Khyati Hospitalના કાર્તિક પટેલ અને રાજશ્રી કોઠારીની જામીન અરજી પર આજે સુનાવણી

ખ્યાતિકાંડના આરોપીઓ કોર્ટમાંથી જામીન મેળવવા માટે હવાતિયા મારી રહ્યાં છે,કાર્તિક પટેલની જામીન અરજી પર આજે સુનાવણી થશે તો રાજશ્રી કોઠારીની જામીન અરજી પર સુનાવણી થશે,ધરપકડથી બચવા બંન્નેએ કરી છે આગોતરા જામીન અરજી,તો બીજી તરફ ક્રાઈમ બ્રાન્ચ કોર્ટમાં રજૂ કરશે એફિડેવિટ,બન્ને આરોપીઓએ ધરપકડથી બચવા કરી છે ગ્રામ્ય કોર્ટમાં આગોતરા જામીન અરજી,ખ્યાતિ હોસ્પિટલકાંડમાં અત્યાર સુધીમાં 7 આરોપીઓની થઈ છે ધરપકડ.સંજય પટોળિયાની ગઈકાલે થઈ ધરપકડ ખ્યાતિ હોસ્પિટલકાંડ મુદ્દે ક્રાઈમબ્રાંચને મહત્વની સફળતા મળી છે. વાસ્તવમાં ભાગેડુ આરોપી ડૉ.સંજય પટોળીયાની ધરપકડ કરાઇ છે. નોંધનિય છે કે, ડૉ.સંજય પટોળીયા ખ્યાતિ હોસ્પિટલમાં ડિરેક્ટર હતો. આ સાથે રાજકોટમાં ડૉ.સંજય પટોલીયા ન્યૂ લાઈફ નામથી હોસ્પિટલ ચલાવતો હતો. સંજય પટોળીયા રાજકોટમાં છુપાઈને બેઠો હતો. જોકે આ ઘટના બાદ તેણે આગોતરા જામીન અરજી આપી હતી પણ આગોતરા જામીન અરજી રિજેક્ટ થતા અમદાવાદ આવ્યો હતો. હજી બે આરોપી પોલીસ પકડથી દૂરડો. સંજય પટોળિયાની અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આજે બુધવારે ધરપકડ કરવામાં આવી હતી. ત્યારે અન્ય બે આરોપી રાજશ્રી કોઠારી અને CEO કાર્તિક પટેલ હજુ સુધી ભૂગર્ભમાં છે ઘટના બાદ પોલીસથી નાસતા-ફરતા હતા ડો.પટોળિયા.આરોપી ડો. સંજય પટોળીયાએ પોલીસ ધરપકડથી બચવા માટે ત્રણ કેસોમાં આગોતરા જામીન માટે અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં અરજી કરી હતી. જેમાં એવી રજૂઆત કરી હતી કે, હું નિર્દોષ છું, મારે આ કેસ સાથે કોઇ જ લેવા દેવા નથી, મને ખોટી રીતે ફસાવી દેવામાં આવ્યો છે, ક્યાંય નાસી કે ભાગી જાઉં તેમ નથી, કોર્ટ પાસે જામીન આપવાની સત્તા છે અને કોર્ટ જામીન આપે તો તમામ શરતોનું પાલન કરવા તૈયાર છું તેથી જામીન પર મુક્ત કરવો જોઇએ. PMJAY યોજનાની ઓફિસના કર્મચારીઓ પણ શંકાના દાયરામાં ઉલ્લેખનીય છે કે ખ્યાતિ હોસ્પિટલમાં દર્દીઓની ખોટી સર્જરી અને સરકારી યોજનામાં છેડછાડ કરવાને લઈ ડોક્ટર પ્રશાંત વજીરાણી સામે ફરિયાદ નોંધાયેલી છે અને આ કેસની તમામ તપાસ ક્રાઈમ બ્રાન્ચ કરી રહી છે. ત્યારે હવે આ કેસમાં PMJAY યોજનાની ઓફિસમાં કામ કરતા કર્મચારીઓ પણ શંકાના ઘેરામાં આવ્યા છે અને PMJAY ઓફિસના સ્ટાફની તપાસ પણ કરવામાં આવી શકે છે. ઓફિસના કર્મચારીઓ પોલીસની રડારમાં જ છે. હોસ્પિટલના કાંડમાં કર્મચારીઓની મોટાપાયે સંડોવણી હોવાની આશંકા છે. ત્યારે PMJAY યોજનામાં ક્લેઈમ વિભાગમાં પણ તપાસ કરવામાં આવી શકે છે. જાણો કેટલા રૂપિયા લીધા 01-કાર્ડિયાક, કેન્સર અને ઓર્થો સર્જરીના 14.43 કરોડ લીધા 02-4 લાખથી વધારે ખર્ચની 2 સર્જરી પેટે 9.06 લાખ લીધા 03-3 થી 4 લાખના ખર્ચની 6 સર્જરી પેટે 19.59 લાખ લીધા 04-2 થી 3 લાખના ખર્ચની 24 સર્જરી પેટે 61 લાખ લીધા 05-1.50થી 2 લાખથી ખર્ચની 226 સર્જરી પેટે 3.85 કરોડ લીધા 06-1 થી 1.50 લાખની ખર્ચની 886 સર્જરી પેટે 10.59 કરોડ લીધા 07-1 લાખથી ઓછા ખર્ચની 12,779 સર્જરીઓ કરી 08-12,779 સર્જરીઓના ખર્ચ પેટે 11.15 કરોડ રૂપિયા પડાવ્યા  

