Ahmedabad પોલીસે 31 ડિસેમ્બરની રાત્રીએ 217 દારૂડીયાઓને ઝડપી પાડયા, વાંચો Inside Story

31મી ડિસેમ્બરે અમદાવાદ શહેર પોલીસે મોટી કાર્યવાહી કરી છે,જેમાં 31મી ડિસેમ્બરે રાત્રે પીધેલાના 217 કેસ નોંધાયા છે સાથે સાથે પોલીસે 223 ડ્રીંક એન્ડ ડ્રાઇવના કેસ નોંધ્યા છે,તો સિંધુ ભવન રોડ પરથી ડ્રગ્સ ઝડપાયુ હતુ જેને લઈ બોડકદેવ પોલીસે ગુનો નોંધ્યો છે,અમદાવાદામાં 14 જેટલા આયોજકોને ડાન્સ પાર્ટી માટે મંજૂરી આપી હતી.31 ડિસેમ્બરે શહેરમાં કોઈ હત્યાનો ગુનો પણ નોંધાયો નથી. ક્યાં ક્યાં સ્થળોએ ડ્રાઇવ ચાલી ? રાત્રિના સમયે ધમધમતા અમદાવાદના વિસ્તારો જેવા કે એસ.જી. હાઇવે, સિંધુ ભવન રોડ, પકવાન સર્કલ સહિતના 20 થી વધુ વિસ્તારમાં મેગા ડ્રાઈવ અમદાવાદ પોલીસ દ્વારા કરવામાં આવી. જેમાં શંકાસ્પદ દેખાતા ફોર વ્હીલર, ટુ વ્હીલર સહિતના વાહનો ઉભા રાખીને ગાડીનું ચેકીંગ કરવામાં આવી, સાથે વાહનમાં સવાર લોકોના ટેસ્ટિંગ કરીને નશો કર્યો છે કે નહીં તેની ખાતરી પણ કરવામાં આવી. ગાંજાનો જથ્થો ઝડપાયો અમદાવાદ ઝોન-7 LCB એ 8 ગ્રામ MD ડ્રગ્સ સાથે એક શખ્સની ધરપકડ કરી હતી. સિંધુ ભવન રોડ પર પેટ્રોલિંગ દરમિયાન પોલીસને આ સફળતા મળી હતી. ટાઈમ્સ સ્ક્વેર ગ્રાન્ડ બિલ્ડિંગ પાસે પોલીસે શખ્સને MD ડ્રગ્સ સાથે ઝડપ્યો હતો. આરોપીની ઓળખ જયદીપ પરમાર તરીકે થઈ હતી.આ બાબતે ખાતરી આપતા પોલીસ કમિશનરે કહ્યું કે, સિંધુભવન રોડ પર ઝોન 7 ની ટીમે સરાહનીય કામગીરી કરીને મેફેડ્રોન ડ્રગ પકડી પાડ્યો છે. 500 બોડી વોર્ન કેમેરાથી સજ્જ હતી અમદાવાદ પોલીસ અમદાવાદ પોલીસ વિભાગનાં આગોતરાં આયોજનનાં ભાગરૂપે વિવિધ ઉજવણીનાં સ્થળે પેટ્રોલિંગ હાથ ધરાયું હતુ. જ્યાં વધારે ભીડ ભેગી થાય છે અને ઉજવણીનાં હોટસ્પોટ વિસ્તારો હોય છે ત્યાં શી ટીમ તૈનાત રહેશે. PI થી લઈને ASI સહિત તમામ અધિકારીઓ સ્ટેન્ડ બાય હતા ઉપરાંત, ઉજવણી થતાં પાર્ટી પ્લોટ, જાહેર જગ્યા પર મહિલા પોલીસકર્મીઓ સિવિલ ડ્રેસમાં તેનાત રહેશે. ઉપરાંત, 500 બોડી વોર્ન કેમેરા, 300 બ્રેથ એનેલાઈઝરથી તપાસ કરવામાં આવી હતી.

