Ahmedabad: શ્રાવણિયા ઉપવાસમાં ગુજરાતીઓ 500 કરોડનો ફરાળી નાસ્તો આરોગી ગયા

બટાકા, કેળા વેફર્સ, ચેવડો, સાબુદાણાની ફરાળી આઈટમોનું વેચાણ બમણાથી પણ વધુ થયુંદેશમાં સ્નેક્સ માર્કેટ આશરે રૂ. 60,000 કરોડનું છે, જેમાં ગુજરાતનો શેર 20% આસપાસ ગુજરાતનું પેક્ડ સ્નેક્સનું માર્કેટ અંદાજે રૂ. 10,000-12,000 કરોડનું છે પવિત્ર શ્રાવણ માસ દરમિયાન લોકો ઉપવાસ-એકટાણા વધારે કરતા હોય છે. આ જ કારણે આ મહિના દરમિયાન બટાકા વેફર, કેળા વેફર, ફરાળી ચેવડો, સાબુદાણા સહિતના ફરાળી નાસ્તાનું વેચાણ વધી જાય છે. પેક્ડ નાસ્તાના બનાવતી અગ્રણી કંપનીઓના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં શ્રાવણ મહિના દરમિયાન અંદાજે રૂ. 400-500 કરોડના લૂઝ અને પેક્ડ ફરાળી નાસ્તાનું વેચાણ થઇ જવાનો અંદાજ છે. ભારતમાં સ્નેક્સ માર્કેટ આશરે રૂ. 60,000 કરોડનું છે. જેમાં ગુજરાતનો શેર 20% આસપાસ હોવાનું જાણકારો માને છે. રાજ્યનું પેક્ડ સ્નેક્સનું માર્કેટ અંદાજે રૂ. 10,000-12,000 કરોડનું છે. ગુજરાતમાં વેર્ફ્સનું ઉત્પાદન કરતી કંપનીઓ વધુ છે અને અહીંથી દેશભરમાં સપ્લાય થાય છે. શ્રાવણ મહિનો હોવાથી ફરાળી નાસ્તાની માગ વધી છે અને તેને ધ્યાનમાં રાખી ઉત્પાદકોએ 20-30% સ્ટોક પણ વધારી દીધો છે. આ મહિનામાં ફરાળી આઈટમોમાં ખાસ કરીને બટાકા વેર્ફ્સની માગ સૌથી વધુ રહે છે. આ ઉપરાંત ફરાળી ચેવડો પણ વધુ ખવાય છે. સામાન્ય દિવસોની સરખામણીએ વેફરનું વેચાણ અંદાજે ત્રણ ગણું અને ચેવડાની માગ બમણી થઇ છે. દુકાનોમાં મળતી લુઝ તેમજ પેક્ડ મળીને અંદાજે રૂ. 400-500 કરોડની ફરાળી વસ્તુઓનું વેચાણ આ મહિનામાં થઇ જશે. આ સાથે જ શ્રાવણ દરમિયાન રૂ. 30-40ના મોટા પેકનું વેચાણ વધુ થયું છે જયારે સામાન્ય દિવસોમાં રૂ. 10ના પેકિંગનું વેચાણ વધુ રહે છે. શ્રાવણ પહેલાં જ સ્થાનિક વેપારીઓ દ્વારા 30% વધુ સ્ટોક કરી દેવાય છે શ્રાવણ મહિનો આવે એટલે ફરાળી નાસ્તાની માગ વધશે તેનો અંદાજ પહેલાથી જ હોય છે. આથી મોટી બ્રાંડ હોય કે પછી નાના દુકાનદાર, દરેક લોકો માગને પહોચી વળવા માટે આગોતરા તૈયારી રૂપે 20-30% વધારે સ્ટોક્સ કરી રાખે છે. ડિસ્ટ્રિબ્યૂટર્સ અને રિટેલર્સ પણ એડવાન્સમાં ઓર્ડર બૂક કરાવી દે છે. બીજી તરફ્ બિન ફરાળી નાસ્તાનું વેચાણમાં માસિક ધોરણે વધઘટ થતી હોય તે આ મહિના દરમિયાન સ્થિર રહે છે. સારી માગ હોવા છતાં પેક્ડ નાસ્તાના ભાવમાં કોઈ વધારો થયો નથી. સગવડતા સચવાઈ જતી હોવાથી માર્કેટમાં પેક્ડ નાસ્તા વધુ વેચાય છે શ્રાવણ મહિનામાં ફરાળી નાસ્તાનું માર્કેટ સામાન્ય કરતા 25-30% જેટલું વધી જાય છે. પહેલા લોકો ઘરે ફ્રાળ બનાવતા હતા પણ હવે લોકો બહારથી લેવાનું વધુ પસંદ કરે છે. પેક્ડ ફૂડમાં લોકોની સગવડતા સાચવી જતી હોવાથી તેની વેચાણ વધુ હોય છે. ઓફ્સિમાં ભૂખ લાગે તો વેફર કે ફરાળી ચેવડાનું પેકેટ ખોલીને લોકો ખાઈ લે છે. આવનારી માગ મુજબ સપ્લાય જળવાઈ રહે તે માટે ઉત્પાદકો એડવાન્સમાં વધારે સ્ટોક કરતા હોય છે.

