Porbandar: એરપોર્ટ ફરી શરૂ કરવા વેપારીઓની માગ, લાંબા સમયથી કામગીરી છે ઠપ્પ

પોરબંદર જિલ્લાનું એરપોર્ટ લાંબા સમયથી ઠપ્પ હોવાના કારણે વેપારીઓ અને ઉદ્યોગપતિઓ પણ હવે હવાઈ સેવા ફરી શરૂ કરવા માટે માગ કરી રહ્યા છે. પોરબંદર જિલ્લામાં વ્યાપાર ઓછો હોવાથી વેપારીઓ પણ હવાઈ સેવા શરૂ થાય તો તેમને બોમ્બે અને અમદાવાદ જેવા શહેરથી કનેક્ટિવિટી મળે અને વ્યાપારમાં ફાયદો થાય તે માટે હવાઈ સેવા ફરી શરૂ કરવાની માગ કરી રહ્યા છે.હવાઈ સેવા શરૂ થાય તો પ્રવાસનને પણ વધુ વેગ મળે વ્યાપારીઓ પોતાના વ્યાપાર માટે તો પ્રવાસનની દ્રષ્ટિએ પણ પોરબંદરની જનતા હવાઈ સેવા શરૂ કરવા માટે માગ કરી રહી છે. ઉલ્લેખનીય છે કે પોરબંદરની ધરતી મહાત્મા ગાંધીની જન્મભૂમિ અને સુદામાજીની કર્મભૂમિ છે અને હાલમાં જ ભરડા જંગલ સફારી અને મોકર સાગર વેટલેન્ડની પણ શરૂઆત કરવામાં આવી છે તો પ્રવાસનને પણ વધુ વેગ મળે તે માટે હવાઈ સેવા અનિવાર્ય બની છે. અમદાવાદ એરપોર્ટથી શિયાળામાં રોજની 31 નવી ફ્લાઈટ ઉપડશે અમદાવાદ એરપોર્ટ પરથી અવર-જવર કરતી ફ્લાઈટો માટે શિયાળું સમયપત્રક જાહેર કરવામાં આવ્યું છે. જે મુજબ 27 ઓક્ટોબર 2024થી 29 માર્ચ 2025 સુધી લાગુ રહેશે. જેમાં કેશોદ, ગુવાહાટી, દીમાપુર હિસાર, અગરતલા, પોર્ટ બ્લેર, જલગાંવ, કોલ્હાપુર, તિરુવનંતપુરમ માટે નવી ફ્લાઈટો શરૂ કરવામાં આવશે. આ ઉપરાંત આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે દા નાંગ અને મસ્તક માટે પણ નવી ફ્લાઈટોનું સંચાલન કરાશે. અમદાવાદ એરપોર્ટ પર દરરોજ સરેરાશ 269 ફલાઈટોની અવરજવર નવા સ્થળોની સાથે સાથે હાલના સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય સ્થળો માટે વધારાની ફ્લાઈટો પણ શરૂ કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે અમદાવાદ એરપોર્ટ પર દરરોજની સરેરાશ 269 એરક્રાફ્ટની અવર-જવર રહેતી હોય છે. ત્યારે આ નવા શિયાળું સમયમપત્રકમાં આ સંખ્યા વધીને 300 જેટલી થઈ જશે. ઉલ્લેખનીય છે કે હવે મુસાફરોની અમદાવાદ એરપોર્ટ પર ઘણી સુવિધાઓ આપવામાં આવે છે.

Porbandar: એરપોર્ટ ફરી શરૂ કરવા વેપારીઓની માગ, લાંબા સમયથી કામગીરી છે ઠપ્પ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

પોરબંદર જિલ્લાનું એરપોર્ટ લાંબા સમયથી ઠપ્પ હોવાના કારણે વેપારીઓ અને ઉદ્યોગપતિઓ પણ હવે હવાઈ સેવા ફરી શરૂ કરવા માટે માગ કરી રહ્યા છે. પોરબંદર જિલ્લામાં વ્યાપાર ઓછો હોવાથી વેપારીઓ પણ હવાઈ સેવા શરૂ થાય તો તેમને બોમ્બે અને અમદાવાદ જેવા શહેરથી કનેક્ટિવિટી મળે અને વ્યાપારમાં ફાયદો થાય તે માટે હવાઈ સેવા ફરી શરૂ કરવાની માગ કરી રહ્યા છે.

હવાઈ સેવા શરૂ થાય તો પ્રવાસનને પણ વધુ વેગ મળે

વ્યાપારીઓ પોતાના વ્યાપાર માટે તો પ્રવાસનની દ્રષ્ટિએ પણ પોરબંદરની જનતા હવાઈ સેવા શરૂ કરવા માટે માગ કરી રહી છે. ઉલ્લેખનીય છે કે પોરબંદરની ધરતી મહાત્મા ગાંધીની જન્મભૂમિ અને સુદામાજીની કર્મભૂમિ છે અને હાલમાં જ ભરડા જંગલ સફારી અને મોકર સાગર વેટલેન્ડની પણ શરૂઆત કરવામાં આવી છે તો પ્રવાસનને પણ વધુ વેગ મળે તે માટે હવાઈ સેવા અનિવાર્ય બની છે.

અમદાવાદ એરપોર્ટથી શિયાળામાં રોજની 31 નવી ફ્લાઈટ ઉપડશે

અમદાવાદ એરપોર્ટ પરથી અવર-જવર કરતી ફ્લાઈટો માટે શિયાળું સમયપત્રક જાહેર કરવામાં આવ્યું છે. જે મુજબ 27 ઓક્ટોબર 2024થી 29 માર્ચ 2025 સુધી લાગુ રહેશે. જેમાં કેશોદ, ગુવાહાટી, દીમાપુર હિસાર, અગરતલા, પોર્ટ બ્લેર, જલગાંવ, કોલ્હાપુર, તિરુવનંતપુરમ માટે નવી ફ્લાઈટો શરૂ કરવામાં આવશે. આ ઉપરાંત આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે દા નાંગ અને મસ્તક માટે પણ નવી ફ્લાઈટોનું સંચાલન કરાશે.

અમદાવાદ એરપોર્ટ પર દરરોજ સરેરાશ 269 ફલાઈટોની અવરજવર

નવા સ્થળોની સાથે સાથે હાલના સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય સ્થળો માટે વધારાની ફ્લાઈટો પણ શરૂ કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે અમદાવાદ એરપોર્ટ પર દરરોજની સરેરાશ 269 એરક્રાફ્ટની અવર-જવર રહેતી હોય છે. ત્યારે આ નવા શિયાળું સમયમપત્રકમાં આ સંખ્યા વધીને 300 જેટલી થઈ જશે. ઉલ્લેખનીય છે કે હવે મુસાફરોની અમદાવાદ એરપોર્ટ પર ઘણી સુવિધાઓ આપવામાં આવે છે.