BZ ગ્રૂપના કૌભાંડને લઈ મોટો ઘટસ્ફોટ, રોકાણ કરાવનાર એજન્ટોના ફોટોગ્રાફ થયા વાયરલ
BZ ગ્રૂપના કૌભાંડને લઈ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યાં છે,જેમાં કુલ 6000 કરોડનું કૌભાંડ સામે આવ્યું છે મહત્વનું છે કે જે એજન્ટો રાખ્યા હતા તેમના ફોટોગ્રાફ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે,ફોટોમાં દેખાતા કેટલાય એજન્ટો મોટુ કમિશન લઈ ચૂક્યા છે તો એજન્ટો લોકો પાસે રૂપિયા 1 થી 55 લાખ સુધીનું કરાવતા હતા રોકાણ.એજન્ટોને મળતુ હતુ મોટુ કમિશન આ સમગ્ર ઘટનાને લઈ માહિતી સામે આવી છે કે,એજન્ટોને મોટુ કમિશન મળતુ હતુ જેમાં મહિને રૂપિયા 3 હજારથી લઈ 3 લાખ રૂપિયા સુધી એજન્ટો કમાતા હતા,આવા જેટલા એજન્ટો છે તેમની પણ સીઆઈડી ક્રાઈમ પૂછપરછ કરી શકે છે અને નિવેદન પણ લઈ શકે છે,પોલીસની તપાસમાં એ પણ સામે આવ્યું છે કે,એજન્ટો માટે પણ બનાવી હતી વિવિધ સ્કીમ.એજન્ટો ફોટો પડાવીને વિવિધ ગિફટો આપતા હતા અને રોકાણકારોને મસમોટો ફાયદો કરાવી આપીશું તેમ કહી લલચાવતા પણ હતા. રાતભર ચાલી ભૂપેન્દ્ર ઝાલાની પુછપરછ વિગતો મળી રહી છે કે મહેસાણાથી ભૂપેન્દ્ર ઝાલાને ઝડપી લેવામાં આવ્યો છે. વિસ્તારે વાત કરવી જોઈએ તો ભૂપેન્દ્ર ઝાલાની નિવેદન સહિતની પ્રક્રિયા રાતભર ચાલી છે. CID સતત તપાસ કરી રહી છે. ભૂપેન્દ્ર ઝાલાની સતત ત્રણ કલાક પુછપરછ કરવામાં આવી. ભૂપેન્દ્ર જાલાનો પુછપરછ દરમિયાન મોટા ખુલાસા થયા છે. ભૂપેન્દ્ર ઝાલા મોટાભાગની વાતોને પોલીસ સમક્ષ રાખવાથી ઇન્કાર કરી રહ્યો છે. શિક્ષકોને વિદેશ પ્રવાસ પર નહીં મોકલ્યા હોવાનું રટણ કરી રહ્યો છે. CID ક્રાઇમ પહેલી વખત દરોડા કર્યા ત્યારે ઝાલા બહાર હતાં. ખેડબ્રહ્મા અને પોશીના તાલુકાના શિક્ષકો એજન્ટ તરીકે સક્રિય આ સમગ્ર કેસમાં ખેડબ્રહ્મા અને પોશીના તાલુકાના શિક્ષકો એજન્ટ તરીકે કામ કરતા હતા,શિક્ષક નરેશ કટારા, પોપટસિંહ, ગુણવતસિંહ ગ્રૂપમાં સક્રિય છે અને કૌભાંડ બહાર આવતા ગુણવતસિંહ રાઠોડ ભૂગર્ભમાં ઉતરી ગયો છે,ગુણવતસિંહ રાઠોડ પરિવાર સાથે કેટલાય દિવસથી ફરાર છે અને શિક્ષણ વિભાગ શિક્ષકો સામે કાર્યવાહીના બદલે બચાવમાં હોય તેવું લાગી રહ્યું છે.હિંમતનગરથી પોન્ઝી સ્કીમ ચલાવીને લોકોનું કરોડો રૂપિયાનું ફૂલેકું ફેરવનાર મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલાને સીઆઇડી ક્રાઈમની ટીમે એક મહિના પછી મહેસાણા તાલુકાના દવાડામાં આવેલા ફાર્મહાઉસ પરથી શુક્રવારે ઝડપ્યો હતો.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
BZ ગ્રૂપના કૌભાંડને લઈ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યાં છે,જેમાં કુલ 6000 કરોડનું કૌભાંડ સામે આવ્યું છે મહત્વનું છે કે જે એજન્ટો રાખ્યા હતા તેમના ફોટોગ્રાફ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે,ફોટોમાં દેખાતા કેટલાય એજન્ટો મોટુ કમિશન લઈ ચૂક્યા છે તો એજન્ટો લોકો પાસે રૂપિયા 1 થી 55 લાખ સુધીનું કરાવતા હતા રોકાણ.
