Surendranagar: સુરેન્દ્રનગર જિલ્લામાં ઠંડીનો ચમકારો, તાપમાન 20 ડિગ્રી નજીક પહોંચ્યું

ગુજરાતમાંથી મેઘરાજાએ વિદાય લીધી છે. ત્યારે હવે ગુજરાતમાં શિયાળાની ધીમી શરુઆત થઈ છે. રાજ્યમાં ધીમે ધીમે ઠંડી આગળ વધી રહી છે. વહેલી સવારે અને મોડી રાત્રે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. હવે હવામાન વિભાગ દ્વારા વરસાદની કોઈ શક્યતાઓ સેવી નથી. તેવામાં સુરેન્દ્રનગર જિલ્લામાં ઠંડીનો ચમકારો દેખાયો છે. વહેલી સવારથી જ સુરેન્દ્રનગરમાં ઠંડીનો અહેસાસ થઇ રહ્યો છે. સુરેન્દ્રનગરનું તાપમાન 20 ડિગ્રી નજીક પહોંચ્યું છે.મળતી માહિતી મુજબ, ચોમાસાની વિદાય બાદ હવે ગુજરાતમાં શિયાળાની શરુઆત થઈ ગઇ છે. અનેક જિલ્લાઓમાં વહેલી સવારથી જ ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. તેવામાં સુરેન્દ્રનગર જિલ્લામાં વહેલી સવારથી જ ઠંડીનો અહેસાસ થઇ રહ્યો છે. સુરેન્દ્રનગરનું તાપમાન 20 ડિગ્રી નજીક પહોંચ્યું છે. વહેલી સવારે સુરેન્દ્રનગર શહેરમાં ઝાકળવર્ષા સાથે નયનરમ્ય નજારો જોવા મળ્યો હતો. ઉનાળામાં અંગ દઝાડતી ગરમી ચોમાસામાં વધુ પડતા વરસાદ બાદ હવે ઠંડીનો અહેસાસ કરતા સુરેન્દ્રનગર વાસીઓને ગુવાબી ઠંડીનો ચમકારાની અનુભૂતિ થઇ રહી છે.વાતાવરણ અંગે હવામાન વિભાગની આગાહી મુજબ, રાજ્યમાં હજુ સુધી ઠંડીનો ચમકારો નહિવત રહેશે. ઓક્ટોબર મહિનાનો છેલ્લો સપ્તાહ છતા તાપમાન ઊંચકાયેલું રહેશે. અમદાવાદમાં મહત્તમ તાપમાન સામાન્ય કરતા 3.1 ડિગ્રી વધુ નોંધ્યું છે. અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 21.8 ડિગ્રી નોંધાયુ છે. રાજ્યમાં તાપમાન સામાન્ય કરતા વધુ રહેતા ગરમીનો અનુભવ થશે. લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં વધુ ફેરફારની શક્યતા નહિવત્ રહશે. ગુજરાતમાં સામાન્ય કરતા વધુ તાપમાન રહેવાની શક્યતા છે. હાલ રાજ્યમાં ઠંડીના ચમકારાની શક્યતા નહિવત રહશે.

Surendranagar: સુરેન્દ્રનગર જિલ્લામાં ઠંડીનો ચમકારો, તાપમાન 20 ડિગ્રી નજીક પહોંચ્યું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ગુજરાતમાંથી મેઘરાજાએ વિદાય લીધી છે. ત્યારે હવે ગુજરાતમાં શિયાળાની ધીમી શરુઆત થઈ છે. રાજ્યમાં ધીમે ધીમે ઠંડી આગળ વધી રહી છે. વહેલી સવારે અને મોડી રાત્રે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. હવે હવામાન વિભાગ દ્વારા વરસાદની કોઈ શક્યતાઓ સેવી નથી. તેવામાં સુરેન્દ્રનગર જિલ્લામાં ઠંડીનો ચમકારો દેખાયો છે. વહેલી સવારથી જ સુરેન્દ્રનગરમાં ઠંડીનો અહેસાસ થઇ રહ્યો છે. સુરેન્દ્રનગરનું તાપમાન 20 ડિગ્રી નજીક પહોંચ્યું છે.

મળતી માહિતી મુજબ, ચોમાસાની વિદાય બાદ હવે ગુજરાતમાં શિયાળાની શરુઆત થઈ ગઇ છે. અનેક જિલ્લાઓમાં વહેલી સવારથી જ ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. તેવામાં સુરેન્દ્રનગર જિલ્લામાં વહેલી સવારથી જ ઠંડીનો અહેસાસ થઇ રહ્યો છે. સુરેન્દ્રનગરનું તાપમાન 20 ડિગ્રી નજીક પહોંચ્યું છે. વહેલી સવારે સુરેન્દ્રનગર શહેરમાં ઝાકળવર્ષા સાથે નયનરમ્ય નજારો જોવા મળ્યો હતો. ઉનાળામાં અંગ દઝાડતી ગરમી ચોમાસામાં વધુ પડતા વરસાદ બાદ હવે ઠંડીનો અહેસાસ કરતા સુરેન્દ્રનગર વાસીઓને ગુવાબી ઠંડીનો ચમકારાની અનુભૂતિ થઇ રહી છે.

વાતાવરણ અંગે હવામાન વિભાગની આગાહી મુજબ, રાજ્યમાં હજુ સુધી ઠંડીનો ચમકારો નહિવત રહેશે. ઓક્ટોબર મહિનાનો છેલ્લો સપ્તાહ છતા તાપમાન ઊંચકાયેલું રહેશે. અમદાવાદમાં મહત્તમ તાપમાન સામાન્ય કરતા 3.1 ડિગ્રી વધુ નોંધ્યું છે. અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 21.8 ડિગ્રી નોંધાયુ છે. રાજ્યમાં તાપમાન સામાન્ય કરતા વધુ રહેતા ગરમીનો અનુભવ થશે. લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં વધુ ફેરફારની શક્યતા નહિવત્ રહશે. ગુજરાતમાં સામાન્ય કરતા વધુ તાપમાન રહેવાની શક્યતા છે. હાલ રાજ્યમાં ઠંડીના ચમકારાની શક્યતા નહિવત રહશે.