Surendranagar: દસાડાના ગ્રામ્યના વકીલને મારી નાંખવાની ધમકી અપાઈ

Feb 4, 2025 - 01:30
Surendranagar: દસાડાના ગ્રામ્યના વકીલને મારી નાંખવાની ધમકી અપાઈ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

દસાડા તાલુકાના ઝેઝરી ગામે રહેતા વકીલે એક જમીન પેટે રૂપીયા 21 લાખન બાનુ આપ્યુ હતુ. આ રૂપીયા પરત માંગતા ગેડીયાના શખ્સે મારી નાંખવાની ધમકી આપી 3 રાઉન્ડ ફાયરીંગ કર્યાની પોલીસ ફરિયાદ બજાણા પોલીસ મથકે નોંધાઈ છે.

દસાડા તાલુકાના ઝેઝરી ગામે રહેતા 32 વર્ષીય સાજીદખાન હાજીખાન ઝંડાણી વકીલાતનો વ્યવસાય કરે છે. ચારેક માસ પહેલા તેમને ગેડીયાનો સાહીલખાન હબીબખાન મલેક મળ્યો હતો. અને જમીન વેચવાની વાત કરી હતી. સાહીલખાને જણાવ્યુ કે, કામલપુર ગામમાં ભાવજીભાઈ પ્રાગજીભાઈ પટેલના નામની જમીન છે, તેનો મેં રજીસ્ટર બાનાખત કરાવેલ છે, તમારે લેવી હોય તો તમારા નામે બાનાખત કરાવી આપુ. આથી સાજીદખાને બાનાખત જોઈને બાના પેટે તા. 20-10-24ના રોજ રૂપીયા 5 લાખ, 25-10-24ના રોજ રૂપીયા 5 લાખ, 15-11-24ના રોજ રૂપીયા 10 લાખ અને ત્યારબાદ રૂપીયા 1 લાખ એમ કુલ 21 લાખ આપી વાઉચર પર સહી લીધી હતી. બાદમાં સાજીદખાન કામ અર્થે કામલપુર જતા ભાવજીભાઈને મળ્યા હતા. અને તેઓની જમીન સાજીદખાન લેનાર હોવાનું જણાવતા ભાવજીભાઈએ જણાવ્યુ કે, મેં સાહીલખાન પાસેથી જમીન ઉપર રૂપીયા 5 લાખ લીધા હતા. અને સામે રજીસ્ટર બાનાખત કરાવ્યુ હતુ. જેમાં વ્યાજ સહિત 9 લાખ પાછા આપી દીધા છે. અને સાહીલે આ બાનાખત કેન્સલ કરાવવાનું કહ્યુ છે.

આથી સાજીદખાને રૂપીયા 21 લાખ સાહીલખાન પાસેથી પરત માંગતા સાહીલખાને થોડો સમય માંગ્યો હતો. બાદમાં અવારનવાર પૈસાની માંગણી કરતા સાહીલખાન ખોટા વાયદા કરતો હતો. તા. 2ના રોજ બપોરે સાજીદખાન કાર લઈને ઝેઝરીથી અગોલ ગામ જતા હતા ત્યારે કચોલીયા પાસે કાર લઈને આવેલા સાહીલખાને સાજીદખાનને બોલાવી રીવોલ્વર તાકી મારી નાંખવાની ધમકી આપી કારના આગળના ટાયર પાસે 2 રાઉન્ડ અને હવામાં એક રાઉન્ડ ફાયરીંગ કર્યા હતા. અને લાકડાના ધોકા વડે કારના કાચ તોડી નાંખ્યા હતા. બનાવની બજાણા પોલીસ મથકે સાહીલખાન સામે ફરિયાદ નોંધાતા વધુ તપાસ પીએસઆઈ એ.કે.વાઘેલા ચલાવી રહ્યા છે.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0