Sayla: કોરડા રોડ પર છોટા હાથી પલટી જતા 1નું મોત
ઝાલાવાડમાં લોહીયાળ અકસ્માતો સર્જાવાનો સિલસિલો યથાવત્ રહેવા પામ્યો હતો. તેમ ચુડા તાલુકાના સમઢિયાળા ગામે વાડીમાં કપાસ વીણવાનું કામ કરી પરત ઘરે જતા શ્રમિકો ભરેલું છોટા હાથી પલટી ખાઇ જતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.બપોરના સમયે બનેલા અકસ્માતમાં માલવાહક વાહનમાં બેસેલા દસ થી વધારે શ્રમિકો માંથી પાંચ થી વધુ લોકો ને ગંભીર ઇજાઓ થતા 108 એમ્બ્યુલન્સ દ્વારા તુરંત સાયલા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.સમઢિયાળા ની સીમમાં કપાસ વીણવાનું કામ કરતા શ્રમિક મહિલાઓ,યુવતીઓ ને પરત લઈ જતા સમયે છોટા હાથી ના ચાલકે કાબુ ગુમાવતા વાહન પલ્ટી ખાઇ ગયું હતું.બપોરના સમયે બનેલા બનાવમાં વાહનમાં બેસેલા પૈકી પાંચ જેટલા મહિલા શ્રમિકો ને સારવાર અર્થે સાયલા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડયા બાદ સારવાર દરમ્યાન રેખાબેન ગોવાભાઈ પરમાર નામની 18 વર્ષીય યુવતી નું ગંભીર ઇજાઓ થવાથી કરુણ મોત નીપજતાં વાતાવરણમાં ગમગીની છવાઈ જવા પામી હતી. અકસ્માતના સમાચાર મળતા શ્રમિકો ના સ્વજનો હોસ્પિટલ ખાતે દોડી ગયા હતા જ્યાં ત્રણ થી વધુ ઈજાગ્રસ્ત શ્રમિક મહિલાઓ ને પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે સુરેન્દ્રનગર હોસ્પિટલ ખસેડાયા હતા.વધુમાં મળતી વિગતો પ્રમાણે મૃતક તથા તમામ ઈજાગ્રસ્તો સમઢિયાળા ગામના હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું તેમજ અક્સ્માત બાબતે જાણ કરાતા ચુડા પોલીસ દ્વારા મૃતકની લાશ નું પોસ્ટમોર્ટમ કરાવી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ઈજાગ્રસ્તો ના નામ 1- શીતલબેન બુટાભાઇ રોજાસરા 2- શારદાબેન ગોપાલભાઇ વાઘેલા 3- મોતાબેન બેચરભાઇ પરમાર 4- પુરીબેન પ્રવિણભાઇ વાઘેલા તમામ રહે. મુ.સમઢિયાળા, તા.ચુડા
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ઝાલાવાડમાં લોહીયાળ અકસ્માતો સર્જાવાનો સિલસિલો યથાવત્ રહેવા પામ્યો હતો. તેમ ચુડા તાલુકાના સમઢિયાળા ગામે વાડીમાં કપાસ વીણવાનું કામ કરી પરત ઘરે જતા શ્રમિકો ભરેલું છોટા હાથી પલટી ખાઇ જતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.બપોરના સમયે બનેલા અકસ્માતમાં માલવાહક વાહનમાં બેસેલા દસ થી વધારે શ્રમિકો માંથી પાંચ થી વધુ લોકો ને ગંભીર ઇજાઓ થતા 108 એમ્બ્યુલન્સ દ્વારા તુરંત સાયલા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
સમઢિયાળા ની સીમમાં કપાસ વીણવાનું કામ કરતા શ્રમિક મહિલાઓ,યુવતીઓ ને પરત લઈ જતા સમયે છોટા હાથી ના ચાલકે કાબુ ગુમાવતા વાહન પલ્ટી ખાઇ ગયું હતું.બપોરના સમયે બનેલા બનાવમાં વાહનમાં બેસેલા પૈકી પાંચ જેટલા મહિલા શ્રમિકો ને સારવાર અર્થે સાયલા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડયા બાદ સારવાર દરમ્યાન રેખાબેન ગોવાભાઈ પરમાર નામની 18 વર્ષીય યુવતી નું ગંભીર ઇજાઓ થવાથી કરુણ મોત નીપજતાં વાતાવરણમાં ગમગીની છવાઈ જવા પામી હતી.
અકસ્માતના સમાચાર મળતા શ્રમિકો ના સ્વજનો હોસ્પિટલ ખાતે દોડી ગયા હતા જ્યાં ત્રણ થી વધુ ઈજાગ્રસ્ત શ્રમિક મહિલાઓ ને પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે સુરેન્દ્રનગર હોસ્પિટલ ખસેડાયા હતા.વધુમાં મળતી વિગતો પ્રમાણે મૃતક તથા તમામ ઈજાગ્રસ્તો સમઢિયાળા ગામના હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું તેમજ અક્સ્માત બાબતે જાણ કરાતા ચુડા પોલીસ દ્વારા મૃતકની લાશ નું પોસ્ટમોર્ટમ કરાવી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
ઈજાગ્રસ્તો ના નામ
1- શીતલબેન બુટાભાઇ રોજાસરા
2- શારદાબેન ગોપાલભાઇ વાઘેલા
3- મોતાબેન બેચરભાઇ પરમાર
4- પુરીબેન પ્રવિણભાઇ વાઘેલા
તમામ રહે. મુ.સમઢિયાળા, તા.ચુડા