Sabarkantha: શાકભાજીના ભાવમાં ઘટાડો થતાં ખેડૂતો પરેશાન, ખર્ચ કાઢવો પણ મુશ્કેલ
સાબરકાંઠાના વડાલી તેમજ પ્રાંતિજ વિસ્તાર વર્ષોથી ખેતી માટે જાણીતો છે, જોકે આ વિસ્તારમાં મોટાભાગે કોબીજ, ફુલાવર, ટામેટા સહિત વિવિધ શાકભાજીઓનું વાવેતર થાય છે. ત્યારે હાલમાં કોબીજ તેમજ ફુલાવરનું વ્યાપક ઉત્પાદન થતાં ઉભા પાકમાં પશુઓને ચરાવવાની શરૂઆત કરવી પડે તેવી સ્થિતિ આવી છે.ખેડૂતોને વહીવટી તંત્ર પાસે સહયોગની અપેક્ષા હાલમાં પ્રતિ 20 કિલોએ ખેડૂતોને શાક માર્કેટમાં રૂપિયા 25થી 30 મળી રહ્યા છે, જોકે ગૃહિણીઓને તો આજે પણ પ્રતિ એક કિલોના રૂપિયા 25થી 30 કોબીજ તેમજ ફુલાવર મળી રહ્યું છે. ત્યારે ખેડૂતોને ભાવ ન મળતા હવે સરળતાથી ખેતર ખાલી કરવા માટે ઉભા પાકમાં પશુઓ ફરી રહ્યા છે. તેમજ મોટાભાગના ખેતરોને ખાલી કરાવવા કામે લાગ્યા છે, જોકે પરિસ્થિતિ યથાવત રહે છે તો આગામી સમયમાં ખેડૂતો માટે શાકભાજીનું વાવેતર નુકસાનીનું વાવેતર બની રહે તેમ છે. જેના પગલે હવે ખેડૂતો વહીવટી તંત્ર પાસે સહયોગની અપેક્ષા રાખી રહ્યા છે. જોકે એક તરફ ખેડૂતો માટે આર્થિક નફા સ્વરૂપ બની રહેતી શાકભાજીની ખેતી હવે ખોટની ખેતી બનતી હોય તેમ છે. હાલ રીટેલ માર્કેટમાં પ્રતિ એક કિલોએ કોબીજ તેમજ ફુલાવરનો જે ભાવ મળી રહ્યો છે, તેની જગ્યાએ શાકભાજી પકવનારા ખેડૂતો પ્રતિ 20 કિલોનો ભાવ અપાઈ રહ્યો છે. જોકે કોબીજ તેમજ ફુલાવરનો આ ભાવ યથાવત રહે તો ખેડૂતો માટે ભારે વિપરીત પરિસ્થિતિ સર્જાઈ શકે છે. હાલમાં રિટેલમાં 20 રૂપિયે કિલો કોબી, ફ્લાવર વેચાઈ રહ્યા છે ખેડૂતોના પકવેલા માલ આજુબાજુના વિસ્તારોમાં જેમકે ઈડર, વડાલી, ખેડબ્રહ્મા, વિજયનગર, હિંમતનગર અને અમદાવાદથી લઈ તેમજ મોટા શહેરોમાં પકવેલો પાક જતો હોય છે, ત્યારે આ શાકભાજીના રિટેલ પ્રાઈઝની વાત કરીએ તો કિલો દીઠ 20 રૂપિયા વેચાઈ રહ્યો છે, જોકે આ બાબતે શાકભાજીના રિટેલ વેચાણ કરતા વેપારી અને ગૃહિણીઓ કહી રહ્યા છે કે ઉપાડ સારો છે પણ માર્જિન ખેડૂતને મળે તો શાકભાજીના ભાવ દર વર્ષે વધ ઘટ થાય તે અટકી શકે છે. ત્યારે જો ભાવમાં નિયંત્રણ આવે તો ખેડૂતને પણ ફાયદો થાય અને ગૃહિણીને ફાયદો થાય. તે પ્રમાણે રાખવામાં આવે તો જ ખેડૂતને મુશ્કેલીથી જે પાકના ખર્ચ બાદ સારો ભાવ મળતો થાય. ખેડૂતો શાકભાજીની જગ્યાએ અન્ય ખેતી કરતા થાય તો નવાઈ નહીં હાલમાં શિયાળામાં પૌષ્ટિક આહાર તરીકે લીલા શાકભાજીનો ઉપાડ થતો હોય છે, તેમાં કોબી અને ફુલાવરની પણ માગ વધુ પ્રમાણમાં જોવા મળતી હોય છે. જેમાં હાલમાં ગૃહિણીઓ 2-3 કિલો ફુલાવર અને કોબી ઘર વપરાશ માટે લઈ જતા હોય છે. ભાવ નીચે હોવાના કારણે હાલમાં ગૃહિણીઓમાં ખુશી જોવા મળી રહી છે. જોકે હોલસેલના અને રિટેલ પ્રાઈઝમાં ઘણો ફેરફાર હોવાથી ખેડૂત જગતમાં નુકસાનીનું મોજું ફરી વળ્યું છે. જોકે આગામી સ્થિતિમાં શાકભાજીના ભાવ નહીં સુધરે તો મોટાભાગના ખેડૂતો શાકભાજીની જગ્યાએ અન્ય ખેતી કરતા થાય તો નવાઈ નહીં.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સાબરકાંઠાના વડાલી તેમજ પ્રાંતિજ વિસ્તાર વર્ષોથી ખેતી માટે જાણીતો છે, જોકે આ વિસ્તારમાં મોટાભાગે કોબીજ, ફુલાવર, ટામેટા સહિત વિવિધ શાકભાજીઓનું વાવેતર થાય છે. ત્યારે હાલમાં કોબીજ તેમજ ફુલાવરનું વ્યાપક ઉત્પાદન થતાં ઉભા પાકમાં પશુઓને ચરાવવાની શરૂઆત કરવી પડે તેવી સ્થિતિ આવી છે.
