Surendranagar News: ગેરકાયદેસર કાર્બોસેલની ખાણમાં 4 દિવસમાં કુલ 7 શ્રમિકો મોતને ભેટ્યા

સુરેન્દ્રનગરમાં ખનન માફિયાઓ બન્યા બેફામ થાનગઢમાં ચાલતુ હતુ ગેરકાયદેસર ખનનછેલ્લા 3 દિવસમાં કુલ 7 શ્રમિકોના મોત નીપજ્યાસુરેન્દ્રનગર જિલ્લામાં ખનિજ માફિયા બેફામ બન્યા છે.  સુરેન્દ્રનગર જિલ્લામાં ચાલતી ગેરકાયદેસર કાર્બોસેલની ખાણ ચલાવતા ખનીજ માફિયાઓ શ્રમિકોના મોતના સોદાગરો બન્યા છે. ગેરકાયદેસર કાર્બોસેલની ખાણમાં 4 દિવસમાં કુલ 7 શ્રમિકોના મોત નિપજ્યા છે. મળતી માહિતી મુજબ, સુરેન્દ્રનગર જિલ્લાના થાનના જામવાડી વિસ્તારમાં ગેરકાયદેસર ધમધમતી કાર્બોસેલની ખાણમાં 300 ફૂટ ઊંડે ભેખડ ધસી પડતા 3 મજૂરો જીવતા દટાઈ ગયા હતા. બીજી તરફ આ બનાવની જાણ થતા પોલીસની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. મૃતદેહની શોધખોળ કરી રહી છે.સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલા થાનગઢના જામવાડી અને સર્વે નંબર 12ના વર્લી વચ્ચેના વિસ્તારમાં વધું 3 મજુરોના મોત થયાની ઘટના સામે આવી છે. શ્રમિકોના મોત બાદ ખનનમાફીયાઓ દ્વારા મૃતકોને સગેવગે કરાયાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી. પોલીસ દ્વારા મૃતકોને શોધવાની અને બનાવની જગ્યાએ પહોંચવાની કામગીરી હાથ ધરી છે. છેલ્લા 4 દિવસમાં 7 મજુરોના મોત નિપજ્યાં છે. 13 જુલાઈના રોજ 3 મજૂરોના મોત થયા હતા સુરેન્દ્રનગરના ભેટ ગામે ખનિજ માહિયાઓ ગેરકાયદેસર કાર્બોસેલની ખાણમાં 13 જુલાઈના રોજ 3 મજૂરોના મોત થયા હતા. આ મામલે પોલીસ તપાસમાં મોટો ઘટસ્ફોટ થયો હતો. ગેરકાયદેસર કોર્બોસેલની ખાણો ભાજપના આગેવાનો અને ચૂંટાયેલા મુળી તાલુકાના હોદેદારોની હોવાનું બહાર આવ્યું હતું. જે બાદ પોલીસે મૂળી તાલુકા પંચાયત કારોબારી ચેરમેન કલ્પેશ પરમાર, જિલ્લા પંચાયતના સભ્યના પતિ ખીમજી સહિત 4 લોકો સામે મુળી પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં કર્યો હતો. 

Surendranagar News: ગેરકાયદેસર કાર્બોસેલની ખાણમાં 4 દિવસમાં કુલ 7 શ્રમિકો મોતને ભેટ્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • સુરેન્દ્રનગરમાં ખનન માફિયાઓ બન્યા બેફામ
  • થાનગઢમાં ચાલતુ હતુ ગેરકાયદેસર ખનન
  • છેલ્લા 3 દિવસમાં કુલ 7 શ્રમિકોના મોત નીપજ્યા

સુરેન્દ્રનગર જિલ્લામાં ખનિજ માફિયા બેફામ બન્યા છે.  સુરેન્દ્રનગર જિલ્લામાં ચાલતી ગેરકાયદેસર કાર્બોસેલની ખાણ ચલાવતા ખનીજ માફિયાઓ શ્રમિકોના મોતના સોદાગરો બન્યા છે. ગેરકાયદેસર કાર્બોસેલની ખાણમાં 4 દિવસમાં કુલ 7 શ્રમિકોના મોત નિપજ્યા છે. 

મળતી માહિતી મુજબ, સુરેન્દ્રનગર જિલ્લાના થાનના જામવાડી વિસ્તારમાં ગેરકાયદેસર ધમધમતી કાર્બોસેલની ખાણમાં 300 ફૂટ ઊંડે ભેખડ ધસી પડતા 3 મજૂરો જીવતા દટાઈ ગયા હતા. બીજી તરફ આ બનાવની જાણ થતા પોલીસની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. મૃતદેહની શોધખોળ કરી રહી છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલા થાનગઢના જામવાડી અને સર્વે નંબર 12ના વર્લી વચ્ચેના વિસ્તારમાં વધું 3 મજુરોના મોત થયાની ઘટના સામે આવી છે. શ્રમિકોના મોત બાદ ખનનમાફીયાઓ દ્વારા મૃતકોને સગેવગે કરાયાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી. પોલીસ દ્વારા મૃતકોને શોધવાની અને બનાવની જગ્યાએ પહોંચવાની કામગીરી હાથ ધરી છે. છેલ્લા 4 દિવસમાં 7 મજુરોના મોત નિપજ્યાં છે.

13 જુલાઈના રોજ 3 મજૂરોના મોત થયા હતા

સુરેન્દ્રનગરના ભેટ ગામે ખનિજ માહિયાઓ ગેરકાયદેસર કાર્બોસેલની ખાણમાં 13 જુલાઈના રોજ 3 મજૂરોના મોત થયા હતા. આ મામલે પોલીસ તપાસમાં મોટો ઘટસ્ફોટ થયો હતો. ગેરકાયદેસર કોર્બોસેલની ખાણો ભાજપના આગેવાનો અને ચૂંટાયેલા મુળી તાલુકાના હોદેદારોની હોવાનું બહાર આવ્યું હતું. જે બાદ પોલીસે મૂળી તાલુકા પંચાયત કારોબારી ચેરમેન કલ્પેશ પરમાર, જિલ્લા પંચાયતના સભ્યના પતિ ખીમજી સહિત 4 લોકો સામે મુળી પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં કર્યો હતો.