SMCની તપાસમાં બોબી પટેલે કર્યો ખુલાસો, ગેરકાયદેસર રીતે 8 લોકોને મોકલ્યા વિદેશ
એકથી સવા કરોડ રૂપિયામાં લોકોને ગેરકાયદે અમેરિકા મોકલવાના કબૂતરબાજી કૌભાંડના મુખ્ય સૂત્રધાર બોબી પટેલના એજન્ટ પંકજ પટેલની સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે વારાણસીમાંથી ધરપકડ કરી છે.જેમાં અનેક ખુલાસા સામે આવ્યા છે.એજન્ટ પંકજ ઉર્ફે પી.કે.પટેલની પૂછપરછમાં ખુલાસો થયો છે અને કબૂતરબાજીના એજન્ટે 8 લોકોને વિદેશ મોકલ્યા હોવાની વાત સામે આવી છે જેમાં તેણે દરેક વ્યક્તિ પાસેથી રૂ. 2 લાખ પડાવ્યા છે.SMCએ 9 દિવસના રિમાન્ડ મેળવી તપાસ હાથધરી છે. કબૂતરબાજી કેસમાં SMCની તપાસ બોબી માટે ગ્રાહકો લાવવાનું કામ કરતા એજન્ટ પંકજ ઉર્ફે પી.કે.શંકરલાલ પટેલ (કડી)નું નામ આ કૌભાંડમાં ખૂલતા તે નાસી ગયો હતો. દરમિયાન પંકજ પટેલ ઓળખ છુપાવી પંકજ પંડિત તરીકે વારાણસીમાં હોવાની બાતમી મળી હતી, જેના આધારે પોલીસે બે દિવસ વોચ રાખી ગોલાદીનાનાથ વિસ્તારમાંથી ઝડપી લીધો હતો. પંકજ પાસેથી પાસપોર્ટ, ફોન, 2 ડોલર, હિસાબ લખેલી ડાયરીઓ મળી આવી હતી. તેની પર 25 હજારનું ઇનામ પણ રખાયું હતું. હાલ કોર્ટે તેના 9 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. કબૂતરબાજ બોબી પટેલના બે સાગરીતોની મુંબઈથી કરાઈ હતી ધરપકડ તમને જણાવી દઈએ કે થોડા મહિનાઓ પહેલા કબૂતરબાજીના માસ્ટર માઈન્ડ બોબી પટેલના 2 સાગરીતોની ધરપકડ કરવામાં આવી હતી. બંને આરોપી પ્રવિણ પટેલ અને હિતેશ પટેલની મુંબઈમાં સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ દ્વારા મુંબઈના મલાડ વિસ્તારમાં તપાસ કરવામાં આવી રહી હતી, આ દરમિયાન કબૂતરબાજીના માસ્ટર માઈન્ડ બોબી પટેલના 2 સાગરીતોની ધરપકડ કરી લેવામાં આવી હતી. આરોપીઓ પાસેથી 5 મોબાઈલ, આધારકાર્ડ, કાર સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. આ બંને આરોપીઓ પાસેથી કુલ 17 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. કબૂતરબાજ બોબી પટેલ કોણ છે ? ઈન્ટરનેશનલ હ્યુમન ટ્રાફ્કિીંગનું હબ બની ગયેલા ગુજરાતમાં ભરત પટેલ ઉર્ફે બોબી એક મોટું નામ છે. વર્ષે દહાડે કરોડો રૂપિયાનો વેપાર કરતા ભરત પટેલ ઉર્ફે બોબી ઉપર અનેક મોટા માથાઓના હાથ હતા અને સ્ટેટ મોનિટિરિંગ સેલની ટીમે ભરત પટેલ ઉર્ફે બોબીની ધરપકડ કરી લીધી અને ત્યારબાદ હાથ ધરેલી તપાસમાં અનેક મોટા ઘટસ્ફોટ થયા છે. બોબી પાસેથી મોટી માત્રામાં થોકબંધ પાસપોર્ટ અને દસ્તાવેજોએ તેની સાથે જોડાયેલા અન્ય 17 આરોપીઓની પોલ ખોલી નાખી છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
એકથી સવા કરોડ રૂપિયામાં લોકોને ગેરકાયદે અમેરિકા મોકલવાના કબૂતરબાજી કૌભાંડના મુખ્ય સૂત્રધાર બોબી પટેલના એજન્ટ પંકજ પટેલની સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે વારાણસીમાંથી ધરપકડ કરી છે.જેમાં અનેક ખુલાસા સામે આવ્યા છે.એજન્ટ પંકજ ઉર્ફે પી.કે.પટેલની પૂછપરછમાં ખુલાસો થયો છે અને કબૂતરબાજીના એજન્ટે 8 લોકોને વિદેશ મોકલ્યા હોવાની વાત સામે આવી છે જેમાં તેણે દરેક વ્યક્તિ પાસેથી રૂ. 2 લાખ પડાવ્યા છે.SMCએ 9 દિવસના રિમાન્ડ મેળવી તપાસ હાથધરી છે.
