Ahmedabad: માધવપુરા ઇદગાહ સર્કલ પાસેથી 09 ગ્રામ મેફેડ્રોન સાથે ઈસમની ધરપકડ
09 ગ્રામ મેફેડ્રોનની કિંમત અંદાજે 90 હજાર જેટલી થાય છે યુવા પેઢીને માદક પદાર્થોના સેવનથી બચાવવા પોલીસ સતર્ક એહમદ હુસેન ઉર્ફે જાવીદ નામના આરોપીની ધરપકડ પોલીસ કમિશનર અમદાવાદ શહેરના હુકમથી તથા અધિક પોલીસ કમિશનર સેક્ટર-1 તથા નાયબ પોલીસ કમિશનર ઝોન-૨ની સુચના અને માર્ગદર્શન હેઠળ સમગ્ર ઝોન-2 વિસ્તારમાં યુવાનોને બચાવવા ઝૂંબેશ શરુ કરવામાં આવી છે. જેમાં માધવપુરામાંથી 09 ગ્રામ ડ્રગ્સ સાથે એક ઈસમની ધરપકડ કરવામાં આવી છે. યુવા પેઢીને ડ્રગ્સના નશાના રવાડે ચઢાવતા નશીલા માદક પદાર્થોની હેરાફેરી અટકાવવા સારૂ અસરકારક કામગીરી કરવા કરેલ સુચનાઓ અન્વયે નાયબ પોલીસ કમિશ્નર ઝોન- 2 ના સીધા સુપરવિઝન તથા માર્ગદર્શન હેઠળ કામગીરી હાથ ધરાઈ હતી. જેમાં સ્કોડના પો.સબ.ઇન્સ કે.ડી.પટેલ તેમજ સ્ટાફના માણસો હાજર રહેલ હતા. દરમ્યાન પો.કો મુસ્તુફાખાન સરદારખાન તથા પો.કો. રાજેન્દ્રકુમાર કાંતીલાલએ સયુકત રીતે મળેલ બાતમી હકીકત આધારે પો.ઇન્સ. એ.એ.વાઘેલા સાબરમતી પોલીસ સ્ટેશન સાથે વોચમાં રહી આરોપીની અટકાયત કરી હતી. આરોપી જાહેરમાં મેફેડ્રોન રાખી ફરતો હતો આરોપી માધવપુરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી માધવપુરા, ઈદગાહ સર્કલની બાજુમાં આવેલ જાહેર શૌચાલય પાસે માદક પદાર્થ વેચવા માટે આવેલ હતો. આરોપીનું નામ એહમદ હુસેન ઉર્ફે જાવીદ સ/ઓ ગુલામરસુલ શેખ ઉવ ૩૮ રહે. મનં ૩૦૯૬/૭, લખોટા પોળ, દરીયાપુર અમદાવાદ શહેર હાલ રહે. સંજરી ફ્લેટ ત્રીજો માળ, આબેદા મસ્જીદની સામે સફવાન પાર્ક, ફતેહવાડી સરખેજ અમદાવાદ ખાતે રહે છે. આરોપી પાસેથી મેફેડ્રોન (એમ.ડી) ૯ ગ્રામનો જથ્થો જેની કિંમત 90 હજાર તેમજ મોબાઇલ ફોન મળી આવ્યો હતો. LCB ઝોન – 2 અમદાવાદ દ્વારા આરોપીની ધરપકડ સમગ્ર કામગીરી દરમિયાન પો.ઇન્સ.એ.એ.વાઘેલા સાબરમતી પોલીસ સ્ટેશન, પો.સ.ઇ. કે.ડી.પટેલ, અ.હે.કો. નરેંદ્રસિંહ કચરાજી, અ.હે.કો. સફીક એહમદ સીરાજ એહમદ, અ.હે.કો. દેવકરણભાઈ અજાભાઈ, અ.હે.કો. કલ્પેશકુમાર પ્રેમજીભાઈ, અ.પો.કો. રાજેન્દ્રકુમાર કાંતિલાલ, અ.પો.કો. ચિરાગ જયરામભાઇ, અ.પો.કો. મુસ્તુફાખાન સરદારખાન, અ.પો.કો. ભરતકુમાર હિંમતભાઇ, અ.પો.કો. અજયકુમાર નરસિંહભાઇ, તમામ નોકરી એલ.સી.બી. ઝોન-૦૨, અમદાવાદ શહેર ખાતે છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- 09 ગ્રામ મેફેડ્રોનની કિંમત અંદાજે 90 હજાર જેટલી થાય છે
- યુવા પેઢીને માદક પદાર્થોના સેવનથી બચાવવા પોલીસ સતર્ક
- એહમદ હુસેન ઉર્ફે જાવીદ નામના આરોપીની ધરપકડ
પોલીસ કમિશનર અમદાવાદ શહેરના હુકમથી તથા અધિક પોલીસ કમિશનર સેક્ટર-1 તથા નાયબ પોલીસ કમિશનર ઝોન-૨ની સુચના અને માર્ગદર્શન હેઠળ સમગ્ર ઝોન-2 વિસ્તારમાં યુવાનોને બચાવવા ઝૂંબેશ શરુ કરવામાં આવી છે. જેમાં માધવપુરામાંથી 09 ગ્રામ ડ્રગ્સ સાથે એક ઈસમની ધરપકડ કરવામાં આવી છે.
