Banaskanthaના પાલનપુરમાં સામાન્ય વરસાદમાં ખેતરો થયા જળબંબાકાર, ખેડૂતોને રડવાનો વારો આવ્યો

બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરમાં ગઈકાલે થયેલા 1.5 ઇંચ જેટલાં વરસાદમાં જ પાલનપુર આસપાસના વિસ્તારમાં કેટલાક ખેતરો જળબંબાકાર થયા છે.તો પાલનપુર આબુ હાઇવે પર લુણવા ગામના પાટીયા નજીક હાઇવેના પાણી ખેતરોમાં ફરી વળતા ખેડૂતોના ખેતરોમાં તૈયાર થયેલા પાકનું ધોવાણ થયું છે અને ખેડૂતોને નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે. બનાસકાંઠામાં થયો વરસાદ હવામાન વિભાગ દ્વારા બનાસકાંઠા જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરાઇ હતી.અને તે મુજબ જ ગઈકાલે સમગ્ર જિલ્લામાં ક્યાંક ધોધમાર તો ક્યાંક ધીમીધારે વરસાદ વરસ્યો. જોકે ચોમાસાના અંતમાં વરસેલો આ વરસાદ પણ જિલ્લામાં ક્યાંક તો ખેડૂતોને ખુશ ખુશાલ કરી ગયો તો ક્યાંક ખેડૂતોને ચિંતામાં મૂકી ગયો છે.જિલ્લા મથક પાલનપુરમાં દોઢ ઇંચ જેટલો વરસાદ થયો અને આ દોઢ ઇંચ જેટલા વરસાદમાં પાલનપુર આબુ હાઇવે પર આવેલા લુણવા ગામના પાટીયા નજીક હાઇવેના પાણી ખેતરોમાં ફરી વળ્યાં અને આ પાણી ખેડૂતોના ખેતરોમાં તારાજીના દ્રશ્યો ઉભા થયા. હાઈવેના પાણી ખેતરોમાં ઘુસ્યા નેશનલ હાઈવે ઓર્થોરિટીની બેદરકારીને કારણે હાઇવે ના પાણી સીધા ખેડૂતોના ખેતરોમાં ઘુસ્યા અને ખેડૂતોના ખેતરોમાં ઉભેલા પાકોનું ધોવાણ થઈ ગયું.ખેડૂતોએ પોતાના ખેતરમાં મોંઘાદાટ બિયારણો લાવી મગફળી સહિતના પાકોનું વાવેતર કર્યું હતું.પરંતુ વરસાદી પાણી આ તૈયાર થયેલા પાક ઉપર ફરી વળતા પાક ધોવાઈ ગયો અને ખેડૂતોને વધુ એક વખત નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે.ખેડૂતોની હાલત થઈ ખરાબ છેલ્લા કેટલાક સમયથી ખેડૂતો વરસાદની કાગડોળે રાહ જોઈ રહ્યા હતા. ખેડૂતોને એવી આશા હતી કે વરસાદ આવશે તો ખેડૂતોનો પાક સારો પાકશે પરંતુ કુદરતે વરસાદ તો આપ્યો પરંતુ નેશનલ હાઈવે ઓર્થોરીટીની ઘોર બેદરકારીએ ખેડૂતોના સપના પર પાણી ફેરવી દીધું છે અત્યારે તો ખેડૂતોમાં નેશનલ હાઇવે ઓર્થોરિટી સામે રોષ ભભૂકી ઉઠ્યો છે અને વહેલી તકે આ પાણીનું યોગ્ય માર્ગ કરાવાય તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે.  

Banaskanthaના પાલનપુરમાં સામાન્ય વરસાદમાં ખેતરો થયા જળબંબાકાર, ખેડૂતોને રડવાનો વારો આવ્યો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરમાં ગઈકાલે થયેલા 1.5 ઇંચ જેટલાં વરસાદમાં જ પાલનપુર આસપાસના વિસ્તારમાં કેટલાક ખેતરો જળબંબાકાર થયા છે.તો પાલનપુર આબુ હાઇવે પર લુણવા ગામના પાટીયા નજીક હાઇવેના પાણી ખેતરોમાં ફરી વળતા ખેડૂતોના ખેતરોમાં તૈયાર થયેલા પાકનું ધોવાણ થયું છે અને ખેડૂતોને નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે.

બનાસકાંઠામાં થયો વરસાદ

હવામાન વિભાગ દ્વારા બનાસકાંઠા જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરાઇ હતી.અને તે મુજબ જ ગઈકાલે સમગ્ર જિલ્લામાં ક્યાંક ધોધમાર તો ક્યાંક ધીમીધારે વરસાદ વરસ્યો. જોકે ચોમાસાના અંતમાં વરસેલો આ વરસાદ પણ જિલ્લામાં ક્યાંક તો ખેડૂતોને ખુશ ખુશાલ કરી ગયો તો ક્યાંક ખેડૂતોને ચિંતામાં મૂકી ગયો છે.જિલ્લા મથક પાલનપુરમાં દોઢ ઇંચ જેટલો વરસાદ થયો અને આ દોઢ ઇંચ જેટલા વરસાદમાં પાલનપુર આબુ હાઇવે પર આવેલા લુણવા ગામના પાટીયા નજીક હાઇવેના પાણી ખેતરોમાં ફરી વળ્યાં અને આ પાણી ખેડૂતોના ખેતરોમાં તારાજીના દ્રશ્યો ઉભા થયા.


હાઈવેના પાણી ખેતરોમાં ઘુસ્યા

નેશનલ હાઈવે ઓર્થોરિટીની બેદરકારીને કારણે હાઇવે ના પાણી સીધા ખેડૂતોના ખેતરોમાં ઘુસ્યા અને ખેડૂતોના ખેતરોમાં ઉભેલા પાકોનું ધોવાણ થઈ ગયું.ખેડૂતોએ પોતાના ખેતરમાં મોંઘાદાટ બિયારણો લાવી મગફળી સહિતના પાકોનું વાવેતર કર્યું હતું.પરંતુ વરસાદી પાણી આ તૈયાર થયેલા પાક ઉપર ફરી વળતા પાક ધોવાઈ ગયો અને ખેડૂતોને વધુ એક વખત નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે.


ખેડૂતોની હાલત થઈ ખરાબ

છેલ્લા કેટલાક સમયથી ખેડૂતો વરસાદની કાગડોળે રાહ જોઈ રહ્યા હતા. ખેડૂતોને એવી આશા હતી કે વરસાદ આવશે તો ખેડૂતોનો પાક સારો પાકશે પરંતુ કુદરતે વરસાદ તો આપ્યો પરંતુ નેશનલ હાઈવે ઓર્થોરીટીની ઘોર બેદરકારીએ ખેડૂતોના સપના પર પાણી ફેરવી દીધું છે અત્યારે તો ખેડૂતોમાં નેશનલ હાઇવે ઓર્થોરિટી સામે રોષ ભભૂકી ઉઠ્યો છે અને વહેલી તકે આ પાણીનું યોગ્ય માર્ગ કરાવાય તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે.