Ahmedabadમાં કેર ટેકરે સેવા કરતા-કરતા વૃદ્ધ પાસેથી 16 લાખ રૂપિયા પડાવી લીધા

વૃદ્ધનું ATM કાર્ડ મેળવી 16 લાખ ઉપાડી લીધા હિતેશ ચુનારા નામના કેર ટેકર વિરુદ્ધ ફરિયાદ સારવાર વખતે ATMનો પીનકોર્ડ જાણ્યો હતો હાલના જમાનામાં વૃદ્ધોની સાર સંભાળ કરવા માટે કેર ટેકર રાખવામાં આવે છે,પરંતુ આવા જ કેર ટેકર કયારેક પોતાની કેર કરતા હોય છે,આવો જ એક કિસ્સો અમદાવાદમાં બન્યો જેમાં કેર ટેકરને વૃદ્ધની સંભાળ માટે રાખવામાં આવ્યો હતો,ત્યારે તેની દાનત રૂપિયા પર જતા તેણે વૃદ્ધનું એટીએમ મેળવી ટુકટે-ટુકડે 16 લાખ રૂપિયા મેળવી લીધા હતા. ટુકડે-ટુકડે ઉપાડી દીધા રૂપિયા વસ્ત્રાપુરમાં રહેતા વ્યકિતએ પિતાની સાર સંભાળ રાખવા માટે એડવિનો હેલ્થ કેર કંપની દ્રારા કેર ટેકર વ્યકિત રાખ્યો હતો,આ વ્યકિતનું નામ હિતેશ ચુનારા છે,જે રોજ બરોજ વૃદ્ધની સારવાર કરતો હતો,એક વખત તે વાત વાતમાં જાણી ગયો હતો કે વૃદ્ધ પાસે એક એટીએમ કાર્ડ છે અને તેની અંદર ઘણા રૂપિયા રહેલા છે.ત્યારે તેણે વૃદ્ધ પાસેથી એટીએમ કાર્ડ તો મેળવી લીધુ પછી ધીરેથી તેનો પાસવર્ડ જાણી લીધો અને ટુકડે-ટુકડે તેણે રૂપિયા ઉપાડી લીધા,આ વાતની ખબર તો વૃદ્ધાને હતી નહી,પરંતુ વૃદ્ધના પુત્રએ તેની પૂછપરછ કરતા ભાંડો ફૂટયો હતો. પોલીસે આરોપીની ધરપકડ કરી વૃદ્ધનું ATM તેમના કેર ટેકર હિતેશ ચુનારાએ વિશ્વાસમાં લઇને લીધું હોવાનું પરિવારને જાણ થઈ હતી. જેથી તેમને સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. સાયબર ક્રાઇમે તપાસ કરતા 2 ઓગસ્ટથી 7 ઓગસ્ટ દરમિયાન હિતેશ ચૂનારાએ બેંક ખાતામાંથી 15,97,000 રૂપિયા ઉઠાવી લીધા હતા. સાયબર ક્રાઇમે આ અંગે તપાસ કરીને આરોપી હિતેશ ચુનારાની ધરપકડ કરી છે. સાયબર સુરક્ષા વધુ મજબૂત થશે ગુજરાત વાઇબ્રન્ટ સમિટમાં બ્રિટિશ હાઇ કમિશન સાથે ગુજરાત પોલીસના સાયબર સેલ વિભાગ દ્વારા ખાસ એમઓયુ કરવામાં આવ્યા હતા જેના ભાગરૂપે આજે એક અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે સાયબર ક્ષેત્રમાં બ્રિટિશ હાઇ કમિશન અને ગુજરાત સરકારના સાયબર સેલ વચ્ચે સાયબર સુરક્ષિત ગુજરાત નામના એક કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય ની વિશેષ ઉપસ્થિતિમાં આયોજિત આ કાર્યક્રમમાં યુકે ઇન્ડિયાના સાઇબર મેનેજર ડોમિનીક ગ્લાન ઉપસ્થિત રહ્યા હતા.