યુવા પેઢીને ડ્રગ્સના નશાના રવાડે ચઢાવતા નશીલા માદક પદાર્થોની હેરાફેરી અટકાવવા સારૂ અસરકારક કામગીરી કરવા કરેલ સુચનાઓ અન્વયે નાયબ પોલીસ કમિશ્નર ઝોન- 2 ના સીધા સુપરવિઝન તથા માર્ગદર્શન હેઠળ કામગીરી હાથ ધરાઈ હતી. જેમાં સ્કોડના પો.સબ.ઇન્સ કે.ડી.પટેલ તેમજ સ્ટાફના માણસો હાજર રહેલ હતા. દરમ્યાન પો.કો મુસ્તુફાખાન સરદારખાન તથા પો.કો. રાજેન્દ્રકુમાર કાંતીલાલએ સયુકત રીતે મળેલ બાતમી હકીકત આધારે પો.ઇન્સ. એ.એ.વાઘેલા સાબરમતી પોલીસ સ્ટેશન સાથે વોચમાં રહી આરોપીની અટકાયત કરી હતી.
આરોપી જાહેરમાં મેફેડ્રોન રાખી ફરતો હતો
આરોપી માધવપુરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી માધવપુરા, ઈદગાહ સર્કલની બાજુમાં આવેલ જાહેર શૌચાલય પાસે માદક પદાર્થ વેચવા માટે આવેલ હતો. આરોપીનું નામ એહમદ હુસેન ઉર્ફે જાવીદ સ/ઓ ગુલામરસુલ શેખ ઉવ ૩૮ રહે. મનં ૩૦૯૬/૭, લખોટા પોળ, દરીયાપુર અમદાવાદ શહેર હાલ રહે. સંજરી ફ્લેટ ત્રીજો માળ, આબેદા મસ્જીદની સામે સફવાન પાર્ક, ફતેહવાડી સરખેજ અમદાવાદ ખાતે રહે છે. આરોપી પાસેથી મેફેડ્રોન (એમ.ડી) ૯ ગ્રામનો જથ્થો જેની કિંમત 90 હજાર તેમજ મોબાઇલ ફોન મળી આવ્યો હતો.
LCB ઝોન – 2 અમદાવાદ દ્વારા આરોપીની ધરપકડ
સમગ્ર કામગીરી દરમિયાન પો.ઇન્સ.એ.એ.વાઘેલા સાબરમતી પોલીસ સ્ટેશન, પો.સ.ઇ. કે.ડી.પટેલ, અ.હે.કો. નરેંદ્રસિંહ કચરાજી, અ.હે.કો. સફીક એહમદ સીરાજ એહમદ, અ.હે.કો. દેવકરણભાઈ અજાભાઈ, અ.હે.કો. કલ્પેશકુમાર પ્રેમજીભાઈ, અ.પો.કો. રાજેન્દ્રકુમાર કાંતિલાલ, અ.પો.કો. ચિરાગ જયરામભાઇ, અ.પો.કો. મુસ્તુફાખાન સરદારખાન, અ.પો.કો. ભરતકુમાર હિંમતભાઇ, અ.પો.કો. અજયકુમાર નરસિંહભાઇ, તમામ નોકરી એલ.સી.બી. ઝોન-૦૨, અમદાવાદ શહેર ખાતે છે.