Gujarat Rain: રાજ્યમાં જાણો કયા કેટલો વરસાદ આવ્યો, ડીપ પ્રેશરની જાણો અસર

સવારે 6થી 8 વાગ્યા સુધી 63 તાલુકામાં વરસાદ આવ્યો કચ્છના માંડવીમાં 2 ઇંચથી વધુ વરસાદ આવ્યો છે લોધિકામાં દોઢ ઇંચ, અંજાર, ભચાઉમાં 1-1 ઇંચ વરસાદ રાજ્યમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ આવ્યો છે. સવારે 6થી 8 વાગ્યા સુધી 63 તાલુકામાં વરસાદ આવ્યો છે. કચ્છના મુન્દ્રામાં 3 ઇંચ વરસાદ આવ્યો છે. કચ્છના માંડવીમાં 2 ઇંચથી વધુ વરસાદ આવ્યો છે. તેમજ લોધિકામાં દોઢ ઇંચ, અંજાર, ભચાઉમાં 1-1 ઇંચ વરસાદ આવ્યો છે. જેમાં ચોટીલા, અબડાસા, ચુડામાં 1-1 ઇંચ વરસાદ આવ્યો છે. ડીપ ડિપ્રેશન આજે સાંજ સુધીમાં અસરગ્રસ્ત વિસ્તારોમાંથી બહાર નીકળી જવાની આશા ગુજરાતમાં છેલ્લા 3 દિવસથી ભારે વરસાદ વરસી રહ્યો છે. છેલ્લા ત્રણ દિવસમાં બારે મેઘ ખાંગા થતાં મોટા ભાગનું ગુજરાત વરસાદી પાણીથી ભરાઇ ગયું છે. ધોધમાર વરસાદના કારણે મોટા ભાગના જિલ્લાઓમાં પૂરની સ્થિતિ આવી છે અને અનેક કેટલાક લોકોના મોતના સમાચાર પણ સામે આવી રહ્યા છે. જો કે, ગુજરાતમાં ભારે વરસાદ વચ્ચે હવામાન વિભાગે રાહતના સમાચાર આપ્યા છે. IMDએ જણાવ્યું કે, ગુજરાત માટે સૌથી ખરાબ સમય આજે સાંજ સુધીમાં પૂર્ણ થઈ જશે, કારણ કે આવતીકાલે સવારે ડીપ પ્રેશર પાકિસ્તાન તરફ આગળ વધશે. સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના વિસ્તારો પર સર્જાયેલું ડીપ ડિપ્રેશન આજે સાંજ સુધીમાં અસરગ્રસ્ત વિસ્તારોમાંથી બહાર નીકળી જવાની આશા છે. હવામાન સિસ્ટમ સવાર સુધી સૌરાષ્ટ્ર અને કચ્છ પર હાજર રહી છે હવામાન વિભાગના રિપોર્ટ પ્રમાણે છેલ્લા 6 કલાકથી 10 કિમી પ્રતિ કલાકની ઝડપે પશ્ચિમ તરફ આગળ વધી રહેલી હવામાન સિસ્ટમ સવાર સુધી સૌરાષ્ટ્ર અને કચ્છ પર હાજર રહી છે. આ સ્થિતિ ગુજરાતના ભુજથી ઉત્તર-ઉત્તરપૂર્વમાં, ગુજરાતના નલિયાથી લગભગ 120 કિમી પૂર્વ-ઉત્તરપૂર્વ અને પાકિસ્તાનના કરાચીથી લગભગ 320 કિમી પૂર્વ-દક્ષિણપૂર્વમાં સ્થિત છે. જેમ જેમ આ સિસ્ટમ આગળ વધશે તેમ તેમ તે ધીમે-ધીમે પશ્ચિમ-દક્ષિણ પશ્ચિમ દિશામાં આગળ વધીને સૌરાષ્ટ્ર અને કચ્છના ક્ષેત્રને પાર કરે તેવું અનુમાન છે. આજ સાંજથી ગુજરાત રાજ્ય પર વરસાદનું જોર ઘટી શકે છે સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠે, પાકિસ્તાનને અડીને આવેલા વિસ્તારો અને ઉત્તર-પૂર્વીય અરબી સમુદ્ર સુધી પહોંચે તેવું અનુમાન છે. આ દર્શાવે છે કે, ગુજરાતને અસર કરતી પ્રતિકૂળ હવામાન પરિસ્થિતિઓની અસર આજે સાંજ સુધીમાં નોંધપાત્ર રીતે ઘટી જશે.તેમજ આજ સાંજથી ગુજરાત રાજ્ય પર વરસાદનું જોર ઘટી શકે છે.

