Ahmedabad: ખ્યાતિકાંડના આરોપી ચિરાગ રાજપૂતને લઈ ખુલાસો, ડરાવી-ધમકાવીને હોસ્પિટલના સ્ટાફનું કરતો શોષણ
ખ્યાતિકાંડના આરોપી ચિરાગ રાજપૂતને લઈ ખુલાસો થયો છે. આરોપી ચિરાગ રાજપૂત અપશબ્દો બોલીને હોસ્પિટલના તબીબો, IT, માર્કેટિંગની ટીમને ડરાવતો અને ધમકાવી કામ કરાવતો હોવાનું સુત્રોના જણાવ્યા મુજબ સામે આવ્યું છે. ખ્યાતી હોસ્પિટલ કાંડના બેશરમ ચિરાગ રાજપુત સામે વધુ એક ખુલાસો થયો છે. હોસ્પિટલના તબીબો,આઇટી, માર્કેટિંગ સહિત કર્મચારીઓને અપશબ્દો બોલીને કામ કરાવતો હોવોનું સુત્રો દ્વારા જણાવ્યું હતું. આરોપી ચિરાગ રાજપુત તબીબોને બળજબરી કરીને અપશબ્દો બોલતો સ્ટાફને ડરાવી કામ કરાવતો હતો. હું કહું તે રીતે સર્જરી કરો નહીં તો અન્ય જગ્યા પર પણ નોકરી કરવા લાયક નહિ રાખું તેવી ધમકી પણ અવાર નવાર આરોપી ચિરાગ દ્વારા આપવામાં આવતી હતી. આ સાથે વધુ જાણવા મળ્યું છે કે, ચિરાગ રાજપૂત હોસ્પિટલના સ્ટાફનું શોષણ કરતો હતો. દર્દીઓ સાથે સ્વજનને ઓપરેશન બાદ તુરંત નહી મળવા દેવાની સૂચના ચિરાગ રાજપૂત આપતો હતો. કાર્તિક પટેલ સાથે સતત ચિરાગ રાજપૂત ટેલિફોનિક વાતચીતથી સંપર્કમાં રહેતો અને આ મલ્ટી સ્પે.હોસ્પિટલ છે દર્દીઓને pmjay માંથી પૈસા મળે તે ઉદેશ્ય સાથે કામ કરાવતો હતો. ખ્યાતી હોસ્પિટલના તબીબોને આરોપી ચિરાગ રાજપૂત અપશબ્દો બોલીને સર્જરી કરવા મજબૂર કરતો હોવાનું સુત્રો દ્વારા જાણવા મળ્યું છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ખ્યાતિકાંડના આરોપી ચિરાગ રાજપૂતને લઈ ખુલાસો થયો છે. આરોપી ચિરાગ રાજપૂત અપશબ્દો બોલીને હોસ્પિટલના તબીબો, IT, માર્કેટિંગની ટીમને ડરાવતો અને ધમકાવી કામ કરાવતો હોવાનું સુત્રોના જણાવ્યા મુજબ સામે આવ્યું છે.
ખ્યાતી હોસ્પિટલ કાંડના બેશરમ ચિરાગ રાજપુત સામે વધુ એક ખુલાસો થયો છે. હોસ્પિટલના તબીબો,આઇટી, માર્કેટિંગ સહિત કર્મચારીઓને અપશબ્દો બોલીને કામ કરાવતો હોવોનું સુત્રો દ્વારા જણાવ્યું હતું. આરોપી ચિરાગ રાજપુત તબીબોને બળજબરી કરીને અપશબ્દો બોલતો સ્ટાફને ડરાવી કામ કરાવતો હતો. હું કહું તે રીતે સર્જરી કરો નહીં તો અન્ય જગ્યા પર પણ નોકરી કરવા લાયક નહિ રાખું તેવી ધમકી પણ અવાર નવાર આરોપી ચિરાગ દ્વારા આપવામાં આવતી હતી. આ સાથે વધુ જાણવા મળ્યું છે કે, ચિરાગ રાજપૂત હોસ્પિટલના સ્ટાફનું શોષણ કરતો હતો.
દર્દીઓ સાથે સ્વજનને ઓપરેશન બાદ તુરંત નહી મળવા દેવાની સૂચના ચિરાગ રાજપૂત આપતો હતો. કાર્તિક પટેલ સાથે સતત ચિરાગ રાજપૂત ટેલિફોનિક વાતચીતથી સંપર્કમાં રહેતો અને આ મલ્ટી સ્પે.હોસ્પિટલ છે દર્દીઓને pmjay માંથી પૈસા મળે તે ઉદેશ્ય સાથે કામ કરાવતો હતો. ખ્યાતી હોસ્પિટલના તબીબોને આરોપી ચિરાગ રાજપૂત અપશબ્દો બોલીને સર્જરી કરવા મજબૂર કરતો હોવાનું સુત્રો દ્વારા જાણવા મળ્યું છે.