Surendranagarમાં ગરીબો બન્યા વધુ ગરીબ, કાગળ પર બન્યા ઘરના માલિક, વાંચો Story
સુરેન્દ્રનગરમાં નોર્ધન આર્ક કેપિટલ લિમિટેડ ફાઇનાન્સ કંપનીએ કરોડો રૂપિયાની ઠગાઈ કરી હોવાની વાત સામે આવી છે જેમાં ફાઇનાન્સ કંપનીના અધિકારીઓ કંપની બંધ કરીને ભૂગર્ભમાં ઉતરી ગયા હોવાની વાત સામે આવી છે.ખોટા ડોક્યુમેન્ટ ઉભા કરી હોમ લોનનો પર્દાફાશ કરવામાં આવ્યો છે.જેમાં પતરાવાળા મકાન પર લોન માટે ધાબા વાળા બતાવ્યા હોવાની વાત સામે આવી છે. લોનની અરજીબાદ રૂપિયા થયા જમા જે લોકોના ડોકયુમેન્ટ લીધા હતા તે લોકોના ખાતામાં રૂપિયા તો જમા થયા પરંતુ જે રૂપિયા જમા થયા તેમાં જમા થયેલા રૂપિયા બારોબાર ઉપડી ગયા હોવાની વાત સામે આવી છે જેમાં અન્ય કોણ કોણ સામેલ છે તેને લઈ પણ તપાસ કરવામાં આવશે સાથે સાથે અરજદારો બી ડિવિઝન પોલીસ મથકે અરજી કરવા પહોંચ્યા છે,પોલીસે સમગ્ર મામલે તપાસ હાથધરી છે,નાના માણસોના ડોકયુમેન્ટ પર છેતરપિંડી કરવામાં આવી હોવાની વાત સામે આવી છે. કરોડો રૂપિયાનું કૌભાંડ કર્યા હોવાની આશંકા સુરેન્દ્રનગરમાં ખોટા ડોક્યુમેન્ટ ઉભા કરી હોમ લોન આપી છેતરપિંડી કરવામાં આવી હોવાનું કૌભાંડ સામે આવ્યું છે,નોર્ધન આર્ક કેપિટલ લિમિટેડ ફાઇનાન્સ સામે સવાલ ઉભા થયા છે.પતરાવાળા મકાન પર વધુ રકમની લોન કરવા ધાબા વાળા મકાનના ફોટા પાડી ફાઈલોમાં જોડવામાં આવ્યા હોવાનો અરજદારોએ આક્ષેપ કર્યો છે,મુખ્યમંત્રીને ભોગ બનાર લોકોએ રજૂઆત કરતા સુરેન્દ્રનગર બી-ડિવિઝન પોલીસને તપાસ સોંપવામાં આવી છે. તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો સમગ્ર ઘટનાને લઈ સુરેન્દ્રનગર પોલીસે તમામ લોકોના નિવેદન પણ નોંધ્યા છે,લોનની અરજી કર્યા બાદ અરજદારોના ખાતામાં રૂપિયા જમા થયા પરંતુ અન્ય લોકોએ રૂપિયા ઉપાડી લીધા હોવાના બનાવો પણ સામે આવ્યા છે,ગામડામાં આવેલા મકાનો ઉપર લોનો કરાવી બારોબાર રૂપિયા ઉચાપત કરવામાં આવતી હોવાનો પણ અરજદારોનો આક્ષેપ છે,ફાઇનાન્સ કંપનીના અધિકારીઓ ભૂગર્ભમાં ઉતરી ગયા છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સુરેન્દ્રનગરમાં નોર્ધન આર્ક કેપિટલ લિમિટેડ ફાઇનાન્સ કંપનીએ કરોડો રૂપિયાની ઠગાઈ કરી હોવાની વાત સામે આવી છે જેમાં ફાઇનાન્સ કંપનીના અધિકારીઓ કંપની બંધ કરીને ભૂગર્ભમાં ઉતરી ગયા હોવાની વાત સામે આવી છે.ખોટા ડોક્યુમેન્ટ ઉભા કરી હોમ લોનનો પર્દાફાશ કરવામાં આવ્યો છે.જેમાં પતરાવાળા મકાન પર લોન માટે ધાબા વાળા બતાવ્યા હોવાની વાત સામે આવી છે.
લોનની અરજીબાદ રૂપિયા થયા જમા
જે લોકોના ડોકયુમેન્ટ લીધા હતા તે લોકોના ખાતામાં રૂપિયા તો જમા થયા પરંતુ જે રૂપિયા જમા થયા તેમાં જમા થયેલા રૂપિયા બારોબાર ઉપડી ગયા હોવાની વાત સામે આવી છે જેમાં અન્ય કોણ કોણ સામેલ છે તેને લઈ પણ તપાસ કરવામાં આવશે સાથે સાથે અરજદારો બી ડિવિઝન પોલીસ મથકે અરજી કરવા પહોંચ્યા છે,પોલીસે સમગ્ર મામલે તપાસ હાથધરી છે,નાના માણસોના ડોકયુમેન્ટ પર છેતરપિંડી કરવામાં આવી હોવાની વાત સામે આવી છે.
કરોડો રૂપિયાનું કૌભાંડ કર્યા હોવાની આશંકા
સુરેન્દ્રનગરમાં ખોટા ડોક્યુમેન્ટ ઉભા કરી હોમ લોન આપી છેતરપિંડી કરવામાં આવી હોવાનું કૌભાંડ સામે આવ્યું છે,નોર્ધન આર્ક કેપિટલ લિમિટેડ ફાઇનાન્સ સામે સવાલ ઉભા થયા છે.પતરાવાળા મકાન પર વધુ રકમની લોન કરવા ધાબા વાળા મકાનના ફોટા પાડી ફાઈલોમાં જોડવામાં આવ્યા હોવાનો અરજદારોએ આક્ષેપ કર્યો છે,મુખ્યમંત્રીને ભોગ બનાર લોકોએ રજૂઆત કરતા સુરેન્દ્રનગર બી-ડિવિઝન પોલીસને તપાસ સોંપવામાં આવી છે.
તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો
સમગ્ર ઘટનાને લઈ સુરેન્દ્રનગર પોલીસે તમામ લોકોના નિવેદન પણ નોંધ્યા છે,લોનની અરજી કર્યા બાદ અરજદારોના ખાતામાં રૂપિયા જમા થયા પરંતુ અન્ય લોકોએ રૂપિયા ઉપાડી લીધા હોવાના બનાવો પણ સામે આવ્યા છે,ગામડામાં આવેલા મકાનો ઉપર લોનો કરાવી બારોબાર રૂપિયા ઉચાપત કરવામાં આવતી હોવાનો પણ અરજદારોનો આક્ષેપ છે,ફાઇનાન્સ કંપનીના અધિકારીઓ ભૂગર્ભમાં ઉતરી ગયા છે.