એજન્ટોને મળતુ હતુ મોટુ કમિશન
આ સમગ્ર ઘટનાને લઈ માહિતી સામે આવી છે કે,એજન્ટોને મોટુ કમિશન મળતુ હતુ જેમાં મહિને રૂપિયા 3 હજારથી લઈ 3 લાખ રૂપિયા સુધી એજન્ટો કમાતા હતા,આવા જેટલા એજન્ટો છે તેમની પણ સીઆઈડી ક્રાઈમ પૂછપરછ કરી શકે છે અને નિવેદન પણ લઈ શકે છે,પોલીસની તપાસમાં એ પણ સામે આવ્યું છે કે,એજન્ટો માટે પણ બનાવી હતી વિવિધ સ્કીમ.એજન્ટો ફોટો પડાવીને વિવિધ ગિફટો આપતા હતા અને રોકાણકારોને મસમોટો ફાયદો કરાવી આપીશું તેમ કહી લલચાવતા પણ હતા.
રાતભર ચાલી ભૂપેન્દ્ર ઝાલાની પુછપરછ
વિગતો મળી રહી છે કે મહેસાણાથી ભૂપેન્દ્ર ઝાલાને ઝડપી લેવામાં આવ્યો છે. વિસ્તારે વાત કરવી જોઈએ તો ભૂપેન્દ્ર ઝાલાની નિવેદન સહિતની પ્રક્રિયા રાતભર ચાલી છે. CID સતત તપાસ કરી રહી છે. ભૂપેન્દ્ર ઝાલાની સતત ત્રણ કલાક પુછપરછ કરવામાં આવી. ભૂપેન્દ્ર જાલાનો પુછપરછ દરમિયાન મોટા ખુલાસા થયા છે. ભૂપેન્દ્ર ઝાલા મોટાભાગની વાતોને પોલીસ સમક્ષ રાખવાથી ઇન્કાર કરી રહ્યો છે. શિક્ષકોને વિદેશ પ્રવાસ પર નહીં મોકલ્યા હોવાનું રટણ કરી રહ્યો છે. CID ક્રાઇમ પહેલી વખત દરોડા કર્યા ત્યારે ઝાલા બહાર હતાં.
ખેડબ્રહ્મા અને પોશીના તાલુકાના શિક્ષકો એજન્ટ તરીકે સક્રિય
આ સમગ્ર કેસમાં ખેડબ્રહ્મા અને પોશીના તાલુકાના શિક્ષકો એજન્ટ તરીકે કામ કરતા હતા,શિક્ષક નરેશ કટારા, પોપટસિંહ, ગુણવતસિંહ ગ્રૂપમાં સક્રિય છે અને કૌભાંડ બહાર આવતા ગુણવતસિંહ રાઠોડ ભૂગર્ભમાં ઉતરી ગયો છે,ગુણવતસિંહ રાઠોડ પરિવાર સાથે કેટલાય દિવસથી ફરાર છે અને શિક્ષણ વિભાગ શિક્ષકો સામે કાર્યવાહીના બદલે બચાવમાં હોય તેવું લાગી રહ્યું છે.હિંમતનગરથી પોન્ઝી સ્કીમ ચલાવીને લોકોનું કરોડો રૂપિયાનું ફૂલેકું ફેરવનાર મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલાને સીઆઇડી ક્રાઈમની ટીમે એક મહિના પછી મહેસાણા તાલુકાના દવાડામાં આવેલા ફાર્મહાઉસ પરથી શુક્રવારે ઝડપ્યો હતો.