ગુજરાતના ડૉક્ટરોના માનદ વેતનમાં વધારો કરાયો, કેબિનેટની બેઠકમાં લેવાયો મહત્ત્વનો નિર્ણય

GMERS Medical Collage Doctor Wages increase : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે રાજ્ય મંત્રી મંડળની બેઠક મળી હતી. જેમાં રાજ્યના સી. એમ. સેતુ યોજના અંતર્ગત ફરજ બજાવતા વિઝિટિંગ તજજ્ઞો/સુપર સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરોના માનદ વેતનમાં વધારો કરવાનો મહત્ત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો હોવાનું આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું. રાજ્યના સામૂહિક આરોગ્ય કેન્દ્રો, પેટા જિલ્લા હૉસ્પિટલો અને જિલ્લા હૉસ્પિટલો ખાતે ફરજ બજાવતાં આ તબીબોને અગાઉ પ્રતિ કલાક અંતરના આધારે રૂ. 700થી રૂ. 900 વેતન આપવામાં આવતું હતું, જેમાં હવે વધારો કરાયો છે.સુપર સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરોને પ્રતિ દિન રૂ. 2,000 માનદ વેતન  આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે માહિતી આપતાં જણાવ્યું હતું કે પીડિયાટ્રિશિયન અને જનરલ ફિઝિશિયનને પ્રતિ દિન રૂ. 3,000 તેમજ આ સિવાયના તમામ સુપર સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરોને પ્રતિ દિન રૂ. 2,000 માનદ વેતન ચૂકવવામાં આવશે, જેની સામે આ તબીબોએ રોજની લઘુતમ 3 કલાકની ફરજિયાત સેવાઓ આપવાની રહેશે. આ મહેનતાણા ઉપરાંત સર્જરીના પ્રકારને આધારે ડૉક્ટરોને રૂ. 300થી 2,000 સુધીનું ઇન્સેન્ટિવ પણ મળવાપાત્ર રહેશે. સર્જરી દરમિયાન એનેસ્થેટિસ્ટની સેવાઓ લેવામાં આવે તો આવી સર્જરીની અત્યારે જે પ્રોત્સાહક રકમ છે, તે રકમની 50 ટકા રકમ અલગથી એનેસ્થેટિસ્ટને આપવામાં આવશે.  ડૉક્ટરો ગમે તેટલા દિવસ સેવા આપી શકશેઆ તજજ્ઞ ડૉક્ટરો કોઈપણ મર્યાદા વગર મહિનામાં જેટલા દિવસ સેવા આપવી હોય તેટલા દિવસ સેવા આપી શકશે. ડૉક્ટરોએ આપેલી સેવાઓના આધારે જ તેમને મહેનતાણું ચૂકવવામાં આવશે. સાથે જ, તજજ્ઞ ડૉક્ટરો પાસેથી સી.એમ સેતુ યોજના હેઠળ લેવામાં આવતી સેવાઓ બદલ ‘પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના’ હેઠળ તેમને કોઈપણ લાભ મળવાપાત્ર રહેશે નહીં. તજજ્ઞ ડૉક્ટરોને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના ઇન્સેન્ટિવ વિતરણના ક્રાઇટેરિયા મુજબ વિતરણ માટે ભાગે આવતી રકમ પાછી રોગી કલ્યાણ સમિતિમાં જમા રાખવાની રહેશે. હવે રોજના રૂ. 8,500 માનદ વેતન ચૂકવવામાં આવશેરાજ્યની સરકારી મેડિકલ કૉલેજ અથવા GMERS સંચાલિત મેડિકલ કૉલેજ સંલગ્ન હૉસ્પિટલ ખાતે ફરજ બજાવતા વિઝિટિંગ સુપર સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરોને અગાઉ પ્રતિ ત્રણ કલાક માટે રૂ. 2,700 ચૂકવવામાં આવતા હતા, જેમાં વધારો કરીને હવે રોજના રૂ. 8,500 માનદ વેતન ચૂકવવામાં આવશે. તદુપરાંત, નોન સર્જિકલ સુપર સ્પેશિયાલિસ્ટને દિવસના રૂ. 8,500 મુજબ અને મહિનામાં જેટલા દિવસ આવા તબીબો સેવા આપી શકે તેટલા દિવસ તેઓ સેવા આપી શકશે. જેની સામે આ તબીબોએ લઘુતમ ત્રણ કલાક ફરજિયાત સેવાઓ આપવાની રહેશે.

