કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવશે ગુજરાત, શ્રીગોપાળાનંદ સ્વામી યાત્રિક ભુવનનું કરશે ઉદ્ઘાટન
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. 31 ઓક્ટોબરે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બોટાદની મુલાકાત લેશે. બોટાદના સાળંગપુર હનુમાનજીના દર્શન કરશે. આ સાથે શ્રી ગોપાળાનંદ સ્વામી યાત્રિક ભુવનનું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ઉદ્ઘાટન કરશે.મળતી માહિતી મુજબ, સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે કેન્દ્રીય ગ્રહમંત્રી અમિત શાહ મુલાકાતે આવવાના છે. 31 ઓક્ટોબર કાળી ચૌદસના દિવસે આવશે કેન્દ્રીય ગ્રહમંત્રી અમિત શાહ સાળંગપુર હનુમાનજીના દર્શન કરશે આ સાથે શ્રીગોપાળાનંદ સ્વામી યાત્રિક ભુવનનું ઉદ્ઘાટન કરશે. આ યાત્રિક ભુવનમાં 1100 જેટલા રૂમ બનાવવામાં આવેલા છે.આગામી દિવસો માં સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે આવનાર ભક્તોની સુવિધામાં વધારો થશે. મંદિર પરિસરમાં જ 20 વીઘાની વિશાળતમ જગ્યા પર 8,85,000 સ્ક્વેર ફૂટમાં નિર્માણાધીન શ્રી ગોપાળાનંદ સ્વામી યાત્રિક ભવન ભારતનું સૌથી મોટું યાત્રિક ભવન તૈયાર કરવામાં આવી રહ્યું છે.. ઈન્ડિયન રોમન શૈલીમાં 103 ફૂટ ઊંચા યાત્રિક ભવનમાં 952 રુમો બનાવવામાં આવશે. એકસાથે 4,000થી વધુ લોકો રહી શકે તેવાં રુમ, 11,500 ફૂટમાં ફેલાયેલી કેંટીન તેમજ એક સાથે 1,200થી વધુ કાર પાર્ક થઈ શકે તેવું વિશાળ પાર્કિંગ અહીં બની રહ્યાં છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. 31 ઓક્ટોબરે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બોટાદની મુલાકાત લેશે. બોટાદના સાળંગપુર હનુમાનજીના દર્શન કરશે. આ સાથે શ્રી ગોપાળાનંદ સ્વામી યાત્રિક ભુવનનું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ઉદ્ઘાટન કરશે.
મળતી માહિતી મુજબ, સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે કેન્દ્રીય ગ્રહમંત્રી અમિત શાહ મુલાકાતે આવવાના છે. 31 ઓક્ટોબર કાળી ચૌદસના દિવસે આવશે કેન્દ્રીય ગ્રહમંત્રી અમિત શાહ સાળંગપુર હનુમાનજીના દર્શન કરશે આ સાથે શ્રીગોપાળાનંદ સ્વામી યાત્રિક ભુવનનું ઉદ્ઘાટન કરશે. આ યાત્રિક ભુવનમાં 1100 જેટલા રૂમ બનાવવામાં આવેલા છે.
આગામી દિવસો માં સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે આવનાર ભક્તોની સુવિધામાં વધારો થશે. મંદિર પરિસરમાં જ 20 વીઘાની વિશાળતમ જગ્યા પર 8,85,000 સ્ક્વેર ફૂટમાં નિર્માણાધીન શ્રી ગોપાળાનંદ સ્વામી યાત્રિક ભવન ભારતનું સૌથી મોટું યાત્રિક ભવન તૈયાર કરવામાં આવી રહ્યું છે.. ઈન્ડિયન રોમન શૈલીમાં 103 ફૂટ ઊંચા યાત્રિક ભવનમાં 952 રુમો બનાવવામાં આવશે. એકસાથે 4,000થી વધુ લોકો રહી શકે તેવાં રુમ, 11,500 ફૂટમાં ફેલાયેલી કેંટીન તેમજ એક સાથે 1,200થી વધુ કાર પાર્ક થઈ શકે તેવું વિશાળ પાર્કિંગ અહીં બની રહ્યાં છે.