Surat: ડેટોલ અને હાર્પિક વાપરતા લોકો સાવધાન, મોટી માત્રામાં નકલી જથ્થો ઝડપાયો
સરથાણામાં કંપનીએ પોલીસને સાથે રાખી કર્યા દરોડા નકલી બ્રાન્ડેડ સાબુ, હાર્પિક બનાવતી હતી ફેક્ટરી નકલી ડેટોલ સાબુ સહિતનો મોટી જથ્થો જપ્ત સુરતમાં નકલી મળવાની પરંપરા યથાવત્ રહી છે. જેમાં નકલી ચીજવસ્તુઓ બનાવતી ફેક્ટરી ઝડપાઈ છે. શહેરના સરથાણામાં કંપનીએ પોલીસને સાથે રાખી દરોડા પાડ્યા છે. ફેક્ટરી નકલી બ્રાન્ડેડ સાબુ, હાર્પિક બનાવતી હતી નકલી ડેટોલ સાબુ સહિતનો મોટી જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.શહેરમાં નકલી બનાવતી અસલી ફેક્ટરી ઝડપાઇ શહેરમાં નકલી બનાવતી અસલી ફેક્ટરી ઝડપાઇ છે. બ્રાન્ડેડ સાબુ,હાર્પિક લિકવીડ સહિતની બ્રાન્ડેડ ચીજવસ્તુઓનું ડુપ્લીકેશન થયુ હતુ. તેમાં નકલી ચીજવસ્તુઓનું ઉત્પાદન કરતી ફેક્ટરી પર રેડ કરવામાં આવી હતી. જેમાં કંપનીએ પોલીસને સાથે રાખી છાપો માર્યો હતો. તેમાં નકલી ચીજવસ્તુઓ બનાવવા વપરાતું રો-મટીરીયલ મોટી માત્રામાં જપ્ત થયુ છે. તેમાં બનાવટી ડેટોલ સાબુ, લિકવિડનો મોટો જથ્થો જપ્ત કરાયો છે. તેમજ સરથાણા પોલીસ સ્ટેશનથી થોડા જ અંતરમાં ફેક્ટરી ચાલતી હતી. તેથી પોલીસ સામે પણ સવાલો ઉઠ્યા છે. પાંચ ફેકટરીમાંથી કુલ 1 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો હાલ સમગ્ર રાજ્ય સહિત સુરતમાં નકલીની બોલબાલા થઇ ગયા છે. લોકો પણ સસ્તું જોઈને અસલી છે કે નકલીની જાણકારી વગર ખરીદવા પડાપડી કરી રહ્યા છે. જેનો લાભ સીધો ભેજાબાજો ઉઠાવી ગયા છે. અગાઉ ગુજરાતનું આર્થિક શહેર તરીકે જાણીતા સુરતના ઓલપાડ તાલુકામાં છેલ્લા 10 મહિનાની અંદર અસલીના નામે નકલી પ્રોડક્ટનો કાળા કારોબાર કરી 5 જેટલી ફેકટરીઓ ઝડપાઇ ચૂકી છે. જેમાં નકલી નોટ, નકલી ઘી, નકલી શેમ્પૂ, નકલી વિમલ અને નકલી આયુર્વેદિક દવાની ફેકટરીનો સમાવેશ થયો છે. આ પાંચ ફેકટરીમાંથી કુલ 1 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો હતો. ત્યારે રાજ્યમાં વધી ગયેલ નકલી વેપલા લઇને સરકારની સંબધિત વિભાગની એજન્સીઓ કડક હાથે કામ લે તે સમયની માગ છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- સરથાણામાં કંપનીએ પોલીસને સાથે રાખી કર્યા દરોડા
- નકલી બ્રાન્ડેડ સાબુ, હાર્પિક બનાવતી હતી ફેક્ટરી
- નકલી ડેટોલ સાબુ સહિતનો મોટી જથ્થો જપ્ત
સુરતમાં નકલી મળવાની પરંપરા યથાવત્ રહી છે. જેમાં નકલી ચીજવસ્તુઓ બનાવતી ફેક્ટરી ઝડપાઈ છે. શહેરના સરથાણામાં કંપનીએ પોલીસને સાથે રાખી દરોડા પાડ્યા છે. ફેક્ટરી નકલી બ્રાન્ડેડ સાબુ, હાર્પિક બનાવતી હતી નકલી ડેટોલ સાબુ સહિતનો મોટી જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.
શહેરમાં નકલી બનાવતી અસલી ફેક્ટરી ઝડપાઇ
શહેરમાં નકલી બનાવતી અસલી ફેક્ટરી ઝડપાઇ છે. બ્રાન્ડેડ સાબુ,હાર્પિક લિકવીડ સહિતની બ્રાન્ડેડ ચીજવસ્તુઓનું ડુપ્લીકેશન થયુ હતુ. તેમાં નકલી ચીજવસ્તુઓનું ઉત્પાદન કરતી ફેક્ટરી પર રેડ કરવામાં આવી હતી. જેમાં કંપનીએ પોલીસને સાથે રાખી છાપો માર્યો હતો. તેમાં નકલી ચીજવસ્તુઓ બનાવવા વપરાતું રો-મટીરીયલ મોટી માત્રામાં જપ્ત થયુ છે. તેમાં બનાવટી ડેટોલ સાબુ, લિકવિડનો મોટો જથ્થો જપ્ત કરાયો છે. તેમજ સરથાણા પોલીસ સ્ટેશનથી થોડા જ અંતરમાં ફેક્ટરી ચાલતી હતી. તેથી પોલીસ સામે પણ સવાલો ઉઠ્યા છે.
પાંચ ફેકટરીમાંથી કુલ 1 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો
હાલ સમગ્ર રાજ્ય સહિત સુરતમાં નકલીની બોલબાલા થઇ ગયા છે. લોકો પણ સસ્તું જોઈને અસલી છે કે નકલીની જાણકારી વગર ખરીદવા પડાપડી કરી રહ્યા છે. જેનો લાભ સીધો ભેજાબાજો ઉઠાવી ગયા છે. અગાઉ ગુજરાતનું આર્થિક શહેર તરીકે જાણીતા સુરતના ઓલપાડ તાલુકામાં છેલ્લા 10 મહિનાની અંદર અસલીના નામે નકલી પ્રોડક્ટનો કાળા કારોબાર કરી 5 જેટલી ફેકટરીઓ ઝડપાઇ ચૂકી છે. જેમાં નકલી નોટ, નકલી ઘી, નકલી શેમ્પૂ, નકલી વિમલ અને નકલી આયુર્વેદિક દવાની ફેકટરીનો સમાવેશ થયો છે. આ પાંચ ફેકટરીમાંથી કુલ 1 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો હતો. ત્યારે રાજ્યમાં વધી ગયેલ નકલી વેપલા લઇને સરકારની સંબધિત વિભાગની એજન્સીઓ કડક હાથે કામ લે તે સમયની માગ છે.