Ahmedabad ટ્રાફિક પોલીસે 3 સગીર શંકાસ્પદ બાળકોનું પરિવાર સાથે કરાવ્યું મિલન

ટ્રાફિક પોલીસે વાહન ચેકીંગ દરમિયાન અપહરણના ગુનાનો ભેદ ઉકેલ્યો સગીર વયના બાળકોની પુછપરછમાં મધ્યપ્રદેશમાંથી અપહરણ કર્યુ હોવાનું ખુલ્યું પોલીસે મધ્યપ્રદેશ પોલીસને સંપર્ક કરી માતા-પિતાને બાળકોનો કબજો સોંપ્યો અમદાવાદમાં ટ્રાફિક પોલીસે વાહન ચેકીંગ દરમિયાન સુભાષબ્રિજ સર્કલ ખાતે ઓટો રીક્ષામાંથી ત્રણ સગીર વયના બાળકો સાથે એક શખ્સને ઝડપી પાડ્યો છે. અમદાવાદમાં વાહન ચેકીંગ દરમિયાન ઓટો રીક્ષામાં ત્રણ બાળકો સાથે ચાલક શંકાસ્પદ જણાતા પોલીસે રીક્ષા ચાલકની પુછપરછ કરતા સંતોષકારક જવાબ મળ્યો ન હતો. રીક્ષા ચાલકે સગીર વયના બાળકોનું કર્યુ અપહરણ અમદાવાદ ટ્રાફિક પોલીસે સુભાષબ્રિજ સર્કલ ખાતે વાહન ચેકીંગ દરમિયાન રીક્ષા ચાલક બ્રીજેશભાઈ રમેશભાઈની અને સગીર બાળકોની પુછપરછ કરતા ત્રણેય બાળકો મધ્યપ્રદેશ રાજ્યના દમોગ જિલ્લાના રહેવાસી હોવાનું જાણવા મળ્યુ હતું અને રીક્ષા ચાલકે ત્રણેય સગીર બાળકોનું અપહરણ કર્યુ હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે સગીર બાળકોના વાલીવારસાનો સંપર્ક કરતા રનેહ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ હોવાનુ જણાવા મળ્યું હતું. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી જ્યાર બાદ પોલીસે મઘ્યપ્રદેશ પોલીસનો સંપર્ક કરી રનેહ પોલીસ સ્ટેશન પોલીસ સ્ટેશનના સ્ટાફની હાજરીમાં ભોગ બનનાર ત્રણેય સગીરવયના બાળકોના માતા પિતાને બાળકોનો કબજો સોંપ્યો હતો. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. લોભામણી લાલચ આપીને બાળકને ઉપાડી લીધુઅગાઉ વલસાડમાં 4 વર્ષના બાળકના અપહરણની ઘટના સામે આવી હતી. વલસાડ શહેરને અડીને આવેલ ભાગડાવડા ગામ ખાતે આવેલા દાદિયા ફળિયા ખાતે અંબા માતાના ચોક પાસે બાળકો રમી રહ્યા હતા, જે દરમિયાન એક મહિલા દ્વારા 4 વર્ષના એક બાળકને લોભામણી લાલચ આપી અને ત્યાંથી ઉપાડીને લઈ ગઈ હતી. ત્યારે બાળકના પિતાને પોતાનું બાળક ન મળતા પિતા દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી હતી.પોલીસે બંને આરોપીની કરી ધરપકડતે દરમિયાન વલસાડના ધોબીતળાવ ખાતે સ્થાનિકોને એક મહિલા અને એક પુરુષ સાથે નાના બાળકને લઈ જઈ રહ્યા હતા, તેમના ઉપર શંકા જતા તેઓને ઉભા રાખી પૂછપરછ કરતા બાળકનું અપહરણ કર્યાનું સામે આવતા સ્થાનિકો દ્વારા બંનેને પકડી પાડી પોલીસને જાણ કરવામાં આવતા વલસાડ સીટી પોલીસની ટીમ સ્થળ પર પહોંચી અને બંને આરોપીની ધરપકડ કરી હતી.

