Ambajiમાં ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવી,DGP અને રેન્જ આઈજીએ મંદિરમાં ચઢાવી ધજા

અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાનું આજે સમાપાન થશે,મંદિરમાં ભકતોનું ઘોડાપુર ઉમટયું છે,સાથે સાથે રાજયના ગૃહરાજયમંત્રી હર્ષ સંઘવી,ડીજીપી વિકાસ સહાય તેમજ રેન્જ આઈજી ચિરાગ કોરડીયાએ મંદિરમાં ધજા ચઢાવી હતી,પોલીસે ધજા ચઢાવીને ભાદરવી મહાકુંભનું સમાપન કર્યું હતુ.સાથે સાથે અંબાજી પોલીસે પણ ધજા ચઢાવી હતી અને રંગેચંગે ગુલાલ ઉડાવી ગરબે પણ ગુમ્યા હતા. અંબાજી પહોંચેલા ગૃહ મંત્રી હર્ષ સંઘવીનું નિવેદન હર્ષ સંઘવીએ અંબાજી પહોંચીને મિડીયા સમક્ષ નિવેદન આપતા કહ્યું હતુ કે,જે ઘરે પાણીનો ગ્લાસ પણ નથી ભરતા અને એવા લોકોએ રસ્તામાં કેમ્પોમાં પદયાત્રીઓના પગ દબાવી સેવા કરી એવા માઇભક્તોને હું નમન કરું છું,આ વખતે માઈ ભકતોની સંખ્યામાં વધારો થયો છે તેમ છતાં રસ્તામાં કયાંય કચરો નહીં ચારે દિશામાં સફાઈ માટે સ્વછતા દૂતો કામ કરી રહ્યા છે તે તમામ સ્વછતા દૂતોને નમન કરું છું.વર્ષો જૂની ગુજરાત પોલીસની મંદિર પર ધજા ચડાવવાની પ્રણાલી આગળ વધારી છે. આજે અંબાજીમાં ભાદરવી પુનમના મેળાનો છેલ્લો દિવસ છે. અંબાજી મંદિરમાં છેલ્લા 6 દિવસમાં 27 લાખ ભક્તોએ અંબાજીની મુલાકાત લીધી છે.આજે પણ મોટી સંખ્યામાં ભક્તો અંબાજી મંદિરની મુલાકાત લઈ રહ્યાં છે. આજે રાત્રીના 12 કલાકે મેળાની પૂર્ણાહૂતિ કરવામાં આવશે.આજે ભાદરવી પૂનમના મેળાના અંતિમ દિવસે ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી,ડીજીપી વિકાસ સહાય તેમજ રેન્જ આઈજી ચિરાગ કોરડીયાએ અંબાજીની મુલાકાત લીધી છે. માડીના દર્શન બાદ કંટ્રોલ પોઈન્ટની હર્ષ સંઘવી મુલાકાત લેશે. ભોજનને લઈ અનોખી વ્યવસ્થા જેમાં દિવાળી બા ગુરૂભવન ધર્મશાળા, અંબિકા ભોજનાલય અને ગબ્બર તળેટી ખાતે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે.નિ:શુલ્ક ભોજનાલય પૈકી એક દિવાળી બા ગુરૂભવન ધર્મશાળા ખાતે પાટણના સિદ્ધહેમ સેવા ટ્રસ્ટ સાથે સંકળાયેલા સ્નેહલભાઈ પટેલે જણાવ્યું કે આ કેમ્પમાં લગભગ ૩૦૦ જેટલા સભ્યો દ્વારા પદયાત્રીઓને નિ:શુલ્ક ભોજનની વ્યવસ્થા પૂરી પાડવામાં આવે છે. ૧૭ વર્ષથી કાર્યરત આ કેમ્પમાં દર રોજ શ્રધ્ધાળુઓને બપોરે બુંદી, ખમણ, શાક-રોટલી, દાળ-ભાતનું ભોજનપ્રસાદ પીરસવામાં આવે છે. જ્યારે સાંજે ભાખરી-શાક અને કઢી- ખીચડીનું ભોજન આપવામાં આવે છે. માતાના ભકતોમાં ખુશીનો માહોલ અંબાજી ખાતે મીની મહાકુંભના દર્શન જેવો માહોલ જોવા મળે છે. હાથમાં ધજાઓ, મનમાં માત્ર ભક્તિ અને આનંદ, ઉલ્લાસ સાથે લાખો માઇભક્તોના આગમનથી અંબાજી જાણે કે વધુ સોહામણું બન્યું છે. ઘણા યાત્રિકો માતાજીને દંડવત પ્રણામ કરતા દર્શન કરવા આવી રહ્યા છે. દર્શન કરીને પરત ફરતા માઇભક્તોના કપાળે કુમ કુમ તિલક, હાથમાં ચુંદડી અને પ્રસાદ તથા મોં પર ધન્યતા, આનંદ અને સંતોષ જોવા મળે છે. દિવસોથી રાત- દિવસ ચાલીને અંબાજી પહોંચેલા શ્રધ્ધાળુઓ સુખ- સંતોષરૂપ અંબાજીની યાત્રા સંપન્ન કરી પરત ફરી રહ્યાં છે.  

