ઝારખંડ-મહારાષ્ટ્રમાં ચૂંટણી, સુરતના વેપારીઓને પ્રચાર સામગ્રીના મળ્યા મોટા ઓર્ડરો

દેશમાં કોઈ પણ ખૂણે ચૂંટણી હોય પણ પ્રચાર સામગ્રી માટે તો સુરત જ ડિમાન્ડમાં હોય છે. ઝારખંડ-મહારાષ્ટ્રમાં ચૂંટણી બ્યૂગલ ફૂંકાઈ ગયું છે, ત્યારે રાજકીય પાર્ટીઓ સુરતથી ચૂંટણી પ્રચારની સામગ્રી ઓર્ડર કરી રહી છે. વેપારીઓ 30 કરોડનો ધંધો કરી લે તેવો અંદાજ મહારાષ્ટ્રમાં એક જ ખેસમાં ગઠબંધન પાર્ટીઓના ચિહ્ન હાલમાં ટ્રેન્ડિંગમાં છે તો ઝારખંડમાં હેમંત સોરેનની ઝારખંડ મુક્તિ મોર્ચાએ 25 હજાર જેટલી ઘડિયાળનો પણ ઓર્ડર આપ્યો છે. આ સાથે નવવારીની સાડી, ઝંડા, ટીશર્ટ, ટોપીનો ઓર્ડર પણ આવી રહ્યો છે. ડિમાન્ડને જોતા સુરતના વેપારીઓ રૂપિયા 30 કરોડનો ધંધો કરી લે તેવો અંદાજ લગાવાઈ રહ્યો છે. હરિયાણા અને જમ્મુ-કાશ્મીરની ચૂંટણી બાદ હવે સમગ્ર દેશની નજર મહારાષ્ટ્ર અને ઝારખંડમાં યોજાનારી વિધાનસભા ચૂંટણી પર છે. પાર્ટીઓએ પ્રચાર-પ્રસાર માટેની ચૂંટણી સામગ્રી માટે જે શહેર પસંદ કર્યુ છે, તે ગુજરાતનું સુરત શહેર છે. મહારાષ્ટ્ર અને ઝારખંડના નેતાઓ કસ્ટમાઈઝ ચૂંટણી સામગ્રી માટે ત્રણ મહિના પહેલાથી જ ઓર્ડર આપી ચૂક્યા હતા. વેપારીઓને ચૂંટણી પ્રચારની સામગ્રીના મળ્યા મોટા ઓર્ડરો સુરતના એક વેપારીઓએ ઝારખંડના નેતા હેમંત સોરેનની પાર્ટી માટે 25,000થી વધુ ઘડિયાળ બનાવી છે. આ ઘડિયાળ કસ્ટમાઈઝ કરીને બનાવવામાં આવી છે. ઘડિયાળમાં હેમંત સોરેનની તસવીર છે. સાથે તેમનું પાર્ટી ચિહ્ન પણ બનાવવામાં આવ્યું છે. ઝારખંડમાંથી સૌથી વધુ ચૂંટણી પ્રચાર માટે સામગ્રીનો ઓર્ડર હેમંત સોરેનની પાર્ટીએ આપ્યો છે. આ સાથે કોટમાં લાગતા બટન પણ બનાવાયા છે. જેમાં તેમની પાર્ટીનું ચિહ્ન છે. આ સાથે વાહનોમાં લગાવવામાં આવતા ઝંડા પણ સૌથી વધુ ઝારખંડ મુક્તિ મોરચાએ પસંદ કર્યા છે. એક જ ખેસમાં અનેક રાજકીય પક્ષોના ચિહ્નો લગાડવામાં આવ્યા મહારાષ્ટ્રની વાત કરવામાં આવે તો અહીં આ વખતે બે મહાગઠબંધન વચ્ચેની લડત સ્પષ્ટપણે જોવા મળી રહી છે. જ્યારે ચૂંટણી પ્રચારમાં નેતાઓ ખેસ પહેરે ત્યારે ખેસ પર તેમની પાર્ટીનું ચિહ્ન ખાસ જોવા મળે છે પણ આ વખતે પ્રથમવાર વિધાનસભાની ચૂંટણીમાં ખેસ પર કોઈ એક પાર્ટીનું ચિહ્ન નહીં હોય, પરંતુ મહાગઠબંધનની પાર્ટીઓના ચિહ્ન જોવા મળશે. એક ખેસ પર મહાઅઘાડીના તમામ પક્ષોનાં ચિહ્ન, જ્યારે બીજા ખેસ પર મહાયુતિના તમામ પક્ષોના ચિહ્ન જોવા મળી રહ્યા છે. આ પ્રથમવાર છે કે એક જ ખેસમાં અનેક રાજકીય પક્ષોના ચિહ્નો લગાડવામાં આવ્યા છે. મહારાષ્ટ્રમાં સૌથી વધુ ચૂંટણી પ્રચારની સામગ્રી સુરતથી એકનાથ શિંદે ગઠબંધન માટે ગઈ છે. એકનાથ શિંદે દ્વારા જે ખાસ ઝંડો બનાવવા માટે ઓર્ડર આપ્યો હતો, તેમાં તેઓએ બાલાસાહેબ ઠાકરેની તસવીરનો ઉપયોગ કર્યો છે. તેઓની દરેક ચૂંટણી સામગ્રીમાં બાલાસાહેબ ઠાકરે જોવા મળે છે. જ્યારે બીજી બાજુ ઉદ્ધવ ઠાકરે પક્ષ દ્વારા જે ચૂંટણી સામગ્રી બનાવવા માટે ઓર્ડર આપ્યો છે, તેમાં ઉદ્ધવ ઠાકરે અને તેમના પુત્ર આદિત્ય ઠાકરેની તસવીર જોવા મળી રહી છે.