Ahmedabad ટ્રાફિક પોલીસે 3 સગીર શંકાસ્પદ બાળકોનું પરિવાર સાથે કરાવ્યું મિલન

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ટ્રાફિક પોલીસે વાહન ચેકીંગ દરમિયાન અપહરણના ગુનાનો ભેદ ઉકેલ્યો
  • સગીર વયના બાળકોની પુછપરછમાં મધ્યપ્રદેશમાંથી અપહરણ કર્યુ હોવાનું ખુલ્યું
  • પોલીસે મધ્યપ્રદેશ પોલીસને સંપર્ક કરી માતા-પિતાને બાળકોનો કબજો સોંપ્યો

અમદાવાદમાં ટ્રાફિક પોલીસે વાહન ચેકીંગ દરમિયાન સુભાષબ્રિજ સર્કલ ખાતે ઓટો રીક્ષામાંથી ત્રણ સગીર વયના બાળકો સાથે એક શખ્સને ઝડપી પાડ્યો છે. અમદાવાદમાં વાહન ચેકીંગ દરમિયાન ઓટો રીક્ષામાં ત્રણ બાળકો સાથે ચાલક શંકાસ્પદ જણાતા પોલીસે રીક્ષા ચાલકની પુછપરછ કરતા સંતોષકારક જવાબ મળ્યો ન હતો.

રીક્ષા ચાલકે સગીર વયના બાળકોનું કર્યુ અપહરણ

અમદાવાદ ટ્રાફિક પોલીસે સુભાષબ્રિજ સર્કલ ખાતે વાહન ચેકીંગ દરમિયાન રીક્ષા ચાલક બ્રીજેશભાઈ રમેશભાઈની અને સગીર બાળકોની પુછપરછ કરતા ત્રણેય બાળકો મધ્યપ્રદેશ રાજ્યના દમોગ જિલ્લાના રહેવાસી હોવાનું જાણવા મળ્યુ હતું અને રીક્ષા ચાલકે ત્રણેય સગીર બાળકોનું અપહરણ કર્યુ હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે સગીર બાળકોના વાલીવારસાનો સંપર્ક કરતા રનેહ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ હોવાનુ જણાવા મળ્યું હતું.

પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી

જ્યાર બાદ પોલીસે મઘ્યપ્રદેશ પોલીસનો સંપર્ક કરી રનેહ પોલીસ સ્ટેશન પોલીસ સ્ટેશનના સ્ટાફની હાજરીમાં ભોગ બનનાર ત્રણેય સગીરવયના બાળકોના માતા પિતાને બાળકોનો કબજો સોંપ્યો હતો. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

લોભામણી લાલચ આપીને બાળકને ઉપાડી લીધુ

અગાઉ વલસાડમાં 4 વર્ષના બાળકના અપહરણની ઘટના સામે આવી હતી. વલસાડ શહેરને અડીને આવેલ ભાગડાવડા ગામ ખાતે આવેલા દાદિયા ફળિયા ખાતે અંબા માતાના ચોક પાસે બાળકો રમી રહ્યા હતા, જે દરમિયાન એક મહિલા દ્વારા 4 વર્ષના એક બાળકને લોભામણી લાલચ આપી અને ત્યાંથી ઉપાડીને લઈ ગઈ હતી. ત્યારે બાળકના પિતાને પોતાનું બાળક ન મળતા પિતા દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી હતી.

પોલીસે બંને આરોપીની કરી ધરપકડ

તે દરમિયાન વલસાડના ધોબીતળાવ ખાતે સ્થાનિકોને એક મહિલા અને એક પુરુષ સાથે નાના બાળકને લઈ જઈ રહ્યા હતા, તેમના ઉપર શંકા જતા તેઓને ઉભા રાખી પૂછપરછ કરતા બાળકનું અપહરણ કર્યાનું સામે આવતા સ્થાનિકો દ્વારા બંનેને પકડી પાડી પોલીસને જાણ કરવામાં આવતા વલસાડ સીટી પોલીસની ટીમ સ્થળ પર પહોંચી અને બંને આરોપીની ધરપકડ કરી હતી.