ઓનલાઇન ટાસ્કના નામે 21 લાખ પડાવનાર ગેંગના ભોપાલના ચાર સાગરીત ઝડપાયા

Fraud Case in Jamnagar : ઓનલાઇન ટાસ્કની પાટૅ ટાઈમ જોબના નામે વડોદરાના યુવા પાસે 21 લાખ પડાવીને ગેંગના વધુ ચાર સાગરીત ભોપાલથી પકડાયા છે. કારેલીબાગના જીતેન્દ્ર બડભુજરને પાર્ટ ટાઈમ જોબની ઓફર કરનાર ટોળકીએ શરૂઆતમાં યુટ્યુબ પર મુવીને લાઈક કરવા તેમજ બીજા ટાસ્ક આપી શરૂઆતમાં રૂપિયા આપ્યા બાદ પ્રીમિયમ ટાસ્કના નામે અલગ અલગ બેન્ક એકાઉન્ટમાં ડિપોઝિટ ભરાવી ઠગ ટોળકીએ રૂ.21 લાખ ઉપરાંતની રકમ પડાવી દીધી હતી. આ ગુનામાં વડોદરા સાયબર સેલે અગાઉ સાત જણાની ધરપકડ કરી હતી. તપાસ દરમિયાન ભોપાલના સાગરીતોનું પણ નામ ખુલતા સાયબર સેલની ટીમે ભોપાલમાં તપાસ કરી હતી. જે દરમિયાન ચાર આરોપી ભોપાલની જેલમાં હોવાનું જણાય આવતા પોલીસે ટ્રાન્સફર વોરંટી ચારેયની ધરપકડ કરી વડોદરા લાવવા તજવીજ કરી હતી.ભોપાલના ચાર સાગરીતમાં એક બેંક કર્મચારીનો પણ સમાવેશ થાય છે.જેણે બોગસ કેવાયસી કરી ગેંગના સાગરીતોના બેન્ક એકાઉન્ટ ખોલવામાં મદદગારી કરી હતી. પોલીસે પકડેલા ચાર એકાઉન્ટ હોલ્ડરમાં ત્રણ આરોપીમાં ધોરણ 10 સુધી ભણેલા છે જ્યારે એક આરોપી એમબીએ થયેલો છે. પકડાયેલાઓમાં (1)ફરહાન ઉર્ફે આસલ રહેમાન રિઝવાન (2) શારીક મુસ્તાક બેગ (3) મોહમ્મદ ઉવેશ ખાન સાફિક અને (4)શહજમાખાન નાસીર ખાન (તમામ રહે ભોપાલ, મધ્ય પ્રદેશ) નો સમાવેશ થાય છે.

ઓનલાઇન ટાસ્કના નામે 21 લાખ પડાવનાર ગેંગના ભોપાલના ચાર સાગરીત ઝડપાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Fraud Case in Jamnagar : ઓનલાઇન ટાસ્કની પાટૅ ટાઈમ જોબના નામે વડોદરાના યુવા પાસે 21 લાખ પડાવીને ગેંગના વધુ ચાર સાગરીત ભોપાલથી પકડાયા છે. 

કારેલીબાગના જીતેન્દ્ર બડભુજરને પાર્ટ ટાઈમ જોબની ઓફર કરનાર ટોળકીએ શરૂઆતમાં યુટ્યુબ પર મુવીને લાઈક કરવા તેમજ બીજા ટાસ્ક આપી શરૂઆતમાં રૂપિયા આપ્યા બાદ પ્રીમિયમ ટાસ્કના નામે અલગ અલગ બેન્ક એકાઉન્ટમાં ડિપોઝિટ ભરાવી ઠગ ટોળકીએ રૂ.21 લાખ ઉપરાંતની રકમ પડાવી દીધી હતી. 

આ ગુનામાં વડોદરા સાયબર સેલે અગાઉ સાત જણાની ધરપકડ કરી હતી. તપાસ દરમિયાન ભોપાલના સાગરીતોનું પણ નામ ખુલતા સાયબર સેલની ટીમે ભોપાલમાં તપાસ કરી હતી. જે દરમિયાન ચાર આરોપી ભોપાલની જેલમાં હોવાનું જણાય આવતા પોલીસે ટ્રાન્સફર વોરંટી ચારેયની ધરપકડ કરી વડોદરા લાવવા તજવીજ કરી હતી.

ભોપાલના ચાર સાગરીતમાં એક બેંક કર્મચારીનો પણ સમાવેશ થાય છે.જેણે બોગસ કેવાયસી કરી ગેંગના સાગરીતોના બેન્ક એકાઉન્ટ ખોલવામાં મદદગારી કરી હતી. 

પોલીસે પકડેલા ચાર એકાઉન્ટ હોલ્ડરમાં ત્રણ આરોપીમાં ધોરણ 10 સુધી ભણેલા છે જ્યારે એક આરોપી એમબીએ થયેલો છે. પકડાયેલાઓમાં (1)ફરહાન ઉર્ફે આસલ રહેમાન રિઝવાન (2) શારીક મુસ્તાક બેગ (3) મોહમ્મદ ઉવેશ ખાન સાફિક અને (4)શહજમાખાન નાસીર ખાન (તમામ રહે ભોપાલ, મધ્ય પ્રદેશ) નો સમાવેશ થાય છે.