Ambajiમાં ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવી,DGP અને રેન્જ આઈજીએ મંદિરમાં ચઢાવી ધજા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાનું આજે સમાપાન થશે,મંદિરમાં ભકતોનું ઘોડાપુર ઉમટયું છે,સાથે સાથે રાજયના ગૃહરાજયમંત્રી હર્ષ સંઘવી,ડીજીપી વિકાસ સહાય તેમજ રેન્જ આઈજી ચિરાગ કોરડીયાએ મંદિરમાં ધજા ચઢાવી હતી,પોલીસે ધજા ચઢાવીને ભાદરવી મહાકુંભનું સમાપન કર્યું હતુ.સાથે સાથે અંબાજી પોલીસે પણ ધજા ચઢાવી હતી અને રંગેચંગે ગુલાલ ઉડાવી ગરબે પણ ગુમ્યા હતા.

અંબાજી પહોંચેલા ગૃહ મંત્રી હર્ષ સંઘવીનું નિવેદન

હર્ષ સંઘવીએ અંબાજી પહોંચીને મિડીયા સમક્ષ નિવેદન આપતા કહ્યું હતુ કે,જે ઘરે પાણીનો ગ્લાસ પણ નથી ભરતા અને એવા લોકોએ રસ્તામાં કેમ્પોમાં પદયાત્રીઓના પગ દબાવી સેવા કરી એવા માઇભક્તોને હું નમન કરું છું,આ વખતે માઈ ભકતોની સંખ્યામાં વધારો થયો છે તેમ છતાં રસ્તામાં કયાંય કચરો નહીં ચારે દિશામાં સફાઈ માટે સ્વછતા દૂતો કામ કરી રહ્યા છે તે તમામ સ્વછતા દૂતોને નમન કરું છું.વર્ષો જૂની ગુજરાત પોલીસની મંદિર પર ધજા ચડાવવાની પ્રણાલી આગળ વધારી છે.


આજે અંબાજીમાં ભાદરવી પુનમના મેળાનો છેલ્લો દિવસ છે.

અંબાજી મંદિરમાં છેલ્લા 6 દિવસમાં 27 લાખ ભક્તોએ અંબાજીની મુલાકાત લીધી છે.આજે પણ મોટી સંખ્યામાં ભક્તો અંબાજી મંદિરની મુલાકાત લઈ રહ્યાં છે. આજે રાત્રીના 12 કલાકે મેળાની પૂર્ણાહૂતિ કરવામાં આવશે.આજે ભાદરવી પૂનમના મેળાના અંતિમ દિવસે ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી,ડીજીપી વિકાસ સહાય તેમજ રેન્જ આઈજી ચિરાગ કોરડીયાએ અંબાજીની મુલાકાત લીધી છે. માડીના દર્શન બાદ કંટ્રોલ પોઈન્ટની હર્ષ સંઘવી મુલાકાત લેશે.

ભોજનને લઈ અનોખી વ્યવસ્થા

જેમાં દિવાળી બા ગુરૂભવન ધર્મશાળા, અંબિકા ભોજનાલય અને ગબ્બર તળેટી ખાતે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે.નિ:શુલ્ક ભોજનાલય પૈકી એક દિવાળી બા ગુરૂભવન ધર્મશાળા ખાતે પાટણના સિદ્ધહેમ સેવા ટ્રસ્ટ સાથે સંકળાયેલા સ્નેહલભાઈ પટેલે જણાવ્યું કે આ કેમ્પમાં લગભગ ૩૦૦ જેટલા સભ્યો દ્વારા પદયાત્રીઓને નિ:શુલ્ક ભોજનની વ્યવસ્થા પૂરી પાડવામાં આવે છે. ૧૭ વર્ષથી કાર્યરત આ કેમ્પમાં દર રોજ શ્રધ્ધાળુઓને બપોરે બુંદી, ખમણ, શાક-રોટલી, દાળ-ભાતનું ભોજનપ્રસાદ પીરસવામાં આવે છે. જ્યારે સાંજે ભાખરી-શાક અને કઢી- ખીચડીનું ભોજન આપવામાં આવે છે.

માતાના ભકતોમાં ખુશીનો માહોલ

અંબાજી ખાતે મીની મહાકુંભના દર્શન જેવો માહોલ જોવા મળે છે. હાથમાં ધજાઓ, મનમાં માત્ર ભક્તિ અને આનંદ, ઉલ્લાસ સાથે લાખો માઇભક્તોના આગમનથી અંબાજી જાણે કે વધુ સોહામણું બન્યું છે. ઘણા યાત્રિકો માતાજીને દંડવત પ્રણામ કરતા દર્શન કરવા આવી રહ્યા છે. દર્શન કરીને પરત ફરતા માઇભક્તોના કપાળે કુમ કુમ તિલક, હાથમાં ચુંદડી અને પ્રસાદ તથા મોં પર ધન્યતા, આનંદ અને સંતોષ જોવા મળે છે. દિવસોથી રાત- દિવસ ચાલીને અંબાજી પહોંચેલા શ્રધ્ધાળુઓ સુખ- સંતોષરૂપ અંબાજીની યાત્રા સંપન્ન કરી પરત ફરી રહ્યાં છે.