Mehsana: મૃત્યુ પામેલ શ્રમિકોના પરિવારને કેન્દ્ર સરકાર તરફથી 2 લાખની સહાય
કડી તાલુકાના જાસલપુર ગામની સીમમાં સ્ટીલ ઇનોક્સ સ્ટેઇનલેસ પ્રા.લિ.માં કામ કરતી વખતે માટીની ભેખડ પડતાં 9 મજૂરો દટાયા જેમાંથી 6 મજૂરનાં મોત નીપજ્યાં છે. એક મહિલા સહિત 3 મજૂર હજુ દટાયેલા છે. તેમને હાલ JCBની મદદથી બહાર કાઢવાની કામગીરી ચાલી રહી છે. ઘટનાસ્થળે 5 એમ્બ્યુલન્સ તેનાત છે. આ દુર્ઘટનાની જાણ PM મોદીને થતાં તેમના દ્વારા ટ્વીટ કરીને દુ:ખ વ્યક્ત કરવામાં આવ્યું અને મૃતકોના પરિવારને 2 લાખ અને ઈજાગ્રસ્તોને 50 હજારની સહાય કરવામાં આવી છે. PM મોદીએ ટ્વીટ કરી કડી દુર્ઘટના મામલે દુઃખ વ્યક્ત કર્યુંસ્ટીલ ઇનોક્સ સ્ટેઇનલેસ પ્રા.લિ. કંપનીમાં દુર્ઘટના ઘટી કડી તાલુકાના જાસલપુર ગામની સીમમાં આવેલી એક પ્રાઇવેટ કંપનીમાં ગોઝારી ઘટના બનતાં ચકચાર મચી જવા પામ્યો હતો. સ્ટીલ ઇનોક્સ સ્ટેઇનલેસ પ્રા.લિ. કંપનીમાં દીવાલ બનાવવાનું કામ હાલમાં ચાલી રહ્યું છે. મજૂરો કંપનીની દીવાલ બનાવવાનું કામ કરી રહ્યા હતા એ દરમિયાન અચાનક જ માટીની ભેખડ પડતાં 9 મજૂરો દટાઈ જવાના સમાચાર આવ્યા છે, જેમાંથી 6 મજૂરનાં મોત નીપજ્યાં છે અને 3 મજૂરો હજુ દટાયેલા છે. તેમને JCB વડે બહાર કાઢવાની કામગીરી ચાલી રહી છે. રાજ્ય સરકાર દ્વારા મૃતક પરિવારને 4 લાખ અને ઈજાગ્રસ્તોને 50 હજારમુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલએ ટ્વીટ કરી દુ:ખ વ્યક્ત કરતા જણાવ્યું કે, મહેસાણામાં દિવાલ પડવાના લીધે થયેલ જાનહાનિની ઘટના અત્યંત દુ:ખદ છે. મૃતકોના પરિવારજનો પ્રત્યે આત્મીય સંવેદના વ્યક્ત કરું છું. તંત્ર દ્વારા ઈજાગ્રસ્તના બચાવ અને ઝડપી સારવાર માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તેઓ ઝડપથી સાજા થાય તેવી પ્રભુને પ્રાર્થના કરું છું. તેમજ આ દુર્ઘટનામાં પ્રત્યેક મૃતકના પરિવારજનને રૂપિયા 4 લાખ અને ઈજાગ્રસ્તોને રૂપિયા 50 હજારની સહાય મુખ્યમંત્રી રાહત નિધિમાંથી આપવાની જાહેરાત કરી છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
કડી તાલુકાના જાસલપુર ગામની સીમમાં સ્ટીલ ઇનોક્સ સ્ટેઇનલેસ પ્રા.લિ.માં કામ કરતી વખતે માટીની ભેખડ પડતાં 9 મજૂરો દટાયા જેમાંથી 6 મજૂરનાં મોત નીપજ્યાં છે. એક મહિલા સહિત 3 મજૂર હજુ દટાયેલા છે. તેમને હાલ JCBની મદદથી બહાર કાઢવાની કામગીરી ચાલી રહી છે. ઘટનાસ્થળે 5 એમ્બ્યુલન્સ તેનાત છે. આ દુર્ઘટનાની જાણ PM મોદીને થતાં તેમના દ્વારા ટ્વીટ કરીને દુ:ખ વ્યક્ત કરવામાં આવ્યું અને મૃતકોના પરિવારને 2 લાખ અને ઈજાગ્રસ્તોને 50 હજારની સહાય કરવામાં આવી છે.
PM મોદીએ ટ્વીટ કરી કડી દુર્ઘટના મામલે દુઃખ વ્યક્ત કર્યું
સ્ટીલ ઇનોક્સ સ્ટેઇનલેસ પ્રા.લિ. કંપનીમાં દુર્ઘટના ઘટી કડી તાલુકાના જાસલપુર ગામની સીમમાં આવેલી એક પ્રાઇવેટ કંપનીમાં ગોઝારી ઘટના બનતાં ચકચાર મચી જવા પામ્યો હતો. સ્ટીલ ઇનોક્સ સ્ટેઇનલેસ પ્રા.લિ. કંપનીમાં દીવાલ બનાવવાનું કામ હાલમાં ચાલી રહ્યું છે. મજૂરો કંપનીની દીવાલ બનાવવાનું કામ કરી રહ્યા હતા એ દરમિયાન અચાનક જ માટીની ભેખડ પડતાં 9 મજૂરો દટાઈ જવાના સમાચાર આવ્યા છે, જેમાંથી 6 મજૂરનાં મોત નીપજ્યાં છે અને 3 મજૂરો હજુ દટાયેલા છે. તેમને JCB વડે બહાર કાઢવાની કામગીરી ચાલી રહી છે.
રાજ્ય સરકાર દ્વારા મૃતક પરિવારને 4 લાખ અને ઈજાગ્રસ્તોને 50 હજાર
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલએ ટ્વીટ કરી દુ:ખ વ્યક્ત કરતા જણાવ્યું કે, મહેસાણામાં દિવાલ પડવાના લીધે થયેલ જાનહાનિની ઘટના અત્યંત દુ:ખદ છે. મૃતકોના પરિવારજનો પ્રત્યે આત્મીય સંવેદના વ્યક્ત કરું છું. તંત્ર દ્વારા ઈજાગ્રસ્તના બચાવ અને ઝડપી સારવાર માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તેઓ ઝડપથી સાજા થાય તેવી પ્રભુને પ્રાર્થના કરું છું. તેમજ આ દુર્ઘટનામાં પ્રત્યેક મૃતકના પરિવારજનને રૂપિયા 4 લાખ અને ઈજાગ્રસ્તોને રૂપિયા 50 હજારની સહાય મુખ્યમંત્રી રાહત નિધિમાંથી આપવાની જાહેરાત કરી છે.