Arvalli: ખાનગી શાળાનો શિક્ષક 1 લાખ 60 હજારની લાંચ લેતા ઝડપાયો
નાપાસ થયેલ વિદ્યાર્થીઓને પરીક્ષા આપવા માટે લાંચ માગી રાષ્ટ્રીય મુકત વિદ્યાલયી શિક્ષા સંસ્થાનમાં પરીક્ષા માટે લાંચ ફરિયાદી લાંચ આપવા માંગતા ના હોય ACBનો સંપર્ક કરેલ ફરિયાદીએ ધોરણ ૧૦ અને ૧૨ ની બોર્ડની પરીક્ષામાં નાપાસ થયેલ તથા ધોરણ ૬ પછી અભ્યાસ છોડી દીધેલ હોય તેવા વિદ્યાર્થીઓને પરીક્ષા આપવા માટે ખાનગી શાળાના શિક્ષકોએ લાંચ માગી હતી. જે લાંચની રકમ ફરિયાદી આપવા માગતા ના હોય એ.સી.બી.નો સંપર્ક કરેલ અને આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ. રાષ્ટ્રીય મુકત વિદ્યાલયી શિક્ષા સંસ્થાન, નોઇડા (NIOS) મારફતે પરીક્ષા આપીને ડીગ્રી મેળવી શકે, તે હેતુથી ૨૨ વિદ્યાર્થીઓના ઓનલાઇન પરીક્ષા ફોર્મ ભરી આક્ષેપિત નં.૧ ની સંચાલિત શાળાઓમાં પરીક્ષા આપેલી. આ કામના આક્ષેપિત નં.૧ નાઓએ પરીક્ષા કેન્દ્રમાં બેસનાર વિદ્યાર્થીઓને પાસ કરવી આપવા ઓનલાઇન ફી સિવાય કોઇ રકમ લેવાની ન હોવા છતાં ગેરકાયદેસર રીતે અવેજ પેટે ફરીયાદી પાસે રૂ.૧,૬૦,૦૦૦/- લાંચની માગણી કરેલ. જે લાંચની રકમ ફરિયાદી આપવા માંગતા ન હોય, એ.સી.બી.નો સંપર્ક કરેલ અને લાંચના છટકા દરમ્યાન આરોપી નં ૧ એ ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી આક્ષેપિત નં.૧ વતી ઇડર ખાતેની પોતાની ઓફીસમાં કામ કરતા આક્ષેપિત નં.૨ તથા ૩ દ્વારા લાંચની રકમ સ્વીકારી ત્રણેય આક્ષેપિતો પકડાઇ ગયેલ હતા. ACBના મહિલા અધિકારીએ આરોપીઓને રંગેહાથ ઝડપ્યાએક જાગૃત નાગરીકએ આ અંગે ફરિયાદ કરી હતી. જેમાં આરોપી કમલેશકુમાર ગીરધરભાઇ પટેલ, ઉં.વ. ૩૭, ધંધો-પ્રાઇવેટ શૈક્ષણીક વ્યવસાય, રહે. સાબલવાડ તા. ઇડર જી. સાબરકાંઠા, કાજલ દિપકભાઇ ત્રિવેદી, ઉ.વ. ૨૦, ધંધો-પ્રાઇવેટ નોકરી ઓફીસ આસીસ્ટન્ટ રહે. લાલપુર (બડોલી) તા.ઇડર, જી.સાબરકાંઠા, ઇશુ પ્રકાશભાઇ પટેલ, ઉ.વ. ૨૪, ધંધો-પ્રાઇવેટ નોકરી ઓફીસ આસીસ્ટન્ટ રહે. કાવા, તા. ઇડર જી. સાબરકાંઠાના છે. આરોપીએ 1 લાખ 60 હજારની લાંચની માંગણી કરી હતી. આરોપીઓએ 1 લાખ 60 હજારની લાંચ સ્વીકારી હતી. એસીબીએ શ્રી કન્સ્લ્ટીંગ એકેડેમી, અંબિકા કોમ્પ્લેક્ષ, તા.ઇડર જી.સાબરકાંઠા ખાતેથી આરોપીઓની ધરપકડ કરી હતી. આરોપીઓને રંગે હાથ પકડનાર ACBના અધિકારીઓ ટી. એમ. પટેલ, I/C પોલીસ ઈન્સ્પેક્ટર, અરવલ્લી એ.સી.બી. પો.સ્ટે., સુપરવિઝન અધિકારી એ. કે. પરમાર, મદદનીશ નિયામક, ગાંધીનગર એ.સી.બી. એકમ છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- નાપાસ થયેલ વિદ્યાર્થીઓને પરીક્ષા આપવા માટે લાંચ માગી
- રાષ્ટ્રીય મુકત વિદ્યાલયી શિક્ષા સંસ્થાનમાં પરીક્ષા માટે લાંચ
- ફરિયાદી લાંચ આપવા માંગતા ના હોય ACBનો સંપર્ક કરેલ
ફરિયાદીએ ધોરણ ૧૦ અને ૧૨ ની બોર્ડની પરીક્ષામાં નાપાસ થયેલ તથા ધોરણ ૬ પછી અભ્યાસ છોડી દીધેલ હોય તેવા વિદ્યાર્થીઓને પરીક્ષા આપવા માટે ખાનગી શાળાના શિક્ષકોએ લાંચ માગી હતી. જે લાંચની રકમ ફરિયાદી આપવા માગતા ના હોય એ.સી.બી.નો સંપર્ક કરેલ અને આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ.
