Gandhinagar: ખ-રોડ પર ત્રિપલ અકસ્માત, બેનાં મોત, 4ને ઈજા
સરગાસણ ચોકડીથી મહાત્મા મંદિર વચ્ચે ગઇકાલે મોડીરાત્રે બે કાર અને પીકઅપ ડાલા વચ્ચે ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. આ બનાવમાં એક મહિલા સહિત બેના મોત નિપજ્યા હતા. જ્યારે ચારને ઇજા થતા સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. અકસ્માતથી થોડા સમય માટે આ રસ્તા પર રસ્તો બ્લોક થઇ ગયો હતો. હોન્ડા સિવીક કારના ચાલકે સ્ટિયરીંગ પરનો કાબુ ગુમાવતા કાર ડિવાઇડર સાથે અથડાઇને સામેથી આવતા અન્ય બે વાહનો સાથે અથડાઇ હતી. બે કારના ફુરચા ઉડી ગયા. અકસ્માત નજરે જોનારાઓ કંપી ઉઠયા હતા. હોન્ડા સિવીકનો ચાલક ફુલસ્પીડમા હોવાનું લોકોનું કહેવું હતું. મૃતકોમાં આર્ય જીગ્નેશ દવે (ઉવ.23, રહે. સહજાનંદ શ્લોક, ગાંધીનગર) તથા ગોપીબેન અનિલભાઇ જાની (ઉવ.53, રહે. સેક્ટર-26)નો સમાવેશ થાય છે. જ્યારે કેવિલ હેમલ ધંધુકિયા (ઉવ.24, રહે, સહજાનંદ શ્લોક ), અનિલબાઇ નવીનચંદ્ર જાની (ઉવ.54, રહે. સેક્ટર-26), પીકઅપડ ડાલાના ચાલક મિતેશ ભવાનભાઇ પટેલ (રહે. પ્રમુખ એબોર્ટ, સરગાસણ) તેમજ અલ્ટો ચાલક નાઝમલહુસેન મલેકને ઇજા થતા તમામને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આર્ય દવે અને તેનો મિત્ર કેવિલ ધંધુકિયા હોન્ડા સિવીક કાર નંબર જીજે-01-કેપી-1356 લઇને મહાત્મા મંદિરથી સરગાસણ ચોકડી તરફ આવતા હતા ત્યારે ઉપરોક્ત સ્થળે કારના સ્ટિયરીંગ પરનો કાબુ ગુમાવતા કાર ડિવાઇડર સાથે અથડાઇને ફંગોળાઇ હતી. આ દરમિયાન કાર સામેથી આવતા પીકઅપ ડાલા સાથે અથડાયા બાદ પાછળ આવતી અલ્ટોમાં ધડાકાભેર ઘુસી ગઇ હતી. આ બનાવમાં પીકઅપ ડાલાના ચાલક મિતેશ પટેલને માથા તથા શરીરના અન્ય ભાગો પર ઇજા પહોંચી હતી. જ્યારે અલ્ટો કારમાં બેઠેલા અનિલભાઇ તથા તેમના પત્નીને બેભાન થઇ જતા તેઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. જેમાં ગોપીબેનનું સારવાર દરમિયાન મોત નિપજ્યુ હતું. તેઓ અમદાવાદ કાલુપુરથી ઉબેર કરીને ગાંધીનગર આવી રહ્યા હતા. જ્યારે હોન્ડા સિવીકમાં મુસાફરી કરતા આર્ય દવે તથા કેવિલ ધંધુકિયાને પણ માથાના ભાગે ગંભીર ઇજા પહોંચતા તેઓને પણ હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં સારવાર દરમિયાન આર્ય દવેનું મોત નિપજતા મૃત્યુ આંક બે પર પહોંચ્યો હતો જ્યારે કેવિલ તથા અનિલભાઇને વધુ સારવાર માટે ખાનગી દવાખાને ખસાડાયા હતા. આ બનાવથી રસ્તા પર ટ્રાફિક જામ થઇ ગયો હતો. અકસ્માતની જાણ થતા જ સેક્ટર-7 પોલીસ સબ ઇન્સપેક્ટ એમ.આઇ. પરમાર સહિતનો સ્ટાફ સ્થળ પર દોડી ગયો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં હોન્ડા સિવીકની સ્પીડ વધુ હોવાથી ચાલક કાર પર કાબુ રાખી શક્યો નહતો. બનાવ અંગે પોલીસે અલ્ટો કારના ચાલક નાઝમ મલેકની ફરિયાદના આઘારે ગુનો નોંધી વધુ તપાસ હાથધરી છે. આ બનાવમાં ઉબેરના અલ્ટો ચાલક નાઝમ મલેકને પણ સામાન્ય ઇજા પહોંચી હતી. અકસ્માતનો ભોગ બનેલા ગોપીબેન તથા તેમના પતિ કુંભમાં સ્નાન કરીને પરત ફરતા હતા ત્યારે આ બનાવ બન્યો હોવાનું ચર્ચાઇ રહ્યુ છે. આ ઘટનાથી મૃતકોના પરિવારજનો પર આભ ફાટી પડયુ હતું.

