વેસ્ટની 2,33,273 સહિત 22 લાખ જેટલી ફરિયાદો કરવામાં આવી છે. BRTS બસની 274 બસ પૈકી દરરોજ 50 બસ એટલેકે 18 ટકા બસ બ્રેકડાઉન રહેતી હોવાથી પેસેન્જરોને હાલાકી વેઠવી પડે છે.