Ahmedabadમાં કેર ટેકરે સેવા કરતા-કરતા વૃદ્ધ પાસેથી 16 લાખ રૂપિયા પડાવી લીધા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • વૃદ્ધનું ATM કાર્ડ મેળવી 16 લાખ ઉપાડી લીધા
  • હિતેશ ચુનારા નામના કેર ટેકર વિરુદ્ધ ફરિયાદ
  • સારવાર વખતે ATMનો પીનકોર્ડ જાણ્યો હતો

હાલના જમાનામાં વૃદ્ધોની સાર સંભાળ કરવા માટે કેર ટેકર રાખવામાં આવે છે,પરંતુ આવા જ કેર ટેકર કયારેક પોતાની કેર કરતા હોય છે,આવો જ એક કિસ્સો અમદાવાદમાં બન્યો જેમાં કેર ટેકરને વૃદ્ધની સંભાળ માટે રાખવામાં આવ્યો હતો,ત્યારે તેની દાનત રૂપિયા પર જતા તેણે વૃદ્ધનું એટીએમ મેળવી ટુકટે-ટુકડે 16 લાખ રૂપિયા મેળવી લીધા હતા.

ટુકડે-ટુકડે ઉપાડી દીધા રૂપિયા

વસ્ત્રાપુરમાં રહેતા વ્યકિતએ પિતાની સાર સંભાળ રાખવા માટે એડવિનો હેલ્થ કેર કંપની દ્રારા કેર ટેકર વ્યકિત રાખ્યો હતો,આ વ્યકિતનું નામ હિતેશ ચુનારા છે,જે રોજ બરોજ વૃદ્ધની સારવાર કરતો હતો,એક વખત તે વાત વાતમાં જાણી ગયો હતો કે વૃદ્ધ પાસે એક એટીએમ કાર્ડ છે અને તેની અંદર ઘણા રૂપિયા રહેલા છે.ત્યારે તેણે વૃદ્ધ પાસેથી એટીએમ કાર્ડ તો મેળવી લીધુ પછી ધીરેથી તેનો પાસવર્ડ જાણી લીધો અને ટુકડે-ટુકડે તેણે રૂપિયા ઉપાડી લીધા,આ વાતની ખબર તો વૃદ્ધાને હતી નહી,પરંતુ વૃદ્ધના પુત્રએ તેની પૂછપરછ કરતા ભાંડો ફૂટયો હતો.

પોલીસે આરોપીની ધરપકડ કરી

વૃદ્ધનું ATM તેમના કેર ટેકર હિતેશ ચુનારાએ વિશ્વાસમાં લઇને લીધું હોવાનું પરિવારને જાણ થઈ હતી. જેથી તેમને સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. સાયબર ક્રાઇમે તપાસ કરતા 2 ઓગસ્ટથી 7 ઓગસ્ટ દરમિયાન હિતેશ ચૂનારાએ બેંક ખાતામાંથી 15,97,000 રૂપિયા ઉઠાવી લીધા હતા. સાયબર ક્રાઇમે આ અંગે તપાસ કરીને આરોપી હિતેશ ચુનારાની ધરપકડ કરી છે.

સાયબર સુરક્ષા વધુ મજબૂત થશે

ગુજરાત વાઇબ્રન્ટ સમિટમાં બ્રિટિશ હાઇ કમિશન સાથે ગુજરાત પોલીસના સાયબર સેલ વિભાગ દ્વારા ખાસ એમઓયુ કરવામાં આવ્યા હતા જેના ભાગરૂપે આજે એક અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે સાયબર ક્ષેત્રમાં બ્રિટિશ હાઇ કમિશન અને ગુજરાત સરકારના સાયબર સેલ વચ્ચે સાયબર સુરક્ષિત ગુજરાત નામના એક કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય ની વિશેષ ઉપસ્થિતિમાં આયોજિત આ કાર્યક્રમમાં યુકે ઇન્ડિયાના સાઇબર મેનેજર ડોમિનીક ગ્લાન ઉપસ્થિત રહ્યા હતા.