રાષ્ટ્રીય મુકત વિદ્યાલયી શિક્ષા સંસ્થાન, નોઇડા (NIOS) મારફતે પરીક્ષા આપીને ડીગ્રી મેળવી શકે, તે હેતુથી ૨૨ વિદ્યાર્થીઓના ઓનલાઇન પરીક્ષા ફોર્મ ભરી આક્ષેપિત નં.૧ ની સંચાલિત શાળાઓમાં પરીક્ષા આપેલી. આ કામના આક્ષેપિત નં.૧ નાઓએ પરીક્ષા કેન્દ્રમાં બેસનાર વિદ્યાર્થીઓને પાસ કરવી આપવા ઓનલાઇન ફી સિવાય કોઇ રકમ લેવાની ન હોવા છતાં ગેરકાયદેસર રીતે અવેજ પેટે ફરીયાદી પાસે રૂ.૧,૬૦,૦૦૦/- લાંચની માગણી કરેલ. જે લાંચની રકમ ફરિયાદી આપવા માંગતા ન હોય, એ.સી.બી.નો સંપર્ક કરેલ અને લાંચના છટકા દરમ્યાન આરોપી નં ૧ એ ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી આક્ષેપિત નં.૧ વતી ઇડર ખાતેની પોતાની ઓફીસમાં કામ કરતા આક્ષેપિત નં.૨ તથા ૩ દ્વારા લાંચની રકમ સ્વીકારી ત્રણેય આક્ષેપિતો પકડાઇ ગયેલ હતા.
ACBના મહિલા અધિકારીએ આરોપીઓને રંગેહાથ ઝડપ્યા
એક જાગૃત નાગરીકએ આ અંગે ફરિયાદ કરી હતી. જેમાં આરોપી કમલેશકુમાર ગીરધરભાઇ પટેલ, ઉં.વ. ૩૭, ધંધો-પ્રાઇવેટ શૈક્ષણીક વ્યવસાય, રહે. સાબલવાડ તા. ઇડર જી. સાબરકાંઠા, કાજલ દિપકભાઇ ત્રિવેદી, ઉ.વ. ૨૦, ધંધો-પ્રાઇવેટ નોકરી ઓફીસ આસીસ્ટન્ટ રહે. લાલપુર (બડોલી) તા.ઇડર, જી.સાબરકાંઠા, ઇશુ પ્રકાશભાઇ પટેલ, ઉ.વ. ૨૪, ધંધો-પ્રાઇવેટ નોકરી ઓફીસ આસીસ્ટન્ટ રહે. કાવા, તા. ઇડર જી. સાબરકાંઠાના છે. આરોપીએ 1 લાખ 60 હજારની લાંચની માંગણી કરી હતી. આરોપીઓએ 1 લાખ 60 હજારની લાંચ સ્વીકારી હતી. એસીબીએ શ્રી કન્સ્લ્ટીંગ એકેડેમી, અંબિકા કોમ્પ્લેક્ષ, તા.ઇડર જી.સાબરકાંઠા ખાતેથી આરોપીઓની ધરપકડ કરી હતી. આરોપીઓને રંગે હાથ પકડનાર ACBના અધિકારીઓ ટી. એમ. પટેલ, I/C પોલીસ ઈન્સ્પેક્ટર, અરવલ્લી એ.સી.બી. પો.સ્ટે., સુપરવિઝન અધિકારી એ. કે. પરમાર, મદદનીશ નિયામક, ગાંધીનગર એ.સી.બી. એકમ છે.