Ahmedabad: શ્રાવણિયા ઉપવાસમાં ગુજરાતીઓ 500 કરોડનો ફરાળી નાસ્તો આરોગી ગયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • બટાકા, કેળા વેફર્સ, ચેવડો, સાબુદાણાની ફરાળી આઈટમોનું વેચાણ બમણાથી પણ વધુ થયું
  • દેશમાં સ્નેક્સ માર્કેટ આશરે રૂ. 60,000 કરોડનું છે, જેમાં ગુજરાતનો શેર 20% આસપાસ
  • ગુજરાતનું પેક્ડ સ્નેક્સનું માર્કેટ અંદાજે રૂ. 10,000-12,000 કરોડનું છે

પવિત્ર શ્રાવણ માસ દરમિયાન લોકો ઉપવાસ-એકટાણા વધારે કરતા હોય છે. આ જ કારણે આ મહિના દરમિયાન બટાકા વેફર, કેળા વેફર, ફરાળી ચેવડો, સાબુદાણા સહિતના ફરાળી નાસ્તાનું વેચાણ વધી જાય છે. પેક્ડ નાસ્તાના બનાવતી અગ્રણી કંપનીઓના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં શ્રાવણ મહિના દરમિયાન અંદાજે રૂ. 400-500 કરોડના લૂઝ અને પેક્ડ ફરાળી નાસ્તાનું વેચાણ થઇ જવાનો અંદાજ છે.

ભારતમાં સ્નેક્સ માર્કેટ આશરે રૂ. 60,000 કરોડનું છે. જેમાં ગુજરાતનો શેર 20% આસપાસ હોવાનું જાણકારો માને છે. રાજ્યનું પેક્ડ સ્નેક્સનું માર્કેટ અંદાજે રૂ. 10,000-12,000 કરોડનું છે. ગુજરાતમાં વેર્ફ્સનું ઉત્પાદન કરતી કંપનીઓ વધુ છે અને અહીંથી દેશભરમાં સપ્લાય થાય છે. શ્રાવણ મહિનો હોવાથી ફરાળી નાસ્તાની માગ વધી છે અને તેને ધ્યાનમાં રાખી ઉત્પાદકોએ 20-30% સ્ટોક પણ વધારી દીધો છે.

આ મહિનામાં ફરાળી આઈટમોમાં ખાસ કરીને બટાકા વેર્ફ્સની માગ સૌથી વધુ રહે છે. આ ઉપરાંત ફરાળી ચેવડો પણ વધુ ખવાય છે. સામાન્ય દિવસોની સરખામણીએ વેફરનું વેચાણ અંદાજે ત્રણ ગણું અને ચેવડાની માગ બમણી થઇ છે. દુકાનોમાં મળતી લુઝ તેમજ પેક્ડ મળીને અંદાજે રૂ. 400-500 કરોડની ફરાળી વસ્તુઓનું વેચાણ આ મહિનામાં થઇ જશે. આ સાથે જ શ્રાવણ દરમિયાન રૂ. 30-40ના મોટા પેકનું વેચાણ વધુ થયું છે જયારે સામાન્ય દિવસોમાં રૂ. 10ના પેકિંગનું વેચાણ વધુ રહે છે.

શ્રાવણ પહેલાં જ સ્થાનિક વેપારીઓ દ્વારા 30% વધુ સ્ટોક કરી દેવાય છે

શ્રાવણ મહિનો આવે એટલે ફરાળી નાસ્તાની માગ વધશે તેનો અંદાજ પહેલાથી જ હોય છે. આથી મોટી બ્રાંડ હોય કે પછી નાના દુકાનદાર, દરેક લોકો માગને પહોચી વળવા માટે આગોતરા તૈયારી રૂપે 20-30% વધારે સ્ટોક્સ કરી રાખે છે. ડિસ્ટ્રિબ્યૂટર્સ અને રિટેલર્સ પણ એડવાન્સમાં ઓર્ડર બૂક કરાવી દે છે. બીજી તરફ્ બિન ફરાળી નાસ્તાનું વેચાણમાં માસિક ધોરણે વધઘટ થતી હોય તે આ મહિના દરમિયાન સ્થિર રહે છે. સારી માગ હોવા છતાં પેક્ડ નાસ્તાના ભાવમાં કોઈ વધારો થયો નથી.

સગવડતા સચવાઈ જતી હોવાથી માર્કેટમાં પેક્ડ નાસ્તા વધુ વેચાય છે

શ્રાવણ મહિનામાં ફરાળી નાસ્તાનું માર્કેટ સામાન્ય કરતા 25-30% જેટલું વધી જાય છે. પહેલા લોકો ઘરે ફ્રાળ બનાવતા હતા પણ હવે લોકો બહારથી લેવાનું વધુ પસંદ કરે છે. પેક્ડ ફૂડમાં લોકોની સગવડતા સાચવી જતી હોવાથી તેની વેચાણ વધુ હોય છે. ઓફ્સિમાં ભૂખ લાગે તો વેફર કે ફરાળી ચેવડાનું પેકેટ ખોલીને લોકો ખાઈ લે છે. આવનારી માગ મુજબ સપ્લાય જળવાઈ રહે તે માટે ઉત્પાદકો એડવાન્સમાં વધારે સ્ટોક કરતા હોય છે.