Banaskanthaમાં 1552 રજૂઆતોનો સેવાસેતુ કાર્યક્રમ દરમિયાન નિકાલ કરાયો, સ્થાનિકોએ લીધો રાહતનો શ્વાસ
સરકાર દ્વારા તા.૧૭ સપ્ટેમ્બરથી સેવા સેતુના ૧૦મા તબક્કાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જેમાં સરકારના ૧૩ વિભાગોની વિવિધ ૫૫ જેટલી સુવિધાઓનો સીધો લાભ નાગરિકોને એક જ સ્થળે આપવામાં આવી રહ્યો છે.આ કાર્યક્રમ આગામી તા.૩૧ ઓક્ટોબર સુધી ચલાવવાનો છે ત્યારે પાલનપુર, મીરાગેટ પ્રાથમિક શાળા ખાતે સેવાસેતુ કાર્યક્રમનું આયોજન કરાયું હતું.સરકારની અલગ-અલગ યોજનાઓ આ સેવાસેતુ કાર્યક્રમમાં સરકારની અલગ અલગ કુલ ૫૫ જેટલી યોજનાઓનો લાભ આપવામાં આવ્યો છે. પાલનપુર ખાતેથી બનાસકાંઠા વહીવટી તંત્ર દ્વારા એક જ સ્થળ પરથી કુલ ૧,૫૫૨ રજૂઆતોનો હકારાત્મક નિકાલ કરાયો હતો. બહોળી સંખ્યામાં લાભાર્થીઓએ ઉપસ્થિત રહીને સરકારી સેવાઓનો લાભ મેળવ્યો હતો. જેમાં રેશનકાર્ડ ઈ કે.વાય.સી, આધારકાર્ડની કામગીરી, આરોગ્ય ચકાસણી,દવાઓનું વિતરણ, એન.એફ.એસ.એ સહાયના કાર્ડ વિતરણ,વિધવા સહાયના હુકમ, સાત/બાર ૮અ જમીનના પ્રમાણપત્રો, વ્યવસાય વેરો, જન્મ મરણના પ્રમાણપત્ર, મોબાઈલ નંબર સાથે બેંક એકાઉન્ટનું જોડાણ, આવકના દાખલા, નોન ક્રીમીલેયર પ્રમાણપત્ર, જાતી પ્રમાણપત્ર સહિત અનેક યોજનાઓનો લાભ લાભાર્થીઓને આપવામાં આવ્યો હતો. અધિકારીઓ રહ્યાં હાજર આ સાથે આઈ.સી.ડી.એસ વિભાગ દ્વારા સગર્ભા/ધાત્રી માતાઓને કીટ વિતરણ કરાયું હતું. સેવાસેતુ કાર્યક્રમનો ઉદ્દેશ્ય રાજ્ય સરકારની સેવાઓ અને યોજનાઓ સીધી નાગરિકોને પૂરી પાડીને સુશાસનને વધારવાનો છે ત્યારે અલગ અલગ યોજનાઓનો લાભ લાભાર્થીઓને ઘર આંગણે જ મળતા લોકોએ સરકારશ્રી અને બનાસકાંઠા વહીવટી તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો.આ સેવાસેતુ કાર્યક્રમમાં અધિકારીઓ, પદાધિકારીઓ, કર્મચારીઓ અને બહોળી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -