Mahisagar: અંધશ્રદ્ધામાં વધુ એક જીવ હોમાયો! હોસ્પિટલ જવાને બદલે ભુવાજીનો સંગ કર્યો
મહીસાગરની યુવતીને શરીરમાં દુખાવો થતા, હોસ્પિટલ જવાને બદલે માલપુરના પીપરાણા ગામે અંધશ્રદ્ધામાં ભુવાજી પાસે લઇ જતા ભુવાજીએ આંકડાના મૂળ પીવાનું કહેતા યુવતીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું, જેને લઈને અંધશ્રદ્ધામાં વધુ એક જીવ હોમાયો છે. અંધશ્રદ્ધાનો કાયદો હોવા છતાં લોકોમાં જાગૃતિનો અભાવ ગુજરાત રાજ્ય સરકારે તાજેતરમાં જ અંધશ્રદ્ધા વિરોધી કાયદો અમલમાં મુક્યો છે, પરંતુ આ કાયદાનો અંધશ્રદ્ધા ફેલાવતા લોકોને ડર હોય એ સ્પષ્ટ પણે જણાઈ આવે છે. રાજ્ય સરકાર મંત્રી અને મોડાસાના ધારાસભ્ય ભલે ભુવાના દોરા ઘાગા કે તેના કહેવાથી ભલે સાજા થઈ ગયા હોય પરંતુ, અંધશ્રદ્ધાની ઘટનાઓ સતત સામે આવી રહી છે. અરવલ્લી જિલ્લામાં થોડા દિવસ અગાઉ, ડાકણ હોવાનો મહિલા પર વહેમ રાખી, બંદૂકની ગોળી મારવામાં આવી હતી. જેને કારણે મહિલાનું મોત નિપજ્યું હતું. હવે ફરી એકવાર મહિલાને સારવારને બદલે, ભુવા પાસે લઈ જતાં, મહિલાને આંકડાના મૂળિયાનું પાણી પીવડાવામાં આવ્યું હોવાનો આક્ષેપ લાગ્યો છે. જેને કારણે મહિલાના જીવનનો અંત આવ્યો હતો. મૃતક મહિલાને શરીરે દુ:ખાવો થતો હતો મૂળ મહિસાગર જિલ્લાના ખાનપુર તાલુકામાં રહેતા પીન્કીબહેન રાવળ ભુવાને કારણે અંધશ્રદ્ધાનો શિકાર બન્યા છે. પરિવારજનોનું કહેવું છે કે, મહિલાને શરીરે દુખાવો થતો હતો. જેને લઇને તેમને અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના પીપરાણા પંથકના એક ભુવાને ત્યાં લઈ ગયા હતા. જ્યાં મહિલાને આંકડાના મૂળિયાનું પાણી પીવડાવ્યુ હોવાનો પરિજનોએ આક્ષેપ કર્યો હતો. ત્યારબાદ મહિલાની તબીયત સતત લથળી હતી. મહિલાની તબિયત લથડતા, તબક્કાવાર અલગ અલગ હોસ્પિટલમાં સારવાર અર્થે લઇ જવામાં આવ્યા હતા. જોકે મહિલાની તબિયતમાં કોઈ સુધારો નહીં થતાં, આખરે મોડાસાની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં મહિલા આઈસીયુમાં જીવન મરણ વચ્ચે જોલા ખાઈ રહ્યા હતા. સમગ્ર ઘટનાને લઇને ચારે કોર લોકો ફિટકાર વરસાવી રહ્યા છે. મહિલાને આંકડાનું પાણી પીવડાવવાથી તબિયત લથડી હતી. સરકાર દ્વારા જાગૃતિના કાર્યક્રમો કરવામાં આવતા હોય છે, જોકે અંધશ્રદ્ધાનો કહેર હજુ પણ યથાવત જોવા મળી રહ્યો છે. જેને કારણે, ગરીબ તેમજ આર્થિક રીતે અક્ષમ લોકો તેનો ભોગ બની રહ્યા છે. ભુવાજી વિરૂદ્ધ ફરિયાદ નોંધવામાં આવી ભુવાજી પાસે અંધશ્રદ્ધાનો ગુટડો પીધા બાદ યુવતીને સારવાર અર્થે મોડાસા હોસ્પિટલમાં ખસેડાઇ હતી, જ્યાં આજે બપોરે યુવતીએ છેલ્લા શ્વાસ લીધા હતા. અને અંધશ્રદ્ધાના વહેમમાં રહી આંકડાના મૂળ પીવડાવી ભરત રાવળને પોતાની પત્ની ખોવાનો વારો આવ્યો હતો. સમગ્ર ઘટનાને લઈ મૃતકના પરિવારજનો મૃતદેહને પીએમ અર્થે માલપુર સીએચસી લઈ ગયા અને મૃતકના પતિ દ્વારા માલપુરના પીપરાણા ગામના ભુવાજી વિરુદ્ધ ફરિયાદ નોંધવાની તાજવીજ હાથ ધરી છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
મહીસાગરની યુવતીને શરીરમાં દુખાવો થતા, હોસ્પિટલ જવાને બદલે માલપુરના પીપરાણા ગામે અંધશ્રદ્ધામાં ભુવાજી પાસે લઇ જતા ભુવાજીએ આંકડાના મૂળ પીવાનું કહેતા યુવતીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું, જેને લઈને અંધશ્રદ્ધામાં વધુ એક જીવ હોમાયો છે.
અંધશ્રદ્ધાનો કાયદો હોવા છતાં લોકોમાં જાગૃતિનો અભાવ
ગુજરાત રાજ્ય સરકારે તાજેતરમાં જ અંધશ્રદ્ધા વિરોધી કાયદો અમલમાં મુક્યો છે, પરંતુ આ કાયદાનો અંધશ્રદ્ધા ફેલાવતા લોકોને ડર હોય એ સ્પષ્ટ પણે જણાઈ આવે છે. રાજ્ય સરકાર મંત્રી અને મોડાસાના ધારાસભ્ય ભલે ભુવાના દોરા ઘાગા કે તેના કહેવાથી ભલે સાજા થઈ ગયા હોય પરંતુ, અંધશ્રદ્ધાની ઘટનાઓ સતત સામે આવી રહી છે. અરવલ્લી જિલ્લામાં થોડા દિવસ અગાઉ, ડાકણ હોવાનો મહિલા પર વહેમ રાખી, બંદૂકની ગોળી મારવામાં આવી હતી. જેને કારણે મહિલાનું મોત નિપજ્યું હતું. હવે ફરી એકવાર મહિલાને સારવારને બદલે, ભુવા પાસે લઈ જતાં, મહિલાને આંકડાના મૂળિયાનું પાણી પીવડાવામાં આવ્યું હોવાનો આક્ષેપ લાગ્યો છે. જેને કારણે મહિલાના જીવનનો અંત આવ્યો હતો.
મૃતક મહિલાને શરીરે દુ:ખાવો થતો હતો
મૂળ મહિસાગર જિલ્લાના ખાનપુર તાલુકામાં રહેતા પીન્કીબહેન રાવળ ભુવાને કારણે અંધશ્રદ્ધાનો શિકાર બન્યા છે. પરિવારજનોનું કહેવું છે કે, મહિલાને શરીરે દુખાવો થતો હતો. જેને લઇને તેમને અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના પીપરાણા પંથકના એક ભુવાને ત્યાં લઈ ગયા હતા. જ્યાં મહિલાને આંકડાના મૂળિયાનું પાણી પીવડાવ્યુ હોવાનો પરિજનોએ આક્ષેપ કર્યો હતો. ત્યારબાદ મહિલાની તબીયત સતત લથળી હતી. મહિલાની તબિયત લથડતા, તબક્કાવાર અલગ અલગ હોસ્પિટલમાં સારવાર અર્થે લઇ જવામાં આવ્યા હતા. જોકે મહિલાની તબિયતમાં કોઈ સુધારો નહીં થતાં, આખરે મોડાસાની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં મહિલા આઈસીયુમાં જીવન મરણ વચ્ચે જોલા ખાઈ રહ્યા હતા. સમગ્ર ઘટનાને લઇને ચારે કોર લોકો ફિટકાર વરસાવી રહ્યા છે. મહિલાને આંકડાનું પાણી પીવડાવવાથી તબિયત લથડી હતી. સરકાર દ્વારા જાગૃતિના કાર્યક્રમો કરવામાં આવતા હોય છે, જોકે અંધશ્રદ્ધાનો કહેર હજુ પણ યથાવત જોવા મળી રહ્યો છે. જેને કારણે, ગરીબ તેમજ આર્થિક રીતે અક્ષમ લોકો તેનો ભોગ બની રહ્યા છે.
ભુવાજી વિરૂદ્ધ ફરિયાદ નોંધવામાં આવી
ભુવાજી પાસે અંધશ્રદ્ધાનો ગુટડો પીધા બાદ યુવતીને સારવાર અર્થે મોડાસા હોસ્પિટલમાં ખસેડાઇ હતી, જ્યાં આજે બપોરે યુવતીએ છેલ્લા શ્વાસ લીધા હતા. અને અંધશ્રદ્ધાના વહેમમાં રહી આંકડાના મૂળ પીવડાવી ભરત રાવળને પોતાની પત્ની ખોવાનો વારો આવ્યો હતો. સમગ્ર ઘટનાને લઈ મૃતકના પરિવારજનો મૃતદેહને પીએમ અર્થે માલપુર સીએચસી લઈ ગયા અને મૃતકના પતિ દ્વારા માલપુરના પીપરાણા ગામના ભુવાજી વિરુદ્ધ ફરિયાદ નોંધવાની તાજવીજ હાથ ધરી છે.