Khyati Hospitalના કાર્તિક પટેલ અને રાજશ્રી કોઠારીની જામીન અરજી પર આજે સુનાવણી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ખ્યાતિકાંડના આરોપીઓ કોર્ટમાંથી જામીન મેળવવા માટે હવાતિયા મારી રહ્યાં છે,કાર્તિક પટેલની જામીન અરજી પર આજે સુનાવણી થશે તો રાજશ્રી કોઠારીની જામીન અરજી પર સુનાવણી થશે,ધરપકડથી બચવા બંન્નેએ કરી છે આગોતરા જામીન અરજી,તો બીજી તરફ ક્રાઈમ બ્રાન્ચ કોર્ટમાં રજૂ કરશે એફિડેવિટ,બન્ને આરોપીઓએ ધરપકડથી બચવા કરી છે ગ્રામ્ય કોર્ટમાં આગોતરા જામીન અરજી,ખ્યાતિ હોસ્પિટલકાંડમાં અત્યાર સુધીમાં 7 આરોપીઓની થઈ છે ધરપકડ.

સંજય પટોળિયાની ગઈકાલે થઈ ધરપકડ

ખ્યાતિ હોસ્પિટલકાંડ મુદ્દે ક્રાઈમબ્રાંચને મહત્વની સફળતા મળી છે. વાસ્તવમાં ભાગેડુ આરોપી ડૉ.સંજય પટોળીયાની ધરપકડ કરાઇ છે. નોંધનિય છે કે, ડૉ.સંજય પટોળીયા ખ્યાતિ હોસ્પિટલમાં ડિરેક્ટર હતો. આ સાથે રાજકોટમાં ડૉ.સંજય પટોલીયા ન્યૂ લાઈફ નામથી હોસ્પિટલ ચલાવતો હતો. સંજય પટોળીયા રાજકોટમાં છુપાઈને બેઠો હતો. જોકે આ ઘટના બાદ તેણે આગોતરા જામીન અરજી આપી હતી પણ આગોતરા જામીન અરજી રિજેક્ટ થતા અમદાવાદ આવ્યો હતો.

હજી બે આરોપી પોલીસ પકડથી દૂર

ડો. સંજય પટોળિયાની અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આજે બુધવારે ધરપકડ કરવામાં આવી હતી. ત્યારે અન્ય બે આરોપી રાજશ્રી કોઠારી અને CEO કાર્તિક પટેલ હજુ સુધી ભૂગર્ભમાં છે ઘટના બાદ પોલીસથી નાસતા-ફરતા હતા ડો.પટોળિયા.આરોપી ડો. સંજય પટોળીયાએ પોલીસ ધરપકડથી બચવા માટે ત્રણ કેસોમાં આગોતરા જામીન માટે અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં અરજી કરી હતી. જેમાં એવી રજૂઆત કરી હતી કે, હું નિર્દોષ છું, મારે આ કેસ સાથે કોઇ જ લેવા દેવા નથી, મને ખોટી રીતે ફસાવી દેવામાં આવ્યો છે, ક્યાંય નાસી કે ભાગી જાઉં તેમ નથી, કોર્ટ પાસે જામીન આપવાની સત્તા છે અને કોર્ટ જામીન આપે તો તમામ શરતોનું પાલન કરવા તૈયાર છું તેથી જામીન પર મુક્ત કરવો જોઇએ.

PMJAY યોજનાની ઓફિસના કર્મચારીઓ પણ શંકાના દાયરામાં

ઉલ્લેખનીય છે કે ખ્યાતિ હોસ્પિટલમાં દર્દીઓની ખોટી સર્જરી અને સરકારી યોજનામાં છેડછાડ કરવાને લઈ ડોક્ટર પ્રશાંત વજીરાણી સામે ફરિયાદ નોંધાયેલી છે અને આ કેસની તમામ તપાસ ક્રાઈમ બ્રાન્ચ કરી રહી છે. ત્યારે હવે આ કેસમાં PMJAY યોજનાની ઓફિસમાં કામ કરતા કર્મચારીઓ પણ શંકાના ઘેરામાં આવ્યા છે અને PMJAY ઓફિસના સ્ટાફની તપાસ પણ કરવામાં આવી શકે છે. ઓફિસના કર્મચારીઓ પોલીસની રડારમાં જ છે. હોસ્પિટલના કાંડમાં કર્મચારીઓની મોટાપાયે સંડોવણી હોવાની આશંકા છે. ત્યારે PMJAY યોજનામાં ક્લેઈમ વિભાગમાં પણ તપાસ કરવામાં આવી શકે છે.

જાણો કેટલા રૂપિયા લીધા

01-કાર્ડિયાક, કેન્સર અને ઓર્થો સર્જરીના 14.43 કરોડ લીધા

02-4 લાખથી વધારે ખર્ચની 2 સર્જરી પેટે 9.06 લાખ લીધા

03-3 થી 4 લાખના ખર્ચની 6 સર્જરી પેટે 19.59 લાખ લીધા

04-2 થી 3 લાખના ખર્ચની 24 સર્જરી પેટે 61 લાખ લીધા

05-1.50થી 2 લાખથી ખર્ચની 226 સર્જરી પેટે 3.85 કરોડ લીધા

06-1 થી 1.50 લાખની ખર્ચની 886 સર્જરી પેટે 10.59 કરોડ લીધા

07-1 લાખથી ઓછા ખર્ચની 12,779 સર્જરીઓ કરી

08-12,779 સર્જરીઓના ખર્ચ પેટે 11.15 કરોડ રૂપિયા પડાવ્યા