Vadodaraના વાઘોડિયામાં ડમ્પર ચાલકે બાઈક ચાલકને 100 ફૂટ ઘસડીને લીધો જીવ

વડોદરાના વાઘોડિયામાં ડમ્પર ચાલકે બાઈક ચાલકને 100 ફૂટ ઘસડતા બાઈક ચાલકનું ઘટના સ્થળે મોત થયું છે.વાઘોડીયાના ખેરવાડી રોડ પર આ અકસ્માત સર્જાયો હતો,જેના કારણે લોકોના ટોળેટોળા ઉમટયા હતા,તો અકસ્માત સર્જીને ડ્રાઈવર ઘટના સ્થળે ડમ્પર મૂકીને ફરાર થયો હતો,પોલીસે ઘટના સ્થળે જઈને વધુ તપાસ હાથધરી છે. ડમ્પરચાલકે બાઇકચાલકનો જીવ લીધો વડોદરાના વાઘોડિયામાં ફરી ડમ્પર ચાલકે એક નિર્દોષ બાઈક ચાલકનો ભોગ લીધો છે,બાઈક ચાલક વાઘોડિયા રોડ પર જઈ રહ્યો હતો તે દરમિયાન પાછળથી ડમ્પર ચાલકે તેની પર બાઈક ચઢાવી દીધુ હતુ જેના કારણે તેનું ઘટના સ્થળે મોત નિપજયું હતુ,મહત્વનું છે કે,હાઈવે રોડ હોય કે ગામના રોડ હોય ડમ્પરોના ચાલકો બેફામ રીતે વાહન હંકારતા હોય છે જેના કારણે લોકો મોતને ભેટતા હોય છે,હાલ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને મૃતદેહને પીએમ અર્થે મોકલ્યો છે.બાઇક ચાલક દાંડિયાપૂરા ગામનો અશ્વિન ચતુર વસાવા હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે તપાસ્યા સીસીટીવી પોલીસે સમગ્ર ઘટનાને લઈ આસપાસના સીસીટીવી તપાસ કર્યા છે.ડ્રાઈવર ઉતરીને કઈ તરફ ભાગ્યો તે દિશામાં પોલીસે તપાસ હાથધરી છે,ડ્રાઈવર નશામાં હતો કે નહી તેને લઈ ડ્રાઈવર ઝડપાશે પછી જ ખુલાસો થઈ શકશે,પોલીસે પણ ડમ્પરને જપ્ત કર્યું છે અને ડમ્પરના માલિકનો સંપર્ક કર્યો છે,ત્યારે ડ્રાઈવરને પોલીસ કયારે ઝડપે છે અને તેની સામે ગુનામાં કઈ કલમો લગાડે છે તે જોવાનું રહ્યું. હિટ એન્ડ રન કાયદો શું છે હિટ એન્ડ રન પર કરવામાં આવેલી આ નવી જોગવાઇ છે. આ અંતર્ગત રોડ પર હિટ એન્ડ રનની ઘટના બને તો વાહન ચાલકને 10 વર્ષની સજા થશે. આ ઉપરાંત તેને દંડ પણ ભરવો પડશે. હવે નવા નિયમ મુજબ જો કોઈ કાર સાથે ટકરાય અને પોલીસ પ્રશાસનને જાણ કર્યા વગર જ ડ્રાઈવર ઘટના સ્થળેથી ફરાર થઈ જાય તો તેને 10 વર્ષ સુધીની સજા થશે અને દંડ પણ ફટકારવામાં આવશે.  

Vadodaraના વાઘોડિયામાં ડમ્પર ચાલકે બાઈક ચાલકને 100 ફૂટ ઘસડીને લીધો જીવ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

વડોદરાના વાઘોડિયામાં ડમ્પર ચાલકે બાઈક ચાલકને 100 ફૂટ ઘસડતા બાઈક ચાલકનું ઘટના સ્થળે મોત થયું છે.વાઘોડીયાના ખેરવાડી રોડ પર આ અકસ્માત સર્જાયો હતો,જેના કારણે લોકોના ટોળેટોળા ઉમટયા હતા,તો અકસ્માત સર્જીને ડ્રાઈવર ઘટના સ્થળે ડમ્પર મૂકીને ફરાર થયો હતો,પોલીસે ઘટના સ્થળે જઈને વધુ તપાસ હાથધરી છે.

ડમ્પરચાલકે બાઇકચાલકનો જીવ લીધો

વડોદરાના વાઘોડિયામાં ફરી ડમ્પર ચાલકે એક નિર્દોષ બાઈક ચાલકનો ભોગ લીધો છે,બાઈક ચાલક વાઘોડિયા રોડ પર જઈ રહ્યો હતો તે દરમિયાન પાછળથી ડમ્પર ચાલકે તેની પર બાઈક ચઢાવી દીધુ હતુ જેના કારણે તેનું ઘટના સ્થળે મોત નિપજયું હતુ,મહત્વનું છે કે,હાઈવે રોડ હોય કે ગામના રોડ હોય ડમ્પરોના ચાલકો બેફામ રીતે વાહન હંકારતા હોય છે જેના કારણે લોકો મોતને ભેટતા હોય છે,હાલ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને મૃતદેહને પીએમ અર્થે મોકલ્યો છે.બાઇક ચાલક દાંડિયાપૂરા ગામનો અશ્વિન ચતુર વસાવા હોવાનું જાણવા મળ્યું છે.


પોલીસે તપાસ્યા સીસીટીવી

પોલીસે સમગ્ર ઘટનાને લઈ આસપાસના સીસીટીવી તપાસ કર્યા છે.ડ્રાઈવર ઉતરીને કઈ તરફ ભાગ્યો તે દિશામાં પોલીસે તપાસ હાથધરી છે,ડ્રાઈવર નશામાં હતો કે નહી તેને લઈ ડ્રાઈવર ઝડપાશે પછી જ ખુલાસો થઈ શકશે,પોલીસે પણ ડમ્પરને જપ્ત કર્યું છે અને ડમ્પરના માલિકનો સંપર્ક કર્યો છે,ત્યારે ડ્રાઈવરને પોલીસ કયારે ઝડપે છે અને તેની સામે ગુનામાં કઈ કલમો લગાડે છે તે જોવાનું રહ્યું.

હિટ એન્ડ રન કાયદો શું છે

હિટ એન્ડ રન પર કરવામાં આવેલી આ નવી જોગવાઇ છે. આ અંતર્ગત રોડ પર હિટ એન્ડ રનની ઘટના બને તો વાહન ચાલકને 10 વર્ષની સજા થશે. આ ઉપરાંત તેને દંડ પણ ભરવો પડશે. હવે નવા નિયમ મુજબ જો કોઈ કાર સાથે ટકરાય અને પોલીસ પ્રશાસનને જાણ કર્યા વગર જ ડ્રાઈવર ઘટના સ્થળેથી ફરાર થઈ જાય તો તેને 10 વર્ષ સુધીની સજા થશે અને દંડ પણ ફટકારવામાં આવશે.