Ahmedabad પોલીસે 31 ડિસેમ્બરની રાત્રીએ 217 દારૂડીયાઓને ઝડપી પાડયા, વાંચો Inside Story

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

31મી ડિસેમ્બરે અમદાવાદ શહેર પોલીસે મોટી કાર્યવાહી કરી છે,જેમાં 31મી ડિસેમ્બરે રાત્રે પીધેલાના 217 કેસ નોંધાયા છે સાથે સાથે પોલીસે 223 ડ્રીંક એન્ડ ડ્રાઇવના કેસ નોંધ્યા છે,તો સિંધુ ભવન રોડ પરથી ડ્રગ્સ ઝડપાયુ હતુ જેને લઈ બોડકદેવ પોલીસે ગુનો નોંધ્યો છે,અમદાવાદામાં 14 જેટલા આયોજકોને ડાન્સ પાર્ટી માટે મંજૂરી આપી હતી.31 ડિસેમ્બરે શહેરમાં કોઈ હત્યાનો ગુનો પણ નોંધાયો નથી.

ક્યાં ક્યાં સ્થળોએ ડ્રાઇવ ચાલી ?

રાત્રિના સમયે ધમધમતા અમદાવાદના વિસ્તારો જેવા કે એસ.જી. હાઇવે, સિંધુ ભવન રોડ, પકવાન સર્કલ સહિતના 20 થી વધુ વિસ્તારમાં મેગા ડ્રાઈવ અમદાવાદ પોલીસ દ્વારા કરવામાં આવી. જેમાં શંકાસ્પદ દેખાતા ફોર વ્હીલર, ટુ વ્હીલર સહિતના વાહનો ઉભા રાખીને ગાડીનું ચેકીંગ કરવામાં આવી, સાથે વાહનમાં સવાર લોકોના ટેસ્ટિંગ કરીને નશો કર્યો છે કે નહીં તેની ખાતરી પણ કરવામાં આવી.

ગાંજાનો જથ્થો ઝડપાયો

અમદાવાદ ઝોન-7 LCB એ 8 ગ્રામ MD ડ્રગ્સ સાથે એક શખ્સની ધરપકડ કરી હતી. સિંધુ ભવન રોડ પર પેટ્રોલિંગ દરમિયાન પોલીસને આ સફળતા મળી હતી. ટાઈમ્સ સ્ક્વેર ગ્રાન્ડ બિલ્ડિંગ પાસે પોલીસે શખ્સને MD ડ્રગ્સ સાથે ઝડપ્યો હતો. આરોપીની ઓળખ જયદીપ પરમાર તરીકે થઈ હતી.આ બાબતે ખાતરી આપતા પોલીસ કમિશનરે કહ્યું કે, સિંધુભવન રોડ પર ઝોન 7 ની ટીમે સરાહનીય કામગીરી કરીને મેફેડ્રોન ડ્રગ પકડી પાડ્યો છે.

500 બોડી વોર્ન કેમેરાથી સજ્જ હતી અમદાવાદ પોલીસ

અમદાવાદ પોલીસ વિભાગનાં આગોતરાં આયોજનનાં ભાગરૂપે વિવિધ ઉજવણીનાં સ્થળે પેટ્રોલિંગ હાથ ધરાયું હતુ. જ્યાં વધારે ભીડ ભેગી થાય છે અને ઉજવણીનાં હોટસ્પોટ વિસ્તારો હોય છે ત્યાં શી ટીમ તૈનાત રહેશે. PI થી લઈને ASI સહિત તમામ અધિકારીઓ સ્ટેન્ડ બાય હતા ઉપરાંત, ઉજવણી થતાં પાર્ટી પ્લોટ, જાહેર જગ્યા પર મહિલા પોલીસકર્મીઓ સિવિલ ડ્રેસમાં તેનાત રહેશે. ઉપરાંત, 500 બોડી વોર્ન કેમેરા, 300 બ્રેથ એનેલાઈઝરથી તપાસ કરવામાં આવી હતી.