ગુજરાતના ડૉક્ટરોના માનદ વેતનમાં વધારો કરાયો, કેબિનેટની બેઠકમાં લેવાયો મહત્ત્વનો નિર્ણય

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


GMERS Medical Collage Doctor Wages increase : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે રાજ્ય મંત્રી મંડળની બેઠક મળી હતી. જેમાં રાજ્યના સી. એમ. સેતુ યોજના અંતર્ગત ફરજ બજાવતા વિઝિટિંગ તજજ્ઞો/સુપર સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરોના માનદ વેતનમાં વધારો કરવાનો મહત્ત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો હોવાનું આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું. રાજ્યના સામૂહિક આરોગ્ય કેન્દ્રો, પેટા જિલ્લા હૉસ્પિટલો અને જિલ્લા હૉસ્પિટલો ખાતે ફરજ બજાવતાં આ તબીબોને અગાઉ પ્રતિ કલાક અંતરના આધારે રૂ. 700થી રૂ. 900 વેતન આપવામાં આવતું હતું, જેમાં હવે વધારો કરાયો છે.

સુપર સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરોને પ્રતિ દિન રૂ. 2,000 માનદ વેતન  

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે માહિતી આપતાં જણાવ્યું હતું કે પીડિયાટ્રિશિયન અને જનરલ ફિઝિશિયનને પ્રતિ દિન રૂ. 3,000 તેમજ આ સિવાયના તમામ સુપર સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરોને પ્રતિ દિન રૂ. 2,000 માનદ વેતન ચૂકવવામાં આવશે, જેની સામે આ તબીબોએ રોજની લઘુતમ 3 કલાકની ફરજિયાત સેવાઓ આપવાની રહેશે. આ મહેનતાણા ઉપરાંત સર્જરીના પ્રકારને આધારે ડૉક્ટરોને રૂ. 300થી 2,000 સુધીનું ઇન્સેન્ટિવ પણ મળવાપાત્ર રહેશે. સર્જરી દરમિયાન એનેસ્થેટિસ્ટની સેવાઓ લેવામાં આવે તો આવી સર્જરીની અત્યારે જે પ્રોત્સાહક રકમ છે, તે રકમની 50 ટકા રકમ અલગથી એનેસ્થેટિસ્ટને આપવામાં આવશે.  

ડૉક્ટરો ગમે તેટલા દિવસ સેવા આપી શકશે

આ તજજ્ઞ ડૉક્ટરો કોઈપણ મર્યાદા વગર મહિનામાં જેટલા દિવસ સેવા આપવી હોય તેટલા દિવસ સેવા આપી શકશે. ડૉક્ટરોએ આપેલી સેવાઓના આધારે જ તેમને મહેનતાણું ચૂકવવામાં આવશે. સાથે જ, તજજ્ઞ ડૉક્ટરો પાસેથી સી.એમ સેતુ યોજના હેઠળ લેવામાં આવતી સેવાઓ બદલ ‘પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના’ હેઠળ તેમને કોઈપણ લાભ મળવાપાત્ર રહેશે નહીં. તજજ્ઞ ડૉક્ટરોને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના ઇન્સેન્ટિવ વિતરણના ક્રાઇટેરિયા મુજબ વિતરણ માટે ભાગે આવતી રકમ પાછી રોગી કલ્યાણ સમિતિમાં જમા રાખવાની રહેશે. 

હવે રોજના રૂ. 8,500 માનદ વેતન ચૂકવવામાં આવશે

રાજ્યની સરકારી મેડિકલ કૉલેજ અથવા GMERS સંચાલિત મેડિકલ કૉલેજ સંલગ્ન હૉસ્પિટલ ખાતે ફરજ બજાવતા વિઝિટિંગ સુપર સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરોને અગાઉ પ્રતિ ત્રણ કલાક માટે રૂ. 2,700 ચૂકવવામાં આવતા હતા, જેમાં વધારો કરીને હવે રોજના રૂ. 8,500 માનદ વેતન ચૂકવવામાં આવશે. તદુપરાંત, નોન સર્જિકલ સુપર સ્પેશિયાલિસ્ટને દિવસના રૂ. 8,500 મુજબ અને મહિનામાં જેટલા દિવસ આવા તબીબો સેવા આપી શકે તેટલા દિવસ તેઓ સેવા આપી શકશે. જેની સામે આ તબીબોએ લઘુતમ ત્રણ કલાક ફરજિયાત સેવાઓ આપવાની રહેશે.