ખેડૂતોને વહીવટી તંત્ર પાસે સહયોગની અપેક્ષા
હાલમાં પ્રતિ 20 કિલોએ ખેડૂતોને શાક માર્કેટમાં રૂપિયા 25થી 30 મળી રહ્યા છે, જોકે ગૃહિણીઓને તો આજે પણ પ્રતિ એક કિલોના રૂપિયા 25થી 30 કોબીજ તેમજ ફુલાવર મળી રહ્યું છે. ત્યારે ખેડૂતોને ભાવ ન મળતા હવે સરળતાથી ખેતર ખાલી કરવા માટે ઉભા પાકમાં પશુઓ ફરી રહ્યા છે. તેમજ મોટાભાગના ખેતરોને ખાલી કરાવવા કામે લાગ્યા છે, જોકે પરિસ્થિતિ યથાવત રહે છે તો આગામી સમયમાં ખેડૂતો માટે શાકભાજીનું વાવેતર નુકસાનીનું વાવેતર બની રહે તેમ છે. જેના પગલે હવે ખેડૂતો વહીવટી તંત્ર પાસે સહયોગની અપેક્ષા રાખી રહ્યા છે.
જોકે એક તરફ ખેડૂતો માટે આર્થિક નફા સ્વરૂપ બની રહેતી શાકભાજીની ખેતી હવે ખોટની ખેતી બનતી હોય તેમ છે. હાલ રીટેલ માર્કેટમાં પ્રતિ એક કિલોએ કોબીજ તેમજ ફુલાવરનો જે ભાવ મળી રહ્યો છે, તેની જગ્યાએ શાકભાજી પકવનારા ખેડૂતો પ્રતિ 20 કિલોનો ભાવ અપાઈ રહ્યો છે. જોકે કોબીજ તેમજ ફુલાવરનો આ ભાવ યથાવત રહે તો ખેડૂતો માટે ભારે વિપરીત પરિસ્થિતિ સર્જાઈ શકે છે.
હાલમાં રિટેલમાં 20 રૂપિયે કિલો કોબી, ફ્લાવર વેચાઈ રહ્યા છે
ખેડૂતોના પકવેલા માલ આજુબાજુના વિસ્તારોમાં જેમકે ઈડર, વડાલી, ખેડબ્રહ્મા, વિજયનગર, હિંમતનગર અને અમદાવાદથી લઈ તેમજ મોટા શહેરોમાં પકવેલો પાક જતો હોય છે, ત્યારે આ શાકભાજીના રિટેલ પ્રાઈઝની વાત કરીએ તો કિલો દીઠ 20 રૂપિયા વેચાઈ રહ્યો છે, જોકે આ બાબતે શાકભાજીના રિટેલ વેચાણ કરતા વેપારી અને ગૃહિણીઓ કહી રહ્યા છે કે ઉપાડ સારો છે પણ માર્જિન ખેડૂતને મળે તો શાકભાજીના ભાવ દર વર્ષે વધ ઘટ થાય તે અટકી શકે છે. ત્યારે જો ભાવમાં નિયંત્રણ આવે તો ખેડૂતને પણ ફાયદો થાય અને ગૃહિણીને ફાયદો થાય. તે પ્રમાણે રાખવામાં આવે તો જ ખેડૂતને મુશ્કેલીથી જે પાકના ખર્ચ બાદ સારો ભાવ મળતો થાય.
ખેડૂતો શાકભાજીની જગ્યાએ અન્ય ખેતી કરતા થાય તો નવાઈ નહીં
હાલમાં શિયાળામાં પૌષ્ટિક આહાર તરીકે લીલા શાકભાજીનો ઉપાડ થતો હોય છે, તેમાં કોબી અને ફુલાવરની પણ માગ વધુ પ્રમાણમાં જોવા મળતી હોય છે. જેમાં હાલમાં ગૃહિણીઓ 2-3 કિલો ફુલાવર અને કોબી ઘર વપરાશ માટે લઈ જતા હોય છે. ભાવ નીચે હોવાના કારણે હાલમાં ગૃહિણીઓમાં ખુશી જોવા મળી રહી છે. જોકે હોલસેલના અને રિટેલ પ્રાઈઝમાં ઘણો ફેરફાર હોવાથી ખેડૂત જગતમાં નુકસાનીનું મોજું ફરી વળ્યું છે. જોકે આગામી સ્થિતિમાં શાકભાજીના ભાવ નહીં સુધરે તો મોટાભાગના ખેડૂતો શાકભાજીની જગ્યાએ અન્ય ખેતી કરતા થાય તો નવાઈ નહીં.