Ahmedabad :વસ્ત્રાપુર મર્ડર કેસમાં PI ભરવાડ મુદ્દે બી સમરી ભરી બચાવી લેવાયા

PI ખાચરની ધરપકડ સામેની રાહત હાઇકોર્ટે 7મી ઓગસ્ટ સુધી લંબાવીતપાસનીશ અધિકારીએ હત્યાની કલમ રદ કરીને સાહ મનુષ્ય અપરાધ વધની કલમો લગાવી ગતતા. 24-4-2024ના રોજ પથ્થરમારો થતાં એક મહિલાનું મોત નિપજ્યું હતું વસ્ત્રાપુરમાં રાયોટિંગ વીથ મર્ડર કેસમાં તપાસનીશ અધિકારીએ પોલીસ ઈન્સ્પેકટર ગોવિંદભાઈ કે. ભરવાડ સામે પૂરતા પુરાવા નહીં હોવાથી ગુનામાં અટક નહીં કરીને તેમની સામે અલાયદી વર્ગ બી સમરી ભરીને પકડાયેલા સાત આરોપીઓ સામે અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં ચાર્જશીટ દાખલ કર્યુ છે. આ ચાર્જશીટમાં છ આરોપીઓને નાસતા ફરતા દર્શાવવામાં આવ્યા છે. તપાસનીશ અધિકારીએ હત્યાની કલમ રદ કરીને સાહ મનુષ્ય અપરાધ વધની કલમો લગાવી છે. વસ્ત્રાપુરમાં મંદિરના પાટોત્સવની પત્રિકા લખવામાં એક સમાજના બે જૂથ વચ્ચે ઝઘડો થાય બાદ ગતતા. 24-4-2024ના રોજ પથ્થરમારો થતાં એક મહિલાનું મોત નિપજ્યું હતું. આ કેસમાં ગાંધીનગર ટ્રાફિકના પીઆઇ જી.કે.ભરવાડ સહિત ટોળા સામે રાયોટીંગ વીથ હત્યાની ફરિયાદ નોંધાઇ હતી. જેના પગલે વસ્ત્રાપુર પોલીસે સાત આરોપીઓની ધરપકડ કરીને કોર્ટમાં ચાર્જશીટ દાખલ કર્યુ છે. જયારે છ આરોપીઓને નાસતા ફરતા દર્શાવ્યા છે. તપાસનીશ અધિકારીએ અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં કરેલા ચાર્જશીટમાં પીઆઇ જી.કે. ભરવાડને બચાવી લેવામાં આવ્યા છે.ગાયકવાડ હવેલી ક્રાઇમબ્રાંચ સંકુલમાં જ માર્ચ માસમાં રહસ્યમય સંજોગોમાં ડો.વૈશાલી જોષીની આત્મહત્યાના ચકચારભર્યા કેસમાં ક્રાઇમબ્રાંચના આરોપી પીઆઇ બી.કે.ખાચરે ગુજરાત હાઇકોર્ટમાં કરલેી આગોતરા જામીન અરજીમાં હાઈકોર્ટે તેમની ધરપકડ સામે રક્ષણ આપતી રાહત વધુ એક વખત લંબાવી છે. હાઇકોર્ટે તા.7મી ઓગસ્ટ સુધી તેમની ધરપકડ સામેની રાહત લંબાવી છે. દરમ્યાન આ કેસમાં હવે મરનાર યુવતીના પીડિત પક્ષ તરફ્થી વકીલ હાજર થયા હતા અને તેમણે આ કેસમાં જવાબ રજૂ કરવા માટે સમયની માંગ કરી હતી. હાઇકોર્ટે કેસની વધુ સુનાવણી તા.7મી ઓગસ્ટે રાખી હતી. ઉલ્લેખનીય છે કે, આ કેસમાં પીઆઇ બી.કે.ખાચરની તપાસ અને પૂછપરછ બાદ સરકારે હાઇકોર્ટમાં રિપોર્ટ રજૂ કર્યો હતો અને જણાવ્યું હતું કે, પીઆઇ ખાચરનો પાસપોર્ટ અને ફોન જમા લેવાયો છે. જેમાં છેલ્લા સાત મહિનાનો ડેટા લેવામાં આવ્યો છે. મહિલા તબીબને વોટ્સ એપ ચેટનો જવાબ પીઆઇ દ્વારા નહી અપાતાં અને તેની સાથેનો પ્રણયસંબંધ તોડી નંખાતાં તે નિરાશા-હતાશામાં ગરકાવ થઇ હતી અને તેના કારણે તે આત્મહત્યા કરવા મજબૂર બની હતી.