Gujarat Rain: રાજ્યમાં જાણો કયા કેટલો વરસાદ આવ્યો, ડીપ પ્રેશરની જાણો અસર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • સવારે 6થી 8 વાગ્યા સુધી 63 તાલુકામાં વરસાદ આવ્યો
  • કચ્છના માંડવીમાં 2 ઇંચથી વધુ વરસાદ આવ્યો છે
  • લોધિકામાં દોઢ ઇંચ, અંજાર, ભચાઉમાં 1-1 ઇંચ વરસાદ

રાજ્યમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ આવ્યો છે. સવારે 6થી 8 વાગ્યા સુધી 63 તાલુકામાં વરસાદ આવ્યો છે. કચ્છના મુન્દ્રામાં 3 ઇંચ વરસાદ આવ્યો છે. કચ્છના માંડવીમાં 2 ઇંચથી વધુ વરસાદ આવ્યો છે. તેમજ લોધિકામાં દોઢ ઇંચ, અંજાર, ભચાઉમાં 1-1 ઇંચ વરસાદ આવ્યો છે. જેમાં ચોટીલા, અબડાસા, ચુડામાં 1-1 ઇંચ વરસાદ આવ્યો છે.

ડીપ ડિપ્રેશન આજે સાંજ સુધીમાં અસરગ્રસ્ત વિસ્તારોમાંથી બહાર નીકળી જવાની આશા

ગુજરાતમાં છેલ્લા 3 દિવસથી ભારે વરસાદ વરસી રહ્યો છે. છેલ્લા ત્રણ દિવસમાં બારે મેઘ ખાંગા થતાં મોટા ભાગનું ગુજરાત વરસાદી પાણીથી ભરાઇ ગયું છે. ધોધમાર વરસાદના કારણે મોટા ભાગના જિલ્લાઓમાં પૂરની સ્થિતિ આવી છે અને અનેક કેટલાક લોકોના મોતના સમાચાર પણ સામે આવી રહ્યા છે. જો કે, ગુજરાતમાં ભારે વરસાદ વચ્ચે હવામાન વિભાગે રાહતના સમાચાર આપ્યા છે. IMDએ જણાવ્યું કે, ગુજરાત માટે સૌથી ખરાબ સમય આજે સાંજ સુધીમાં પૂર્ણ થઈ જશે, કારણ કે આવતીકાલે સવારે ડીપ પ્રેશર પાકિસ્તાન તરફ આગળ વધશે. સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના વિસ્તારો પર સર્જાયેલું ડીપ ડિપ્રેશન આજે સાંજ સુધીમાં અસરગ્રસ્ત વિસ્તારોમાંથી બહાર નીકળી જવાની આશા છે.

હવામાન સિસ્ટમ સવાર સુધી સૌરાષ્ટ્ર અને કચ્છ પર હાજર રહી છે

હવામાન વિભાગના રિપોર્ટ પ્રમાણે છેલ્લા 6 કલાકથી 10 કિમી પ્રતિ કલાકની ઝડપે પશ્ચિમ તરફ આગળ વધી રહેલી હવામાન સિસ્ટમ સવાર સુધી સૌરાષ્ટ્ર અને કચ્છ પર હાજર રહી છે. આ સ્થિતિ ગુજરાતના ભુજથી ઉત્તર-ઉત્તરપૂર્વમાં, ગુજરાતના નલિયાથી લગભગ 120 કિમી પૂર્વ-ઉત્તરપૂર્વ અને પાકિસ્તાનના કરાચીથી લગભગ 320 કિમી પૂર્વ-દક્ષિણપૂર્વમાં સ્થિત છે. જેમ જેમ આ સિસ્ટમ આગળ વધશે તેમ તેમ તે ધીમે-ધીમે પશ્ચિમ-દક્ષિણ પશ્ચિમ દિશામાં આગળ વધીને સૌરાષ્ટ્ર અને કચ્છના ક્ષેત્રને પાર કરે તેવું અનુમાન છે.

આજ સાંજથી ગુજરાત રાજ્ય પર વરસાદનું જોર ઘટી શકે છે

સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠે, પાકિસ્તાનને અડીને આવેલા વિસ્તારો અને ઉત્તર-પૂર્વીય અરબી સમુદ્ર સુધી પહોંચે તેવું અનુમાન છે. આ દર્શાવે છે કે, ગુજરાતને અસર કરતી પ્રતિકૂળ હવામાન પરિસ્થિતિઓની અસર આજે સાંજ સુધીમાં નોંધપાત્ર રીતે ઘટી જશે.તેમજ આજ સાંજથી ગુજરાત રાજ્ય પર વરસાદનું જોર ઘટી શકે છે.