મહિસાગરની 4 ચેકપોસ્ટ પર 60 પોલીસ જવાન દ્વારા ગાડીઓનું કડક ચેકિંગ

Dec 30, 2024 - 22:30
મહિસાગરની 4 ચેકપોસ્ટ પર 60 પોલીસ જવાન દ્વારા ગાડીઓનું કડક ચેકિંગ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

થર્ટી ફર્સ્ટને લઈ મહિસાગર જિલ્લા પોલીસે સઘન ચેકિંગ શરૂ કર્યુ છે. 31મી ડિસેમ્બરની ઉજવણીને લઈને રાજ્યમાં દારૂની હેરા ફેરી રોકવા સઘન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે. રાજસ્થાનથી ગુજરાતમાં લાવતા દારૂની હેરા ફેરી રોકવા કોટેઝ નજીક લુણાવાડા પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

રાજસ્થાન અને મધ્ય પ્રદેશથી આવતી ગાડીઓનું ચેકિંગ

જિલ્લાના મુખ્ય મથક લુણાવાડામાં પોલીસ દ્વારા ગાડીઓ રોકીને ગાડીને અંદરથી ચેક કરવામાં આવી રહી છે. રાજસ્થાન અને મધ્ય પ્રદેશ તરફથી આવતી દરેક ગાડીઓનું સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. ખાનપુર, કાલીયા કુવા, ડીટવાસ પૂનાવાડા તેમજ સંતરામપુરના આનંદપુરી પાસે વાહનોનું સઘન ચેકીંગ કરવામાં આવી રહ્યું છે. જિલ્લાના મુખ્ય મથક લુણાવાડામાં પ્રવેશતાની સાથે પોલીસનું સઘન ચેકિંગ છે. 4 ચેકપોસ્ટ પર SRP સહિત 60 પોલીસ જવાનો દ્વારા બાજ નજર રાખવામાં આવી રહી છે.

રાજસ્થાન-ગુજરાત બોર્ડર પર SPનું સરપ્રાઈઝ ચેકિંગ

બીજી તરફ રાજસ્થાનથી ગુજરાતને જોડતી બોર્ડર પર એસપી દ્વારા સરપ્રાઈઝ ચેકિંગ કરવામાં આવ્યું છે. બોર્ડર ઉપર ચેકિંગનું નિરીક્ષણ કરવા માટે SP પહોંચ્યા છે. અમીરગઢ, ગુંદરી ખોડા, સરહદ છાપરી બોર્ડર ઉપર થર્ટી ફર્સ્ટને લઈને રાઉન્ડ ક્લોક પોલીસ ચેકિંગ ચાલી રહ્યું છે. 30 અને 31 ડિસેમ્બરને લઈને બોર્ડર ઉપર SPનું સરપ્રાઈઝ ચેકિંગ રહેશે. સંવેદનશીલ ગણાતી અમીરગઢ બોર્ડર પર એસપી અને એલસીબી અધિકારીઓ નિરીક્ષણ કરવા પહોંચ્યા છે. શાંતિપૂર્ણ માહોલમાં થર્ટી ફર્સ્ટની ઉજવણી થાય અને કોઈપણ પ્રકારના નશીલા અથવા ઘાતક હથિયાર ગુજરાતમાં ન જાય તેને લઈને પોલીસ દ્વારા કડક ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. 

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0