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સરગાસણ ચોકડીથી મહાત્મા મંદિર વચ્ચે ગઇકાલે મોડીરાત્રે બે કાર અને પીકઅપ ડાલા વચ્ચે ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. આ બનાવમાં એક મહિલા સહિત બેના મોત નિપજ્યા હતા. જ્યારે ચારને ઇજા થતા સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
અકસ્માતથી થોડા સમય માટે આ રસ્તા પર રસ્તો બ્લોક થઇ ગયો હતો. હોન્ડા સિવીક કારના ચાલકે સ્ટિયરીંગ પરનો કાબુ ગુમાવતા કાર ડિવાઇડર સાથે અથડાઇને સામેથી આવતા અન્ય બે વાહનો સાથે અથડાઇ હતી. બે કારના ફુરચા ઉડી ગયા. અકસ્માત નજરે જોનારાઓ કંપી ઉઠયા હતા. હોન્ડા સિવીકનો ચાલક ફુલસ્પીડમા હોવાનું લોકોનું કહેવું હતું. મૃતકોમાં આર્ય જીગ્નેશ દવે (ઉવ.23, રહે. સહજાનંદ શ્લોક, ગાંધીનગર) તથા ગોપીબેન અનિલભાઇ જાની (ઉવ.53, રહે. સેક્ટર-26)નો સમાવેશ થાય છે. જ્યારે કેવિલ હેમલ ધંધુકિયા (ઉવ.24, રહે, સહજાનંદ શ્લોક ), અનિલબાઇ નવીનચંદ્ર જાની (ઉવ.54, રહે. સેક્ટર-26), પીકઅપડ ડાલાના ચાલક મિતેશ ભવાનભાઇ પટેલ (રહે. પ્રમુખ એબોર્ટ, સરગાસણ) તેમજ અલ્ટો ચાલક નાઝમલહુસેન મલેકને ઇજા થતા તમામને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આર્ય દવે અને તેનો મિત્ર કેવિલ ધંધુકિયા હોન્ડા સિવીક કાર નંબર જીજે-01-કેપી-1356 લઇને મહાત્મા મંદિરથી સરગાસણ ચોકડી તરફ આવતા હતા ત્યારે ઉપરોક્ત સ્થળે કારના સ્ટિયરીંગ પરનો કાબુ ગુમાવતા કાર ડિવાઇડર સાથે અથડાઇને ફંગોળાઇ હતી. આ દરમિયાન કાર સામેથી આવતા પીકઅપ ડાલા સાથે અથડાયા બાદ પાછળ આવતી અલ્ટોમાં ધડાકાભેર ઘુસી ગઇ હતી.
આ બનાવમાં પીકઅપ ડાલાના ચાલક મિતેશ પટેલને માથા તથા શરીરના અન્ય ભાગો પર ઇજા પહોંચી હતી. જ્યારે અલ્ટો કારમાં બેઠેલા અનિલભાઇ તથા તેમના પત્નીને બેભાન થઇ જતા તેઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. જેમાં ગોપીબેનનું સારવાર દરમિયાન મોત નિપજ્યુ હતું. તેઓ અમદાવાદ કાલુપુરથી ઉબેર કરીને ગાંધીનગર આવી રહ્યા હતા. જ્યારે હોન્ડા સિવીકમાં મુસાફરી કરતા આર્ય દવે તથા કેવિલ ધંધુકિયાને પણ માથાના ભાગે ગંભીર ઇજા પહોંચતા તેઓને પણ હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં સારવાર દરમિયાન આર્ય દવેનું મોત નિપજતા મૃત્યુ આંક બે પર પહોંચ્યો હતો જ્યારે કેવિલ તથા અનિલભાઇને વધુ સારવાર માટે ખાનગી દવાખાને ખસાડાયા હતા. આ બનાવથી રસ્તા પર ટ્રાફિક જામ થઇ ગયો હતો. અકસ્માતની જાણ થતા જ સેક્ટર-7 પોલીસ સબ ઇન્સપેક્ટ એમ.આઇ. પરમાર સહિતનો સ્ટાફ સ્થળ પર દોડી ગયો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં હોન્ડા સિવીકની સ્પીડ વધુ હોવાથી ચાલક કાર પર કાબુ રાખી શક્યો નહતો. બનાવ અંગે પોલીસે અલ્ટો કારના ચાલક નાઝમ મલેકની ફરિયાદના આઘારે ગુનો નોંધી વધુ તપાસ હાથધરી છે. આ બનાવમાં ઉબેરના અલ્ટો ચાલક નાઝમ મલેકને પણ સામાન્ય ઇજા પહોંચી હતી. અકસ્માતનો ભોગ બનેલા ગોપીબેન તથા તેમના પતિ કુંભમાં સ્નાન કરીને પરત ફરતા હતા ત્યારે આ બનાવ બન્યો હોવાનું ચર્ચાઇ રહ્યુ છે. આ ઘટનાથી મૃતકોના પરિવારજનો પર આભ ફાટી પડયુ હતું.