પાટડીના ભાજપના ધારાસભ્યએ મુખ્યમંત્રીને પત્ર લખતા રાજકારણ ગરમાયું

- કેબીનેટ મંત્રીએ અતિવૃષ્ટિ અંગે જીલ્લામાં બેઠક યોજી સમીક્ષા કરી હોવા છતાં ધારાસભ્યએ પત્ર લખ્યો- ખેડુતોને થયેલ નુકશાની અંગે વળતર ચુકવવાનો પત્ર લખતા ચર્ચાઓએ જોર પકડયું- ભાજપના ધારાસભ્યને ભાજપ સરકાર પર જ વિશ્વાસ નહિં હોવાની ચર્ચાઓસુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર જીલ્લામાં તાજેતરમાં પડેલ ભારે વરસાદને પગલે ખેડુતોના પાકને મોટાપાયે નુકશાન પહોંચ્યું છે ત્યારે દસાડા-લખતર વિધાનસભાના ભાજપના ધારાસભ્યએ પાકને થયેલ નુકશાન પટે વળતર ચુકવવાની માંગ સાથે મુખ્યમંત્રીને પત્ર લખતા રાજકારણ ગરમાયું છે. થોડા દિવસો પહેલા કેબીનેટમંત્રી રાધવજીભાઈ પટેલે અતિવૃષ્ટિ બાબતે કલેકટર કચેરી ખાતે બેઠક યોજી સમીક્ષા કરી હતી છતાં ધારાસભ્ય દ્વારા મુખ્યમંત્રીને લખવામાં આવતાં ચર્ચાઓએ જોર પકડયું છે. આ અંગે મળતી માહિતી મુજબ તાજેતરમાં સુરેન્દ્રનગર ખાતે થોડા દિવસો પહેલા કેબીનેટ મંત્રી રાધવજીભાઈ પટેલની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી જેમાં ખેડુતોને અતિવૃષ્ટિથી થયેલ નુકશાની અંગે વિગતવાર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી તેમજ સર્વેની કામગીરી બાબતે પણ સમીક્ષા કરવામાં આવી હતી. તેમ છતાં દસાડાના ભાજપના ધારાસભ્ય પી.કે.પરમારે મુખ્યમંત્રીને નુકશાની અંગે સર્વે કરી વળતર ચુકવવાની માંગ સાથે પત્ર લખવામાં આવતાં જીલ્લાના રાજકારણમાં ગરમાવો વ્યાપી ગયો છે. તેમજ ભાજપના ધારાસભ્યને ભાજપ સરકાર પર જ વિશ્વાસ ન હોવાથી પત્ર દ્વારા રજુઆત કરવામાં આવી હોવાની ચર્ચાઓએ જોર પકડયું છે.

પાટડીના ભાજપના ધારાસભ્યએ મુખ્યમંત્રીને પત્ર લખતા રાજકારણ ગરમાયું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


- કેબીનેટ મંત્રીએ અતિવૃષ્ટિ અંગે જીલ્લામાં બેઠક યોજી સમીક્ષા કરી હોવા છતાં ધારાસભ્યએ પત્ર લખ્યો

- ખેડુતોને થયેલ નુકશાની અંગે વળતર ચુકવવાનો પત્ર લખતા ચર્ચાઓએ જોર પકડયું

- ભાજપના ધારાસભ્યને ભાજપ સરકાર પર જ વિશ્વાસ નહિં હોવાની ચર્ચાઓ

સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર જીલ્લામાં તાજેતરમાં પડેલ ભારે વરસાદને પગલે ખેડુતોના પાકને મોટાપાયે નુકશાન પહોંચ્યું છે ત્યારે દસાડા-લખતર વિધાનસભાના ભાજપના ધારાસભ્યએ પાકને થયેલ નુકશાન પટે વળતર ચુકવવાની માંગ સાથે મુખ્યમંત્રીને પત્ર લખતા રાજકારણ ગરમાયું છે. થોડા દિવસો પહેલા કેબીનેટમંત્રી રાધવજીભાઈ પટેલે અતિવૃષ્ટિ બાબતે કલેકટર કચેરી ખાતે બેઠક યોજી સમીક્ષા કરી હતી છતાં ધારાસભ્ય દ્વારા મુખ્યમંત્રીને લખવામાં આવતાં ચર્ચાઓએ જોર પકડયું છે.

આ અંગે મળતી માહિતી મુજબ તાજેતરમાં સુરેન્દ્રનગર ખાતે થોડા દિવસો પહેલા કેબીનેટ મંત્રી રાધવજીભાઈ પટેલની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી જેમાં ખેડુતોને અતિવૃષ્ટિથી થયેલ નુકશાની અંગે વિગતવાર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી તેમજ સર્વેની કામગીરી બાબતે પણ સમીક્ષા કરવામાં આવી હતી. તેમ છતાં દસાડાના ભાજપના ધારાસભ્ય પી.કે.પરમારે મુખ્યમંત્રીને નુકશાની અંગે સર્વે કરી વળતર ચુકવવાની માંગ સાથે પત્ર લખવામાં આવતાં જીલ્લાના રાજકારણમાં ગરમાવો વ્યાપી ગયો છે. તેમજ ભાજપના ધારાસભ્યને ભાજપ સરકાર પર જ વિશ્વાસ ન હોવાથી પત્ર દ્વારા રજુઆત કરવામાં આવી હોવાની ચર્ચાઓએ જોર પકડયું છે.