ઝારખંડ-મહારાષ્ટ્રમાં ચૂંટણી, સુરતના વેપારીઓને પ્રચાર સામગ્રીના મળ્યા મોટા ઓર્ડરો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

દેશમાં કોઈ પણ ખૂણે ચૂંટણી હોય પણ પ્રચાર સામગ્રી માટે તો સુરત જ ડિમાન્ડમાં હોય છે. ઝારખંડ-મહારાષ્ટ્રમાં ચૂંટણી બ્યૂગલ ફૂંકાઈ ગયું છે, ત્યારે રાજકીય પાર્ટીઓ સુરતથી ચૂંટણી પ્રચારની સામગ્રી ઓર્ડર કરી રહી છે.

વેપારીઓ 30 કરોડનો ધંધો કરી લે તેવો અંદાજ

મહારાષ્ટ્રમાં એક જ ખેસમાં ગઠબંધન પાર્ટીઓના ચિહ્ન હાલમાં ટ્રેન્ડિંગમાં છે તો ઝારખંડમાં હેમંત સોરેનની ઝારખંડ મુક્તિ મોર્ચાએ 25 હજાર જેટલી ઘડિયાળનો પણ ઓર્ડર આપ્યો છે. આ સાથે નવવારીની સાડી, ઝંડા, ટીશર્ટ, ટોપીનો ઓર્ડર પણ આવી રહ્યો છે. ડિમાન્ડને જોતા સુરતના વેપારીઓ રૂપિયા 30 કરોડનો ધંધો કરી લે તેવો અંદાજ લગાવાઈ રહ્યો છે.

હરિયાણા અને જમ્મુ-કાશ્મીરની ચૂંટણી બાદ હવે સમગ્ર દેશની નજર મહારાષ્ટ્ર અને ઝારખંડમાં યોજાનારી વિધાનસભા ચૂંટણી પર છે. પાર્ટીઓએ પ્રચાર-પ્રસાર માટેની ચૂંટણી સામગ્રી માટે જે શહેર પસંદ કર્યુ છે, તે ગુજરાતનું સુરત શહેર છે. મહારાષ્ટ્ર અને ઝારખંડના નેતાઓ કસ્ટમાઈઝ ચૂંટણી સામગ્રી માટે ત્રણ મહિના પહેલાથી જ ઓર્ડર આપી ચૂક્યા હતા.

વેપારીઓને ચૂંટણી પ્રચારની સામગ્રીના મળ્યા મોટા ઓર્ડરો

સુરતના એક વેપારીઓએ ઝારખંડના નેતા હેમંત સોરેનની પાર્ટી માટે 25,000થી વધુ ઘડિયાળ બનાવી છે. આ ઘડિયાળ કસ્ટમાઈઝ કરીને બનાવવામાં આવી છે. ઘડિયાળમાં હેમંત સોરેનની તસવીર છે. સાથે તેમનું પાર્ટી ચિહ્ન પણ બનાવવામાં આવ્યું છે. ઝારખંડમાંથી સૌથી વધુ ચૂંટણી પ્રચાર માટે સામગ્રીનો ઓર્ડર હેમંત સોરેનની પાર્ટીએ આપ્યો છે. આ સાથે કોટમાં લાગતા બટન પણ બનાવાયા છે. જેમાં તેમની પાર્ટીનું ચિહ્ન છે. આ સાથે વાહનોમાં લગાવવામાં આવતા ઝંડા પણ સૌથી વધુ ઝારખંડ મુક્તિ મોરચાએ પસંદ કર્યા છે.

એક જ ખેસમાં અનેક રાજકીય પક્ષોના ચિહ્નો લગાડવામાં આવ્યા

મહારાષ્ટ્રની વાત કરવામાં આવે તો અહીં આ વખતે બે મહાગઠબંધન વચ્ચેની લડત સ્પષ્ટપણે જોવા મળી રહી છે. જ્યારે ચૂંટણી પ્રચારમાં નેતાઓ ખેસ પહેરે ત્યારે ખેસ પર તેમની પાર્ટીનું ચિહ્ન ખાસ જોવા મળે છે પણ આ વખતે પ્રથમવાર વિધાનસભાની ચૂંટણીમાં ખેસ પર કોઈ એક પાર્ટીનું ચિહ્ન નહીં હોય, પરંતુ મહાગઠબંધનની પાર્ટીઓના ચિહ્ન જોવા મળશે. એક ખેસ પર મહાઅઘાડીના તમામ પક્ષોનાં ચિહ્ન, જ્યારે બીજા ખેસ પર મહાયુતિના તમામ પક્ષોના ચિહ્ન જોવા મળી રહ્યા છે. આ પ્રથમવાર છે કે એક જ ખેસમાં અનેક રાજકીય પક્ષોના ચિહ્નો લગાડવામાં આવ્યા છે.

મહારાષ્ટ્રમાં સૌથી વધુ ચૂંટણી પ્રચારની સામગ્રી સુરતથી એકનાથ શિંદે ગઠબંધન માટે ગઈ છે. એકનાથ શિંદે દ્વારા જે ખાસ ઝંડો બનાવવા માટે ઓર્ડર આપ્યો હતો, તેમાં તેઓએ બાલાસાહેબ ઠાકરેની તસવીરનો ઉપયોગ કર્યો છે. તેઓની દરેક ચૂંટણી સામગ્રીમાં બાલાસાહેબ ઠાકરે જોવા મળે છે. જ્યારે બીજી બાજુ ઉદ્ધવ ઠાકરે પક્ષ દ્વારા જે ચૂંટણી સામગ્રી બનાવવા માટે ઓર્ડર આપ્યો છે, તેમાં ઉદ્ધવ ઠાકરે અને તેમના પુત્ર આદિત્ય ઠાકરેની તસવીર જોવા મળી રહી છે.