Ahmedabad :વસ્ત્રાપુર મર્ડર કેસમાં PI ભરવાડ મુદ્દે બી સમરી ભરી બચાવી લેવાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • PI ખાચરની ધરપકડ સામેની રાહત હાઇકોર્ટે 7મી ઓગસ્ટ સુધી લંબાવી
  • તપાસનીશ અધિકારીએ હત્યાની કલમ રદ કરીને સાહ મનુષ્ય અપરાધ વધની કલમો લગાવી
  • ગતતા. 24-4-2024ના રોજ પથ્થરમારો થતાં એક મહિલાનું મોત નિપજ્યું હતું

વસ્ત્રાપુરમાં રાયોટિંગ વીથ મર્ડર કેસમાં તપાસનીશ અધિકારીએ પોલીસ ઈન્સ્પેકટર ગોવિંદભાઈ કે. ભરવાડ સામે પૂરતા પુરાવા નહીં હોવાથી ગુનામાં અટક નહીં કરીને તેમની સામે અલાયદી વર્ગ બી સમરી ભરીને પકડાયેલા સાત આરોપીઓ સામે અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં ચાર્જશીટ દાખલ કર્યુ છે.

આ ચાર્જશીટમાં છ આરોપીઓને નાસતા ફરતા દર્શાવવામાં આવ્યા છે. તપાસનીશ અધિકારીએ હત્યાની કલમ રદ કરીને સાહ મનુષ્ય અપરાધ વધની કલમો લગાવી છે. વસ્ત્રાપુરમાં મંદિરના પાટોત્સવની પત્રિકા લખવામાં એક સમાજના બે જૂથ વચ્ચે ઝઘડો થાય બાદ ગતતા. 24-4-2024ના રોજ પથ્થરમારો થતાં એક મહિલાનું મોત નિપજ્યું હતું. આ કેસમાં ગાંધીનગર ટ્રાફિકના પીઆઇ જી.કે.ભરવાડ સહિત ટોળા સામે રાયોટીંગ વીથ હત્યાની ફરિયાદ નોંધાઇ હતી. જેના પગલે વસ્ત્રાપુર પોલીસે સાત આરોપીઓની ધરપકડ કરીને કોર્ટમાં ચાર્જશીટ દાખલ કર્યુ છે. જયારે છ આરોપીઓને નાસતા ફરતા દર્શાવ્યા છે. તપાસનીશ અધિકારીએ અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં કરેલા ચાર્જશીટમાં પીઆઇ જી.કે. ભરવાડને બચાવી લેવામાં આવ્યા છે.

ગાયકવાડ હવેલી ક્રાઇમબ્રાંચ સંકુલમાં જ માર્ચ માસમાં રહસ્યમય સંજોગોમાં ડો.વૈશાલી જોષીની આત્મહત્યાના ચકચારભર્યા કેસમાં ક્રાઇમબ્રાંચના આરોપી પીઆઇ બી.કે.ખાચરે ગુજરાત હાઇકોર્ટમાં કરલેી આગોતરા જામીન અરજીમાં હાઈકોર્ટે તેમની ધરપકડ સામે રક્ષણ આપતી રાહત વધુ એક વખત લંબાવી છે. હાઇકોર્ટે તા.7મી ઓગસ્ટ સુધી તેમની ધરપકડ સામેની રાહત લંબાવી છે. દરમ્યાન આ કેસમાં હવે મરનાર યુવતીના પીડિત પક્ષ તરફ્થી વકીલ હાજર થયા હતા અને તેમણે આ કેસમાં જવાબ રજૂ કરવા માટે સમયની માંગ કરી હતી. હાઇકોર્ટે કેસની વધુ સુનાવણી તા.7મી ઓગસ્ટે રાખી હતી. ઉલ્લેખનીય છે કે, આ કેસમાં પીઆઇ બી.કે.ખાચરની તપાસ અને પૂછપરછ બાદ સરકારે હાઇકોર્ટમાં રિપોર્ટ રજૂ કર્યો હતો અને જણાવ્યું હતું કે, પીઆઇ ખાચરનો પાસપોર્ટ અને ફોન જમા લેવાયો છે. જેમાં છેલ્લા સાત મહિનાનો ડેટા લેવામાં આવ્યો છે. મહિલા તબીબને વોટ્સ એપ ચેટનો જવાબ પીઆઇ દ્વારા નહી અપાતાં અને તેની સાથેનો પ્રણયસંબંધ તોડી નંખાતાં તે નિરાશા-હતાશામાં ગરકાવ થઇ હતી અને તેના કારણે તે આત્મહત્યા કરવા મજબૂર બની હતી.