Gandhinagar: રૂપાલમાં સસરાએ રૂમમાં સૂતેલી પુત્રવધૂની છેડતી કરી

રૂપાલમાં રહેતી એક પરિણીતા સાથે તેના સસરાએ હાથ પકડીને અડપલા કરતા મામલો પોલીસ મથકે પહોંચ્યો છે. આ પુર્વે સસરા અને તેનો પતિ સહિતના સાસરિયા પરિણિતા પાસેથી વારંવાર દહેજની માંગણી કરી ત્રાસ આપતા હતા. દરમિયાન સસરાએ તમામ હદ વટાવીને ઘરમાં એકલી રહેલી પુત્રવધુ સાથે અડપલા કરતા આખરે તેણે કંટાળીને પતિ, સસરા સહિતના સાસરિયા સામે ફરિયાદ નોંધાવી છે.બનાવ ગત તા. 11 ફેબ્રુઆરીના રોજ બન્યો હતો. કડી પંથકની યુવતીના લગ્ન રૂપાલ ગામે રહેતા યુવક સાથે થયા હતા. પ્રારંભમાં લગ્નજીવન સારુ વિતતુ હતું. પરંતુ ત્યારબાદ પતિ, સાસુ, સસરાએ ઘરકામ બાબતે ટકોર કરી ત્રાસ આપવાનું શરૂ કર્યુ હતું. યુવતી સાથે જેઠ, જેઠાણી પણ સંયુક્ત કુટુંબમાં રહેતા હતા. ઘરસંસાર બગડે નહી તે માટે તે ચુપ રહેતી હતી. જોકે, ત્રાસ દિનપ્રતિદિન વધતો રહ્યો હતો. યુવતીના કાકા પૈસાપાત્ર હોવાનું કહીને મકાન માટે પૈસા લાવવાની માંગણી શરૂ કરાઇ હતી. પિતા બિમાર હોય યુવતી પૈસાની માંગણી સંતોષી શકે તેમ નહતી. આ દરમિયાન પતિ, સાસુ, સસરા, જેઠ , જેઠાણીનો ત્રાસ વધતો રહ્યો હતો. દરમિયાન યુવતી સિવાયના પરિવારના સભ્યો બહાર ગયા હતા. યુવતી ઘરે ઓરડામાં સુતી હતી ત્યારે સસરાએ ઓરડામાં આવીને તેણીનો હાથ પકડી અડપલા શરૂ કર્યા હતા. તેણે સફાળી જાગી જતા સસરાએ બુમો પાડીશ તો હુ આપઘાત કરી લઇશ તેવી ધમકી આપી હતી. આથી ગભરાયેલી પુત્રવધુ હાથ છોડાવીને ઓરડાની બહાર નીકળી ગઇ હતી. ત્યારબાદ તેણે માતાને જાણ કરી હતી. પરિવારના સભ્યો રૂપાલ દોડી આવ્યા હતા અને યુવતીને સાથે લઇ ગયા હતા. ત્યારબાદ યુવતીએ પોતાના પતિ, સાસુ, સસરા, જેઠ, જેઠાણી સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથધરી છે.

Gandhinagar: રૂપાલમાં સસરાએ રૂમમાં સૂતેલી પુત્રવધૂની છેડતી કરી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

રૂપાલમાં રહેતી એક પરિણીતા સાથે તેના સસરાએ હાથ પકડીને અડપલા કરતા મામલો પોલીસ મથકે પહોંચ્યો છે. આ પુર્વે સસરા અને તેનો પતિ સહિતના સાસરિયા પરિણિતા પાસેથી વારંવાર દહેજની માંગણી કરી ત્રાસ આપતા હતા. દરમિયાન સસરાએ તમામ હદ વટાવીને ઘરમાં એકલી રહેલી પુત્રવધુ સાથે અડપલા કરતા આખરે તેણે કંટાળીને પતિ, સસરા સહિતના સાસરિયા સામે ફરિયાદ નોંધાવી છે.

બનાવ ગત તા. 11 ફેબ્રુઆરીના રોજ બન્યો હતો. કડી પંથકની યુવતીના લગ્ન રૂપાલ ગામે રહેતા યુવક સાથે થયા હતા. પ્રારંભમાં લગ્નજીવન સારુ વિતતુ હતું. પરંતુ ત્યારબાદ પતિ, સાસુ, સસરાએ ઘરકામ બાબતે ટકોર કરી ત્રાસ આપવાનું શરૂ કર્યુ હતું. યુવતી સાથે જેઠ, જેઠાણી પણ સંયુક્ત કુટુંબમાં રહેતા હતા. ઘરસંસાર બગડે નહી તે માટે તે ચુપ રહેતી હતી. જોકે, ત્રાસ દિનપ્રતિદિન વધતો રહ્યો હતો. યુવતીના કાકા પૈસાપાત્ર હોવાનું કહીને મકાન માટે પૈસા લાવવાની માંગણી શરૂ કરાઇ હતી. પિતા બિમાર હોય યુવતી પૈસાની માંગણી સંતોષી શકે તેમ નહતી. આ દરમિયાન પતિ, સાસુ, સસરા, જેઠ , જેઠાણીનો ત્રાસ વધતો રહ્યો હતો. દરમિયાન યુવતી સિવાયના પરિવારના સભ્યો બહાર ગયા હતા. યુવતી ઘરે ઓરડામાં સુતી હતી ત્યારે સસરાએ ઓરડામાં આવીને તેણીનો હાથ પકડી અડપલા શરૂ કર્યા હતા. તેણે સફાળી જાગી જતા સસરાએ બુમો પાડીશ તો હુ આપઘાત કરી લઇશ તેવી ધમકી આપી હતી. આથી ગભરાયેલી પુત્રવધુ હાથ છોડાવીને ઓરડાની બહાર નીકળી ગઇ હતી. ત્યારબાદ તેણે માતાને જાણ કરી હતી. પરિવારના સભ્યો રૂપાલ દોડી આવ્યા હતા અને યુવતીને સાથે લઇ ગયા હતા. ત્યારબાદ યુવતીએ પોતાના પતિ, સાસુ, સસરા, જેઠ, જેઠાણી સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથધરી છે.