PM મોદી 28 ઓક્ટોબરે વડોદરાના પ્રવાસે, 4 લેયર સુરક્ષા-વ્યવસ્થા, જાણો સમગ્ર વિગત
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સ્પેનના વડાપ્રધાન પેડ્રો સચેઝ વડોદરા શહેરની મુલાકાતે આવી રહ્યા છે.આ પ્રસંગે આ મોંઘેરા મહેમાનોના સ્વાગત માટે સમગ્ર શહેરને સુશોભિત કરી રોશનીથી શણગારવામાં આવ્યું છે. PM મોદી 28મી તારીખે વડોદરાની મુલાકાતને લઇ SPGની ટીમ આજે વડોદરા પહોંચશે અને કાલે સ્થાનિક સુરક્ષા ટીમ સાથે રૂટનું નિરીક્ષણ કરશે. PM મોદી 28મી તારીખે વડોદરાના મહેમાન બનશે. PM મોદી અને સ્પેનના PM સાંચેઝનો રોડ શો યોજાશે. PMના પ્રવાસને લઇ સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. સ્થાનિક સુરક્ષા ટીમ સાથે રૂટનું નિરીક્ષણ કરશે અને 4 લેયરમાં SPGની ટીમ સુરક્ષા કરશે. PM મોદી અને સ્પેનના વડાપ્રધાનના પ્રવાસને લઇ આવતીકાલથી જ હાઈસિક્યુરિટી લાગુ થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સ્પેનના વડાપ્રધાનની વડોદરા મુલાકાત દરમિયાન રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન માર્ગો ઉપર 15 સાંસ્કૃતિક મંચ પરથી 200 જેટલા કલાકારો વિવિધ પરંપરાગત નૃત્યો થકી ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવશે. PM મોદી ટાટા એડવાન્સ સિસ્ટમનું ઉદ્ઘાટન કરશે.વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સ્પેનના વડાપ્રધાનના સ્વાગત માટે એરપોર્ટ ખાતે સ્પંદન કલાકેન્દ્ર, દીક્ષા ભરત નાટ્યલય, નૃત્યમયી ડાન્સ એકેડેમી અને મિસ્ટી ડાન્સ એકેડેમી દ્વારા રાસ થકી ૬૬ જેટલા કલાકારો ભવ્ય સ્વાગત કરશે. જ્યારે લક્ષ્મી વિલાસ પેલેસ ખાતે નૃત્ય રાગિણી, શ્રીકલા કેન્દ્ર, નૃત્યમ ડાન્સ એકેડેમી, નૃત્યાંગના કાળા કનેદર અને કેદાર નાટ્યલય દ્વારા ગરબા, રાસ, હુડો અને ભરતનાટ્યમ રંગારંગ કૃતિઓ 66 જેટલા કલાકારો દ્વારા પ્રસ્તુત કરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા મહાનુભાવોના રોડ શોના રૂટ પર 15 સાંસ્કૃતિક મંચ બનાવવામાં આવશે. જેમાં દરેક મંચ પર 12 થી 15 કલાકારો એટલે કે 180 થી 200 જેટલા કલાકારો વિશ્વ પ્રસિદ્ધ એવા ગુજરાતના માંડવડી દીવા, દાંડિયા રાસ, આદિવાસી નૃત્ય, મહારાષ્ટ્રનું લાવણી નૃત્ય, રાજસ્થાનનું કાલબેલિયા નૃત્ય, કેરળનું કુચિપુડી નૃત્ય, પંજાબનું ભાંગડા નૃત્ય, બંગાળની દુર્ગાપૂજા, દક્ષિણ ભારત ની બેન્ડ અને રાષ્ટ્રભક્તિ થીમ આધારિત સાંસ્કૃતિક કૃતિઓ આકર્ષણનું કેન્દ્ર બનશે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સ્પેનના વડાપ્રધાન પેડ્રો સચેઝ વડોદરા શહેરની મુલાકાતે આવી રહ્યા છે.આ પ્રસંગે આ મોંઘેરા મહેમાનોના સ્વાગત માટે સમગ્ર શહેરને સુશોભિત કરી રોશનીથી શણગારવામાં આવ્યું છે. PM મોદી 28મી તારીખે વડોદરાની મુલાકાતને લઇ SPGની ટીમ આજે વડોદરા પહોંચશે અને કાલે સ્થાનિક સુરક્ષા ટીમ સાથે રૂટનું નિરીક્ષણ કરશે.
PM મોદી 28મી તારીખે વડોદરાના મહેમાન બનશે. PM મોદી અને સ્પેનના PM સાંચેઝનો રોડ શો યોજાશે. PMના પ્રવાસને લઇ સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. સ્થાનિક સુરક્ષા ટીમ સાથે રૂટનું નિરીક્ષણ કરશે અને 4 લેયરમાં SPGની ટીમ સુરક્ષા કરશે. PM મોદી અને સ્પેનના વડાપ્રધાનના પ્રવાસને લઇ આવતીકાલથી જ હાઈસિક્યુરિટી લાગુ થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સ્પેનના વડાપ્રધાનની વડોદરા મુલાકાત દરમિયાન રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન માર્ગો ઉપર 15 સાંસ્કૃતિક મંચ પરથી 200 જેટલા કલાકારો વિવિધ પરંપરાગત નૃત્યો થકી ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવશે. PM મોદી ટાટા એડવાન્સ સિસ્ટમનું ઉદ્ઘાટન કરશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સ્પેનના વડાપ્રધાનના સ્વાગત માટે એરપોર્ટ ખાતે સ્પંદન કલાકેન્દ્ર, દીક્ષા ભરત નાટ્યલય, નૃત્યમયી ડાન્સ એકેડેમી અને મિસ્ટી ડાન્સ એકેડેમી દ્વારા રાસ થકી ૬૬ જેટલા કલાકારો ભવ્ય સ્વાગત કરશે. જ્યારે લક્ષ્મી વિલાસ પેલેસ ખાતે નૃત્ય રાગિણી, શ્રીકલા કેન્દ્ર, નૃત્યમ ડાન્સ એકેડેમી, નૃત્યાંગના કાળા કનેદર અને કેદાર નાટ્યલય દ્વારા ગરબા, રાસ, હુડો અને ભરતનાટ્યમ રંગારંગ કૃતિઓ 66 જેટલા કલાકારો દ્વારા પ્રસ્તુત કરવામાં આવશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા મહાનુભાવોના રોડ શોના રૂટ પર 15 સાંસ્કૃતિક મંચ બનાવવામાં આવશે. જેમાં દરેક મંચ પર 12 થી 15 કલાકારો એટલે કે 180 થી 200 જેટલા કલાકારો વિશ્વ પ્રસિદ્ધ એવા ગુજરાતના માંડવડી દીવા, દાંડિયા રાસ, આદિવાસી નૃત્ય, મહારાષ્ટ્રનું લાવણી નૃત્ય, રાજસ્થાનનું કાલબેલિયા નૃત્ય, કેરળનું કુચિપુડી નૃત્ય, પંજાબનું ભાંગડા નૃત્ય, બંગાળની દુર્ગાપૂજા, દક્ષિણ ભારત ની બેન્ડ અને રાષ્ટ્રભક્તિ થીમ આધારિત સાંસ્કૃતિક કૃતિઓ આકર્ષણનું કેન્દ્ર બનશે.