Halvad: હળવદના ધૂળકોટ ગામે હડકાયા શ્વાને 4બાળકોને બચકા ભર્યા
હળવદ તાલુકાના ધુળકોટ ગામે આવેલા જનકનગર વિસ્તારમાં શુક્રવારે હડકવા ઉપડેલા શ્વાને રીતસરનો ગામમાં આંતક મચાવ્યો હતો.અને શેરી કે સીમમાં આવેલ વાડીએ જવાના રસ્તા ઉપર રમતા ચાર બાળકોને બચકા ભર્યા હતા.જેથી ગામમાં પણ ભયનો માહોલ ફેલાયો હતો. હડકયા કુતરાનો ભોગ બનેલા ચારે બાળકોને સારવાર માટે મોરબી સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા.વધુમાં પ્રાપ્ત વિગતો મુજબ હળવદના ધુળકોટ ગામે જનકનગર વિસ્તારમાં શુક્રવારે એક શ્વાનને હડકવા ઉપડતા ભારે દોડધામ મચી ગઈ હતી. હડકવા ઉપડેલા કુતરાએ ગામની બજારમાં રમતા તેમજ સીમ વિસ્તારમાં મજૂરી કરતા પરિવારના ચાર બાળકોને બચકા ભરતા પ્રથમ હળવદ સારવાર માટે લઈ આવવામાં આવ્યા હતા.જોકે અહીંના સરકારી દવાખાના માં હડકવા વિરોધી રસી ન હોવાના કારણે આ ચારેય બાળકોને સારવાર માટે મોરબી સિવિલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેઓને યોગ્ય સારવાર આપવામાં આવી હતી.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
હળવદ તાલુકાના ધુળકોટ ગામે આવેલા જનકનગર વિસ્તારમાં શુક્રવારે હડકવા ઉપડેલા શ્વાને રીતસરનો ગામમાં આંતક મચાવ્યો હતો.અને શેરી કે સીમમાં આવેલ વાડીએ જવાના રસ્તા ઉપર રમતા ચાર બાળકોને બચકા ભર્યા હતા.જેથી ગામમાં પણ ભયનો માહોલ ફેલાયો હતો. હડકયા કુતરાનો ભોગ બનેલા ચારે બાળકોને સારવાર માટે મોરબી સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા.
વધુમાં પ્રાપ્ત વિગતો મુજબ હળવદના ધુળકોટ ગામે જનકનગર વિસ્તારમાં શુક્રવારે એક શ્વાનને હડકવા ઉપડતા ભારે દોડધામ મચી ગઈ હતી. હડકવા ઉપડેલા કુતરાએ ગામની બજારમાં રમતા તેમજ સીમ વિસ્તારમાં મજૂરી કરતા પરિવારના ચાર બાળકોને બચકા ભરતા પ્રથમ હળવદ સારવાર માટે લઈ આવવામાં આવ્યા હતા.જોકે અહીંના સરકારી દવાખાના માં હડકવા વિરોધી રસી ન હોવાના કારણે આ ચારેય બાળકોને સારવાર માટે મોરબી સિવિલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેઓને યોગ્ય સારવાર આપવામાં આવી હતી.