કબૂતરબાજી કેસમાં SMCની તપાસ
બોબી માટે ગ્રાહકો લાવવાનું કામ કરતા એજન્ટ પંકજ ઉર્ફે પી.કે.શંકરલાલ પટેલ (કડી)નું નામ આ કૌભાંડમાં ખૂલતા તે નાસી ગયો હતો. દરમિયાન પંકજ પટેલ ઓળખ છુપાવી પંકજ પંડિત તરીકે વારાણસીમાં હોવાની બાતમી મળી હતી, જેના આધારે પોલીસે બે દિવસ વોચ રાખી ગોલાદીનાનાથ વિસ્તારમાંથી ઝડપી લીધો હતો. પંકજ પાસેથી પાસપોર્ટ, ફોન, 2 ડોલર, હિસાબ લખેલી ડાયરીઓ મળી આવી હતી. તેની પર 25 હજારનું ઇનામ પણ રખાયું હતું. હાલ કોર્ટે તેના 9 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.
કબૂતરબાજ બોબી પટેલના બે સાગરીતોની મુંબઈથી કરાઈ હતી ધરપકડ
તમને જણાવી દઈએ કે થોડા મહિનાઓ પહેલા કબૂતરબાજીના માસ્ટર માઈન્ડ બોબી પટેલના 2 સાગરીતોની ધરપકડ કરવામાં આવી હતી. બંને આરોપી પ્રવિણ પટેલ અને હિતેશ પટેલની મુંબઈમાં સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ દ્વારા મુંબઈના મલાડ વિસ્તારમાં તપાસ કરવામાં આવી રહી હતી, આ દરમિયાન કબૂતરબાજીના માસ્ટર માઈન્ડ બોબી પટેલના 2 સાગરીતોની ધરપકડ કરી લેવામાં આવી હતી. આરોપીઓ પાસેથી 5 મોબાઈલ, આધારકાર્ડ, કાર સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. આ બંને આરોપીઓ પાસેથી કુલ 17 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.
કબૂતરબાજ બોબી પટેલ કોણ છે ?
ઈન્ટરનેશનલ હ્યુમન ટ્રાફ્કિીંગનું હબ બની ગયેલા ગુજરાતમાં ભરત પટેલ ઉર્ફે બોબી એક મોટું નામ છે. વર્ષે દહાડે કરોડો રૂપિયાનો વેપાર કરતા ભરત પટેલ ઉર્ફે બોબી ઉપર અનેક મોટા માથાઓના હાથ હતા અને સ્ટેટ મોનિટિરિંગ સેલની ટીમે ભરત પટેલ ઉર્ફે બોબીની ધરપકડ કરી લીધી અને ત્યારબાદ હાથ ધરેલી તપાસમાં અનેક મોટા ઘટસ્ફોટ થયા છે. બોબી પાસેથી મોટી માત્રામાં થોકબંધ પાસપોર્ટ અને દસ્તાવેજોએ તેની સાથે જોડાયેલા અન્ય 17 આરોપીઓની પોલ ખોલી નાખી છે.