Gujarat Weather : રાજયને ફરી ઘમરોળશે મેઘરાજા, હવામાન વિભાગની મોટી આગાહી
હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજયમાં હજી પણ વરસાદી જોર ઓછુ થયું નથી,આજે રાજયમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.લોકલ કન્વેક્શન એક્ટિવિટીના કારણે વરસાદની આગાહી કરવામાં આવી છે,અરબી સમુદ્રમાં વરસાદની સિસ્ટમ સક્રિય છે જેને લઈ વરસાદની આગાહી કરવામાં આવી છે. જાણો આજે કયાં અપાઈ વરસાદની આગાહી હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરવામાં આવે તો આજે રાજયમાં સુરત, વલસાડ, નવસારી,તાપી, દમણ, દાદરાનગર હવેલી,રાજકોટ, અમરેલી, ભાવનગર,જૂનાગઢ, પોરબંદરમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે તો અન્ય જિલ્લાઓમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે.ઉત્તર-પૂર્વથી પૂર્વ દિશા તરફ પવન ફૂંકાવવાને કારણે વરસાદી માહોલ સર્જાયો છે. રાજયમાં તાપામનમાં થયો વધારો હવામાન વિભાગની આગાહી પ્રમાણે હાલ રાજ્યમાં કનવેક્ટિવ એક્ટિવિટીના કારણે રાજ્યના અલગ અલગ જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે,અમદાવાદ લઘુતમ તાપમાન 25.4 નોંધાયું જે સામાન્ય 4.5 ડિગ્રી વધુ છે તો બીજી તરફ મહત્તમ તાપમાન 37.4 જે સામાન્ય તાપમાન કરતા એક પોઇન્ટ પાંચ ડિગ્રી વધુ તાપમાન નોંધાયું છે.રાજયમાં હજી પણ ભેજવાળુ વાતાવરણ હોવાથી અગામી સમયમાં તાપમાનમાં વધારો થવાની શકયતાઓ સેવાઈ રહી છે. 7 નવેમ્બરે બંગળાની ખાડીમાં ચક્રવાત બનવાની શક્યતા છે 17-18-19 નવેમ્બરમાં તીવ્ર ચક્રવાત રહેવાની શક્યતા છે. 29 નવેમ્બર થી 3 ડિસેમ્બર સુધીમાં ઠંડીની શરૂઆત થશે. આ વર્ષે માવઠા વધુ થશે તેવી શક્યતા છે. અંબાલાલ પટેલે કહ્યું કે, ગ્રહોની દ્રષ્ટિ જોતા બંગાળના ઉપસગારમાં આ મહિને વાવાઝોડાની શક્યતા છે. આગામી 24 કલાકમાં ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ વરસવાની સંભાવના છે. 25 ઓક્ટોબરે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાશે : અંબાલાલ અંબાલાલ પટેલનું વધુમાં કહેવું છે કે,વાવાઝોડાના પગલે પવન સાથે વરસાદ પડી શકે ચે.મધ્યપ્રદેશ અને ગુજરાતમાં હવામાનમાં પલટો આવશે,7 થી 13 નવેમ્બરમાં વધુ એક વાવાઝોડું સર્જાશે અને 13 નવેમ્બરે અરબી સમુદ્રમાં હલચલ થશે સાથે સાથે 17 થી 20 નવેમ્બરે બંગાળની ખાડીમાં એક વાવાઝોડુ સર્જાઈ શકે છે જેને લઈ તેની અસર ગુજરાતના અમુક જિલ્લાઓમાં થઈ શકે છે.ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતમાં હવામાન પલટાશે સાથે સાથે દક્ષિણ ગુજરાતમાં પણ હવામાનમાં પલટો આવશે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજયમાં હજી પણ વરસાદી જોર ઓછુ થયું નથી,આજે રાજયમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.લોકલ કન્વેક્શન એક્ટિવિટીના કારણે વરસાદની આગાહી કરવામાં આવી છે,અરબી સમુદ્રમાં વરસાદની સિસ્ટમ સક્રિય છે જેને લઈ વરસાદની આગાહી કરવામાં આવી છે.
જાણો આજે કયાં અપાઈ વરસાદની આગાહી
હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરવામાં આવે તો આજે રાજયમાં સુરત, વલસાડ, નવસારી,તાપી, દમણ, દાદરાનગર હવેલી,રાજકોટ, અમરેલી, ભાવનગર,જૂનાગઢ, પોરબંદરમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે તો અન્ય જિલ્લાઓમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે.ઉત્તર-પૂર્વથી પૂર્વ દિશા તરફ પવન ફૂંકાવવાને કારણે વરસાદી માહોલ સર્જાયો છે.
રાજયમાં તાપામનમાં થયો વધારો
હવામાન વિભાગની આગાહી પ્રમાણે હાલ રાજ્યમાં કનવેક્ટિવ એક્ટિવિટીના કારણે રાજ્યના અલગ અલગ જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે,અમદાવાદ લઘુતમ તાપમાન 25.4 નોંધાયું જે સામાન્ય 4.5 ડિગ્રી વધુ છે તો બીજી તરફ મહત્તમ તાપમાન 37.4 જે સામાન્ય તાપમાન કરતા એક પોઇન્ટ પાંચ ડિગ્રી વધુ તાપમાન નોંધાયું છે.રાજયમાં હજી પણ ભેજવાળુ વાતાવરણ હોવાથી અગામી સમયમાં તાપમાનમાં વધારો થવાની શકયતાઓ સેવાઈ રહી છે.
7 નવેમ્બરે બંગળાની ખાડીમાં ચક્રવાત બનવાની શક્યતા છે
17-18-19 નવેમ્બરમાં તીવ્ર ચક્રવાત રહેવાની શક્યતા છે. 29 નવેમ્બર થી 3 ડિસેમ્બર સુધીમાં ઠંડીની શરૂઆત થશે. આ વર્ષે માવઠા વધુ થશે તેવી શક્યતા છે. અંબાલાલ પટેલે કહ્યું કે, ગ્રહોની દ્રષ્ટિ જોતા બંગાળના ઉપસગારમાં આ મહિને વાવાઝોડાની શક્યતા છે. આગામી 24 કલાકમાં ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ વરસવાની સંભાવના છે.
25 ઓક્ટોબરે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાશે : અંબાલાલ
અંબાલાલ પટેલનું વધુમાં કહેવું છે કે,વાવાઝોડાના પગલે પવન સાથે વરસાદ પડી શકે ચે.મધ્યપ્રદેશ અને ગુજરાતમાં હવામાનમાં પલટો આવશે,7 થી 13 નવેમ્બરમાં વધુ એક વાવાઝોડું સર્જાશે અને 13 નવેમ્બરે અરબી સમુદ્રમાં હલચલ થશે સાથે સાથે 17 થી 20 નવેમ્બરે બંગાળની ખાડીમાં એક વાવાઝોડુ સર્જાઈ શકે છે જેને લઈ તેની અસર ગુજરાતના અમુક જિલ્લાઓમાં થઈ શકે છે.ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતમાં હવામાન પલટાશે સાથે સાથે દક્ષિણ ગુજરાતમાં પણ હવામાનમાં પલટો આવશે.