Surendranagar જિલ્લામાં મહિલાઓ વિરુદ્ધ થતી હિંસા નાબૂદી અભિયાન અન્વયે કાર્યક્રમ યોજાયો
સુરેન્દ્રનગર જિલ્લામાં મહિલા અને બાળ અધિકારીના માર્ગદર્શન હેઠળ "સંકલ્પ" હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વિમેન યોજના અંતર્ગત જિલ્લાની RSETI-આરસેટી સંસ્થા ખાતે "મહિલાઓ વિરુદ્ધ થતી હિંસા નાબૂદી" અભિયાન અન્વયે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં કામકાજના સ્થળે મહિલાઓની જાતીય સતામણી અટકાયત અધિનિયમ ૨૦૧૩ તથા SHE -BoX પર ફરિયાદ કરવા અંગે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જાતીય સતામણીની કરાઈ ચર્ચા કાર્યક્રમની શરૂઆત જિલ્લા મિશન કોર્ડીનેટર જલ્પાબેન ચંદેશરા દ્વારા શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું તેમજ કાર્યક્રમનો હેતુ સ્પષ્ટ કરી વિગતવાર જાણકારી આપવામાં આવી હતી. ત્યારબાદ એડવોકેટ રાજેશ્રીબેન ત્રિવેદી દ્વારા “કામકાજના સ્થળે મહિલાઓની જાતીય સતામણી અધિનિયમ – ૨૦૧૩”ની વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી. મહિલાઓ રહી હાજર DHEW ટીમ દ્વારા મહિલા અને બાળ અધિકારીની કચેરીમાં ચાલતી મહિલાલક્ષી યોજનાઓ જેવી કે, મહિલા સ્વાવલંબન યોજના, ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના, ગંગા સ્વરૂપા પુન: લગ્ન આર્થિક સહાય યોજના, બેટી બચાવો બેટી પઢાવો યોજના, વ્હાલી દિકરી યોજના વગેરે મહિલાલક્ષી યોજના અંગેની માહિતી આપવામાં આવી હતી. તેમજ પી.બી.એસ.સી સેન્ટરના કાઉન્સેલર શ્રી ઇલાબેન દ્વારા પી.બી.એસ.સી સેન્ટરની માહિતી આપવામાં આવી હતી.અત્રે નોંધનીય છે કે, મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગાંધીનગર દ્વારા ૨૫ નવેમ્બર થી ૧૦ ડીસેમ્બર, ૨૦૨૪ સુધી "મહિલાઓ વિરુદ્ધ થતી હિંસા નાબૂદી અભિયાન" અંતર્ગત જુદાજુદા સ્થળોએ જનજાગૃતિ કાર્યક્રમો દ્વારા લોકોમાં જાગૃતતા લાવવાનાં સફળ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સુરેન્દ્રનગર જિલ્લામાં મહિલા અને બાળ અધિકારીના માર્ગદર્શન હેઠળ "સંકલ્પ" હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વિમેન યોજના અંતર્ગત જિલ્લાની RSETI-આરસેટી સંસ્થા ખાતે "મહિલાઓ વિરુદ્ધ થતી હિંસા નાબૂદી" અભિયાન અન્વયે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં કામકાજના સ્થળે મહિલાઓની જાતીય સતામણી અટકાયત અધિનિયમ ૨૦૧૩ તથા SHE -BoX પર ફરિયાદ કરવા અંગે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
જાતીય સતામણીની કરાઈ ચર્ચા
કાર્યક્રમની શરૂઆત જિલ્લા મિશન કોર્ડીનેટર જલ્પાબેન ચંદેશરા દ્વારા શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું તેમજ કાર્યક્રમનો હેતુ સ્પષ્ટ કરી વિગતવાર જાણકારી આપવામાં આવી હતી. ત્યારબાદ એડવોકેટ રાજેશ્રીબેન ત્રિવેદી દ્વારા “કામકાજના સ્થળે મહિલાઓની જાતીય સતામણી અધિનિયમ – ૨૦૧૩”ની વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી.
મહિલાઓ રહી હાજર
DHEW ટીમ દ્વારા મહિલા અને બાળ અધિકારીની કચેરીમાં ચાલતી મહિલાલક્ષી યોજનાઓ જેવી કે, મહિલા સ્વાવલંબન યોજના, ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના, ગંગા સ્વરૂપા પુન: લગ્ન આર્થિક સહાય યોજના, બેટી બચાવો બેટી પઢાવો યોજના, વ્હાલી દિકરી યોજના વગેરે મહિલાલક્ષી યોજના અંગેની માહિતી આપવામાં આવી હતી. તેમજ પી.બી.એસ.સી સેન્ટરના કાઉન્સેલર શ્રી ઇલાબેન દ્વારા પી.બી.એસ.સી સેન્ટરની માહિતી આપવામાં આવી હતી.અત્રે નોંધનીય છે કે, મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગાંધીનગર દ્વારા ૨૫ નવેમ્બર થી ૧૦ ડીસેમ્બર, ૨૦૨૪ સુધી "મહિલાઓ વિરુદ્ધ થતી હિંસા નાબૂદી અભિયાન" અંતર્ગત જુદાજુદા સ્થળોએ જનજાગૃતિ કાર્યક્રમો દ્વારા લોકોમાં જાગૃતતા લાવવાનાં સફળ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.